1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારત અને અમેરિકાએ 7,995 કરોડના મોટા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવની અટકળો શરૂ થઈ ગઈ હતી. જોકે, ભારત-અમેરિકા સંબંધો અંગે હવે સારા સમાચાર આવ્યા છે. ભારતે અમેરિકા સાથે 7,995 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળને કાર્યરત 24 MH-60R સીહોક રોમિયો હેલિકોપ્ટરના ઉત્પાદન […]

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે બસોની અસુરક્ષિત ડિઝાઇન અંગે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખી જાહેર પરિવહનની બસોમાં જોવા મળતી અસુરક્ષિત ડિઝાઇન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને ઘણા રાજ્યોમાં બસોમાં ડ્રાઇવરનો પૂરો કેબિન અલગ બનાવવામાં આવે છે, જેને આયોગે મુસાફરોના જીવના અધિકાર (સંવિધાનના કલમ 21)નું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે. આયોગને […]

મહારાષ્ટ્રના ગોંદિયામાં 11 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હી: મહારાષ્ટ્રના ગોંદિયામાં અગિયાર નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. તેમણે પોલીસને હથિયાર અને દારૂગોળા પણ સોંપ્યા છે. પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનારા આ નક્સલીઓ માટે 89 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનારા નક્સલીઓ પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી) ના દરેક્ષ દલમ સાથે સંકળાયેલા હતા. […]

દક્ષિણ સીરિયાના ગામમાં ઇઝરાયલના હુમલામાં 13નાં મોત

દક્ષિણ સીરિયાના એક ગામમાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા છે. મીડિયા અનુસાર મૃતકોમાં બાળકો પણ સામેલ છે, જેના કારણે આ ઘટના છેલ્લા કેટલાક મહિનાની સૌથી ઘાતક કાર્યવાહી તરીકે નોંધાઇ છે. સ્થાનિક ન્યુઝ એજન્સીઓના જણાવ્યા અનુસાર, બેઇત જિન ગામના સ્થાનિક લોકો ઇઝરાયલી સૈનિકોને ટક્કર આપવા માટે સામેથી ઊભા રહ્યા, જેના […]

મણિપુરના તેંગનૌપાલમાં ઇન્ડો-મ્યાન્માર બોર્ડર પાસે અસ્સામ રાઇફલ્સની ચોંકી પર ઉગ્રવાદીઓનો હુમલો

નવી દિલ્હીઃ મણિપુરના તેંગનૌપાલ જિલ્લામાં ઇન્ડો-મ્યાન્માર બોર્ડર નજીક સ્થિત અસ્સામ રાઇફલ્સની એક ચોંકી પર ઉગ્રવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ ચોંકી 3 અસ્સામ રાઇફલ્સની અલ્ફા કંપનીની હતી. હુમલાખોરોએ સૌપ્રથમ હેન્ડ ગ્રેનેડ ફેંક્યા અને ત્યારબાદ ભારે ફાયરિંગ શરૂ કર્યું હતું. ચોંકીમાં તૈનાત જવાનોએ તરત જ જવાબી કાર્યવાહી કરી હતી, જેના કારણે બંને તરફથી આશરે 15–20 મિનિટ […]

કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ શરૂ, મોટેરા સ્ટેડિયમ નજીક 29 મકાનનું ડિમોલિશન કરાયું

અમદાવાદઃ કોમનવેલ્થ ગેમ્સ 2023ની યજમાની અમદાવાદને મળી છે તેમજ ઓલિમ્પિકનું આયોજન પણ અમદાવાદમાં કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. જેને લઈને અમદાવાદમાં એએમસી તંત્ર હરકતમાં આવ્યું છે અને મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીક આવેલા અડચણરૂપ મકાનોને દૂર કરવાની કવાયત શરૂ કરી છે. આજે સવારથી જ મનપાની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં […]

ગુજરાતઃ ઉત્કૃષ્ટ સેવાઓ બદલ “કર્મયોગી પુરસ્કાર”થી ૪ સનદી અધિકારીઓનું સન્માન

ધરમપુર, 29 નવેમ્બર, 2025ઃ Gujarat civil servants honored with “Karmayogi Award” મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય ૧૨મી ચિંતન શિબિરના સમાપન દિવસે વર્ષ:૨૦૨૪થી ૨૦૨૫ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવા બદલ ચાર સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા. જે સનદી અધિકારીઓને આ કર્મયોગી […]

બંગાળના રાજ્યપાલનો મોટો નિર્ણય, રાજભવનનું નામ બદલીને ‘લોકભવન’ રાખવામાં આવ્યું

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોઝે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે રાજધાની કોલકાતામાં રાજ્યપાલ નિવાસસ્થાનનું નામ બદલવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી તે ‘રાજભવન’ તરીકે ઓળખાતું હતું, પરંતુ હવે તેનું નામ બદલીને ‘લોકભવન’ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ સીવી આનંદના આ નિર્ણયની વ્યાપક ચર્ચા થઈ રહી છે. તેમણે તાજેતરમાં પશ્ચિમ બંગાળ નજીક […]

શ્રીલંકામાં ચક્રવાત દિતાવાએ તબાહી મચાવી, 123 લોકોના મૃત્યું

નવી દિલ્હી: શ્રીલંકામાં ચક્રવાત દિતાવાએ ભારે તબાહી મચાવી છે, જેમાં ઓછામાં ઓછા 123 લોકોના મૃત્યું થયા છે. બચાવ કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. દિતાવા હવે ભારત તરફ વળ્યું છે. વાવાઝોડાને કારણે ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ચક્રવાત દિટવાહને કારણે ફ્લાઇટ્સ રદ થવાને કારણે 300 ભારતીય મુસાફરો ત્રણ દિવસથી કોલંબોમાં ફસાયેલા છે. ચક્રવાત દિટવાહને […]

ઓપરેશન સાગર બંધુ: ભારતે વધુ 12 ટન રાહત સામગ્રી શ્રીલંકા મોકલી

નવી દિલ્હી: શ્રીલંકામાં દિત્વાહ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. અત્યાર સુધી 69 લોકોના મોત થયા છે જ્યારે 34 લોકો હજુ પણ લાપતા છે. આ કઠિન સમયમાં ભારતે ‘ઓપરેશન સાગર બંધુ’ હેઠળ શ્રીલંકાને મોટી માનવીય મદદ મોકલી છે. શનિવારે ભારતીય વાયુસેનાનું C-130J વિમાન આશરે 12 ટન રાહત સામગ્રી સાથે કોલંબોમાં ઉતર્યું હતું. મોકલવામાં આવેલી સામગ્રીમાં ટેન્ટ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code