1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાકિસ્તાનમાં તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP) પર ફરી પ્રતિબંધ ફરવાયો

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP)ના હિંસક પ્રદર્શનોથી પરેશાન થયેલી શહબાઝ શરીફ સરકારે સંગઠન પર ફરી પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ આતંકવાદ વિરોધી કાયદા (ATA) 1997 હેઠળ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય તાજેતરમાં થયેલા હિંસક પ્રદર્શન બાદ લેવામાં આવ્યો છે, જેમાં 16 લોકોનાં મોત થયા હતા, જેમાં ઘણા પોલીસકર્મીઓ પણ શામેલ હતા. પ્રધાનમંત્રી શહબાઝ […]

નાઇજીરિયન સેનાએ આતંકવાદી સંગઠન બોકો હરામના 50થી વધુ આતંકવાદીઓ ઠાર માર્યાં

નાઇજીરિયાની સેનાએ દેશના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં આવેલા સૈનિક મથકો પર થયેલા ડ્રોન હુમલાના જવાબમાં બોકો હરામના 50થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેના પ્રવક્તા સાની ઉબાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓએ ગુરુવારે વહેલી સવારે બોર્નો અને યોબે રાજ્યોમાં સ્થિત સૈનિક મથકો પર એકસાથે અનેક હુમલા કર્યા હતા. સેનાએ અન્ય આતંકવાદીઓને ઠાર મારવા માટે અભિયાન શરૂ […]

ઓનલાઇન ગેમિંગ અને સટ્ટાબાજી પ્લેટફોર્મ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકાય? સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે શું દેશમાં ચાલતા ઓનલાઇન ગેમિંગ અને સટ્ટાબાજી (બેટિંગ) પ્લેટફોર્મ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો શક્ય છે? આ મામલે દાખલ જાહેર હિત અરજી (PIL)માં આરોપ મૂકવામાં આવ્યો છે કે અનેક જુગાર અને સટ્ટાબાજીના વેબપોર્ટલ્સ “સોશિયલ ગેમ” અથવા “ઈ-સ્પોર્ટ્સ ગેમ”ના નામે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે. ન્યાયમૂર્તિ જે.બી. પારદીવાલા […]

દિલ્હીમાં ISIS મોડ્યુઅલનો પર્દાફાશ, બે આતંકવાદીઓની ધરપકડ

આતંકવાદીઓ ફિદાઈન હુમલાની તાલીમ રહી રહ્યાં હતા પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન દિલ્હી પોલીસે આઈએસઆઈએસ મોડ્યુઅલનો પર્દાફાશ કર્યો છે. તેમજ સ્પેશિયલ સેલના બે આતંકવાદીઓને ઝડપી લીધા હતા. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ […]

આંધ્રપ્રદેશના કર્નૂલ જિલ્લામાં બસ દુર્ઘટનામાં 20 મુસાફરો જીવતા ભુંજાયા, રાષ્ટ્રપતિ અને PM મોદીએ વ્યક્ત કર્યો શોક

કર્નૂલ: આંધ્રપ્રદેશના કર્નૂલ જિલ્લાના ચિન્નાતેકુર નજીક એક ખાનગી બસ અને બાઇક વચ્ચે થયેલી ભીષણ ટક્કર બાદ બસમાં આગ લાગતાં 20 લોકો જીવતા ભૂજાયાં હતા. જ્યારે 21 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મૃતકોમાં બાઇક સવાર વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ, હૈદરાબાદ તરફ જઈ રહેલી બસ સવારે […]

પ્રખર શિક્ષણવિદ ડૉ. હિતેશકુમાર વી. પંડ્યા દ્વારા રચિત ચિત્રોનું પ્રદર્શન અમદાવાદમાં યોજાશે

અમદાવાદ: ગુજરાતના અગ્રણી શિક્ષણવિદ અને જાણીતા ગણિતજ્ઞ ડૉ. હિતેશકુમાર વી. પંડ્યા દ્વારા દોરવામાં આવેલ વિવિધ પ્રકારના 100થી વધુ ચિત્રોનું વિશાળ પ્રદર્શન અમદાવાદ શહેરમાં યોજાઈ રહ્યું છે. આ પ્રદર્શન કળાપ્રેમી અને શિક્ષણજગત માટે એક અનોખો સાંસ્કૃતિક આનંદ આપનાર કાર્યક્રમ બનશે. આ પ્રદર્શન તા. 24થી 26મી ઓક્ટોબર 2025 સુધી સાંજના 4થી 8 કલાક સીધી અમદાવાદના હઠીસિંગ વિઝ્યુઅલ […]

ચૂંટણી પંચે મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારા-SIR માટે તૈયારી કરવા નિર્દેશ આપ્યો

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારા માટે તૈયારી કરવા નિર્દેશ આપ્યો છે. નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓની બે દિવસીય પરિષદનું સમાપન થયું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી આ પરિષદમાં ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી પણ હજાર રહ્યા હતા. વિશેષ […]

ચેન્નાઈના કિનારે એક ગંભીર પર્યાવરણીય સમસ્યા ઉભરી, માછીમારોની આજીવિકા જોખમાઈ

ચેન્નાઈઃ તમિલનાડુમાં ઉત્તરપૂર્વીય ચોમાસાની શરૂઆત સાથે, ચેન્નાઈના કિનારે એક ગંભીર પર્યાવરણીય સમસ્યા ઉભરી આવી છે, જેનાથી માછીમારોની આજીવિકા જોખમાઈ રહી છે. સેમ્બરમ્બક્કમ તળાવ તેના મહત્તમ જળસ્તર પર પહોંચ્યા પછી, વધારાનું પાણી કુમ નદીમાં છોડવામાં આવ્યું. આ પાણી નદીમાં સંચિત રાસાયણિક કચરાને ધોઈ નાખે છે અને પટ્ટીનપ્પક્કમ નજીક સમુદ્રમાં વહી જાય છે. પરિણામે, પટ્ટીનપ્પક્કમથી શ્રીનિવાસપુરમ સુધીના […]

પ્રથમ વખત બરફ ચિત્તા સર્વેક્ષણમાં ભારતીય હિમાલયમાં 718 બરફ ચિત્તા નોંધાયા

નવી દિલ્હીઃ ભારતે ‘#23for23’ નામની એક અનોખી પહેલ સાથે આંતરરાષ્ટ્રીય હિમ ચિત્તા દિવસની ઉજવણી કરી, જેમાં દેશભરના લોકોને બરફ ચિત્તા અને તેમના નિવાસસ્થાન સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે 23 મિનિટ માટે શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઉજવણીનું નેતૃત્વ કર્યું અને આ સર્જનાત્મક જાગૃતિ અભિયાનમાં […]

ડૉ. એસ. જયશંકર આસિયાન સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

નવી દિલ્હીઃ 20મી પૂર્વ એશિયા સમિટ મલેશિયામાં યોજાઈ રહી છે. જોકે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટમાં હાજરી આપવા માટે મલેશિયા જશે નહીં, પરંતુ વર્ચ્યુઅલી ભાગ લેશે. દરમિયાન, વિદેશ મંત્રી એસ. જયશંકર કુઆલાલંપુરમાં આસિયાન સમિટમાં મોદી સરકારનું પ્રતિનિધિત્વ કરશે.  વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આસિયાન નેતાઓ સંયુક્ત રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code