1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમેરિકા, ઈન્ડોનેશિયા અને જાપાનમાં એક જ દિવસે અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હીઃ અમેરિકા, ઈન્ડોનેશિયા અને જાપાનમાં 27 એપ્રિલના રોજ અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમાં સૌથી વધુ તીવ્રતા સાથે ભૂકંપના આંચકા જાપાનમાં નોંધાયા હતા. જાપાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 હતી. જ્યારે ઈન્ડોનેશિયામાં તેની તીવ્રતા 6.5 અને અમેરિકામાં માત્ર 2.9 માપવામાં આવી હતી. ઇન્ડોનેશિયા અને જાપાન ધરતીકંપ-સંભવિત પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત […]

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સશસ્ત્ર ગુનેગારોએ ન્યાયાધીશનું અપહરણ કર્યું

નવી દિલ્હીઃ આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનની જનતા અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, બીજી તરફ તાજેતરમાં કેટલાક જજોએ સર્વોચ્ચ અદાલતને પત્ર લખીને આઈએસએસના અધિકારીઓ કેટલાક કેસોમાં દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાગી હોય તેમ હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન ખૈબર પખ્તુનખ્વામાં કેટલાક શખ્સોએ ન્યાયધીશનું […]

અમદાવાદઃ રિવરફ્રન્ટ પર મતદાન જાગૃતિ માટે ડ્રોન શો અને મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન

અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતગર્ત અમદાવાદ શહેર અને જિલ્લામાં 7 મી મેના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુ ને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા વધે એ સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ અનેક ખાનગી સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ […]

લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું સોંપીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અરવિંદર સિંહ લવલીએ રાજીનામામાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટી ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. તેમ […]

ઉત્તરભારતમાં હીટવેવઃ બંગાળમાં રેડ અને બિહાર-ઝારખંડમાં ઓરેન્જ એલર્ટ અપાયું

નવી દિલ્હીઃ દેશભરમાં વધતી જતી ગરમી અને હીટવેવના કારણે જનજીવનને અસર થઈ છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ સુધી પહોંચી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં હીટવેવને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બિહાર અને ઝારખંડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, […]

અમદાવાદ: AMA માં વર્લ્ડ IP ને લઈ સેમિનારનું આયોજન કરાયું

અમદાવાદઃ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) એ વિવિધ પ્રવૃત્તિઓને કેન્દ્રો દ્રારા મેનેજમેન્ટના સિધ્ધાંતો અને વ્યવહારમાં વિચારો, જ્ઞાન અને અનુભવના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે “વાય. જે. ત્રિવેદી-એએમએ એકેડેમી ફોર ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ” વર્ષ 2007 માં વાય જે ત્રિવેદી અને જતીન ત્રિવેદીના યોગદાનથી ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) કલ્ચરને પ્રોત્સાહન આપવા […]

દક્ષિણ ભારતમાં જળસંકટ, જળાશયોમાં પાણીનો જથ્થો ઘટીને માત્ર 17 ટકા જ બચ્યો

નવી દિલ્હીઃ ઉનાળો શરૂ થતાની સાથે જ દેશમાં જળ સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. દક્ષિણ ભારતમાં સ્થિતિ વધુ ખરાબ છે. દક્ષિણ ભારતના રાજ્યો ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે અને સ્થિતિ એવી છે કે જળ સંગ્રહની ક્ષમતા ઘટીને માત્ર 17 ટકા રહી ગઈ છે. તેમ સેન્ટ્રલ વોટર કમિશન (CWC)એ જણાવ્યું હતું. દક્ષિણ ભારતના રાજ્યોમાં […]

સાંજે લાગતી ભૂખ સંતોષવા આ હળવા અને આરોગ્યપ્રદ નાસ્તા શ્રેષ્ઠ

સાંજે કામ પરથી ઘરે પાછા ફરતી વખતે બધાને અચાનક ભૂખ લાગે છે. જો કે, રાત્રિભોજનના થોડા કલાકો પહેલાં ભારે ભોજન લેવું યોગ્ય નથી, પરંતુ જ્યારે તમે ભૂખ્યા હો ત્યારે પેટ ખાલી રાખો તે પણ યોગ્ય નથી. તેથી, વચ્ચેની નાની ભૂખને સંતોષવા માટે, અમે તમારા માટે નાસ્તાના કેટલાક વિકલ્પો લાવ્યા છીએ. સ્પ્રાઉટ્સ– સ્પ્રાઉટ્સ હળવા, સ્વસ્થ હોય […]

ઉનાળામાં આ ફળને ભૂલથી પણ ના રાખો ફ્રીજમાં , થઈ શકે છે ગંભીર નુકશાન

ઉનાળાની સિઝન આવી ગઈ છે. ખાદ્યપદાર્થો બગડે નહીં તેથી લોકો તેને ફ્રીજમાં રાખે છે. લોકોનું માનવું છે કે જેમ જેમ તાપમાન વધે છે તેમ ફ્રિજમાં વસ્તુઓ રાખવાથી વસ્તુઓ લાંબા સમય સુધી તાજી રહે છે અને બગડતી નથી. જો કે, એવું જરૂરી નથી કે રેફ્રિજરેટરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ સારી હોવી જોઈએ. કેટલીકવાર ફ્રિજમાં રાખવામાં આવેલી […]

દુલ્હનની અદલાબદલીની મજેદાર ફિલ્મ લાપતા લેડીઝ આ OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝ

લાપતા લેડીઝ ફિલ્મ નેટફ્લિક્સ પર જોવા મળશે. નેટફ્લિક્સ દ્વારા જ આ ફિલ્મ અંગે જાણકારી શેર કરવામાં આવી છે. આ ફિલ્મનું અનાઉન્સમેન્ટ કરતા નેટફ્લિક્સે લખ્યું છે કે, તાજા ખબર, લાપતા લેડીઝ ફિલ્મ મળી ચૂકી છે, 25 એપ્રિલથી નેટફિક્સ પર.. લાપતા લેડીઝ ફિલ્મ 25 એપ્રિલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરી દેવામાં આવી છે. લાપતા લેડીઝની કાસ્ટની વાત કરીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code