1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, સૈનિકોએ વિસ્તારને ઘેરી લીધો; ગોળીબાર ચાલુ

ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. આઈજી જમ્મુ ભીમસેન તુતીએ જણાવ્યું હતું કે બસંતગઢ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓને ઘેરી લીધા છે. મળતી માહિતી મુજબ, બસંતગઢના બિહાલી વિસ્તારમાં આતંકવાદીઓ જોવા મળ્યા હોવાની માહિતી મળતાં સુરક્ષા […]

અમદાવાદના નિકોલમાં ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા એકટિવાચાલક મહિલાનું મોત

પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવાને અડફેટે લઈ 20 ફુટ ઢસડ્યું, અકસ્માત બાદ ડમ્પરચાલક નાસી ગયો, ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ  શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે નિકોલ વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના નિકોલમાં સાંજના સમયે ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ડમ્પરચાલકે મહિલા એક્ટિવાચાલકને ટક્કર […]

શુભાંશુ શુક્લાનું અવકાશમાંથી ‘નમસ્કાર’, કહ્યું- એવું લાગે છે કે હું બાળકની જેમ ચાલવાનું શીખી રહ્યો છું

અવકાશમાંથી પોતાના પહેલા કોલમાં, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ બુધવારના પ્રક્ષેપણના અનુભવને યાદ કર્યો. તે ક્ષણને યાદ કરતા, તેમણે આ અનુભવને અવર્ણનીય ગણાવ્યો. અવકાશમાંથી ‘નમસ્તે’ સાથે અભિવાદન કરતા શુભાંશુ શુક્લાએ કહ્યું કે તે શૂન્ય ગુરુત્વાકર્ષણની આદત પાડી રહ્યો છે. તેમણે કહ્યું, ‘હું હજુ પણ શૂન્ય ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરી રહ્યો છું, જેમ બાળક ચાલવાનું શીખે છે, પોતાને […]

અમદાવાદમાં વરસાદને લીધે ડ્રેનેજમાં વહી ગયેલો એક અને અન્ય એક મૃતદેહ મળ્યા

શહેરના મણિનગરમાં 5 ઈંચ અને ઓઢવ અને રખિયાલમાં 4 ઈંચ વરસાદ નોંધાયો, દક્ષિણી, કુબેરનગર ITI અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયા, ડ્રેનેજલાઇનમાં વહી ગયેલા આધેડનો 9 કલાક બાદ મૃતદેહ મળ્યો અમદાવાદઃ શહેરમાં છેલ્લા બેઃત્રણ દિવસથી સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જેમાં ગઈકાલે સાંજના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં  અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે સાંજના 7 […]

વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર 15 કિમીનો ટ્રાફિકજામ સર્જાયો

જાંબુવા બ્રિજના રોડ પર મોટા-મોટા ખાડા પડી જતા વાહનચાલકો પરેશાન, જાંબુવા બ્રિજ, પોર બ્રિજ અને બામણગામ બ્રિજ પર હેવી ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસ પણ નિષ્ક્રિય વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો હોય છે. ત્યારે આ નેશનલ હાઈવે પર જાબુવાં બ્રિજ, પોર બ્રિજ, અને બામણગામ બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 144 તાલુકામાં વરસાદ પડ્યો, માળિયા હાટિનામાં 5 ઈંચથી વધુ

પાટણના માંડોત્રીમાં વીજળી પડતાં યુવકનું મોત, સુરતના મહુવા અને વિસાવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો, રાજ્યમાં સીઝનનો 26.24 ટકાથી વધુ વરસાદ પડ્યો અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં જનાગઢના માળિયા હાટિનામાં 5.16 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરતના મહુવામાં 4.76 ઈંચ, જુનાગઢના વિસાવદરમાં 4.65 […]

મહાકુંભ બાદ અદાણી જૂથ જગન્નાથ પુરીની રથયાત્રામાં સેવારત

આ વર્ષના પ્રારંભે પ્રયાગરાજના મહાકુંભમેળામાં શ્રદ્ધાળુઓને મહાપ્રસાદની સેવા બાદ, અદાણી ગ્રુપ હવે ભારતની સૌથી પ્રતિષ્ઠિત પુરીની રથયાત્રામાં પણ સેવાની સુવાસ ફેલાવશે. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરમાં દર વર્ષે નવ દિવસની રથયાત્રામાં દેશ-વિદેશથી લાખો યાત્રાળુઓ આવે છે. અદાણી ગ્રુપ માટે કોર્પોરેટ સામાજિક જવાબદારી માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્યસંભાળથી વિશેષ આગળ વધી રહી છે. જેમાં અદાણી જૂથ પ્રાયોજક […]

દિલ્હીઃ પાકિસ્તાન માટે જાસુસી કરનાર વધુ એકની ધરપકડ કરાઈ

પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર નૌકા ભવનના અપર ડિવિઝન ક્લાર્ક (યુડીસી) વિશાલ યાદવની ધરપકડ કરી છે. વિશાલ સોશિયલ મીડિયા દ્વારા ગુપ્ત માહિતી મોકલતો હતો. રાજસ્થાન પોલીસની ગુપ્તચર શાખાએ નવી દિલ્હીથી તેની ધરપકડ કરી હતી. પોલીસ મહાનિરીક્ષક (સીઆઈડી-સુરક્ષા) વિષ્ણુકાંત ગુપ્તાએ જણાવ્યું હતું કે યુડીસી વિશાલ યાદવની ‘ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ 1923’ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. […]

પાકિસ્તાન આતંકવાદને ભારત સામે હથિયાર તરીકે ઉપયોગ કરે છેઃ UN માં ભારતના પ્રહાર

નવી દિલ્હીઃ પાડોશી દેશ પાકિસ્તાન હંમેશા ભારત વિરુદ્ધ નાપાક કાવતરાં કરવા માટે આતંકવાદનો ઉપયોગ પોતાના હથિયાર તરીકે કરે છે. આનું તાજેતરનું ઉદાહરણ પહેલગામ આતંકવાદી હુમલામાં જોવા મળ્યું, જેનો પુરાવો ભારતે આખી દુનિયા સમક્ષ રજૂ કર્યો હતો. જોકે, આ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન […]

SCO સમિટમાં રાજનાથ સિંહે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને લીધુ આડેહાથ, ખ્વાજા આસિફને મળવાનું ટાળ્યું

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા હતા. તેમણે SCO સમિટના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. અહેવાલ મુજબ, ભારત આ નિવેદનમાં સરહદ પાર આતંકવાદનો મુદ્દો સામેલ કરવા માંગતું હતું, પરંતુ તે બન્યું નહીં. મહત્વની વાત એ છે કે રાજનાથ સિંહે પાકિસ્તાનને વધુ એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code