
લાંબા સમય સુધી બેઠા બેઠા કામ કરવાથી શરીરને થાય છે આ નુકસાન, રિસર્ચમાં આવ્યું સામે
જો તમે વધારે સમય ખુરશી કે સોફા પર બેસીને પસાર કરો છો તો આ આદત ખરાબ છે, આનાથી સ્થૂળતા જ નહિ પણ બીજી ઘણી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. આ બાબત પર ઘણી રિસર્ચ પણ થયા છે અને આ રિસર્ચમાં સામે આવ્યું કે કલાકો સુધી બેસી રહેવાની આદતથી કમર અને પીઠનો દુખાવાની સાથે મૃત્યુનું કારણ પણ બની શકે છે. ચાલો જાણીએ કેવી રીતે.
લોહીના પરિભ્રમણમાં સમસ્યા
લાંબો સમય બેસી રહેવાથી પગમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી અને લોહીની ગાંઠની સમસ્યા પણ થઇ શકે છે. જે રક્ત વાહિનીઓની દીવાલને નુકશાન પહોંચાડી શકે છે.
હૃદયરોગનું જોખમ
શારીરિક રીતે એક્ટિવ અને દિવસમાં બે કલાક કે તેથી ઓછા સમય સુધી બેસી રહે છે તે પુરુષોની સરખામણીમાં જે લોકો પાંચ કલાક કે તેથી વધારે બેસી રહે છે અને કસરત કરતા નથી. તેવા લોકોને હાર્ટ એટેકનો ખતરો વધારે હોય છે. નિષ્ણાતોના અનુસાર લાંબા સમય સુધી બેસી રહેવાથી બ્લડ પ્રેશરમાં વધારો થઇ શકે છે. એટલું જ નહીં, તે તમારું કોલેસ્ટ્રોલ પણ વધારી શકે છે અને તેનાથી ડાયાબિટીસ પણ થઈ શકે છે અને જો તમને પહેલાથી જ ડાયાબિટીસ છે તો તે વધુ વધે છે. કેટલાક રિસર્ચ એ પણ દર્શાવે છે કે જે લોકો લાંબા સમય સુધી બેસી રહે છે તેમને કોલોન કેન્સરનું જોખમ પણ વધી જાય છે.
મેદસ્વીતાનું જોખમ
રિસર્ચનાં મુજબ કમ્પ્યુટર અને ડેસ્ક જોબનાં કારણે લોકો દિવસમાં સરેરાશ 8-9 કલાકો સુધીને બેસીને જ કામ કરે છે અને આ ઊંઘને પણ ડિસ્ટર્બ કરે છે. આ બંને વસ્તુ સ્થૂળતાને શિકાર બનાવે છે. આખો દિવસ બેસી રહેવું એટલે કે કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃતિ ન કરવી આ બહુ મોટું કારણ છે સ્થૂળતાનું .