1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારત મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનું વૈશ્વિક હબ બન્યું, 25 લાખ રોજગારીનું સર્જન

ભારત એક દાયકામાં ઉત્પાદનમાં છ ગણા વધારા સાથે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનું વૈશ્વિક હબ બની ગયું છે, જેણે 25 લાખથી વધુ રોજગારીનું સર્જન કર્યું છે. PLI અને SPECS જેવી મજબૂત સરકારી નીતિઓના સમર્થનથી, ભારત 2030-31 સુધીમાં $500 બિલિયનનું ઘરેલુ ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ પ્રયાસો ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં એક મહત્ત્વપૂર્ણ ખેલાડી તરીકે […]

તમારા ફોનમાં પણ ‘કચરો’ ભરાય છે તો સમયસર સાફ ન કરો તો ધીમી પડી શકે છે ફોનની સ્પીડ

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો અગત્યનો ભાગ બની ગયો છે, પરંતુ શું તમે જાણો છો કે તમારા ફોનમાં પણ ધીમે ધીમે કચરો (જંક ડેટા) એકઠો થતો જાય છે? જો આ કચરો સમયસર દૂર ન કરવામાં આવે, તો ફોનની સ્પીડ અને પરફોર્મન્સ પર સીધો અસર પડે છે. Cache Data – એપ્સની ટેમ્પરરી ફાઈલ્સઃ જ્યારે તમે […]

પેડમેન ફિલ્મમાં અક્ષય કુમાર ફિલ્મ નિર્માત્રી ટ્વિંકલ ખન્નાની પ્રથમ પસંદગી ન હતા

અક્ષય કુમાર આજે ભલે જ સમાજિક મુદ્દાઓ પર આધારિત ફિલ્મો માટે જાણીતા હોય, પરંતુ તેમના હોમ પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘પેડમેન’માં કામ કરવું તેમના માટે સહેલું નહોતું. આ ખુલાસો ખુદ અક્ષય કુમારે તેમની પત્ની અને ફિલ્મની નિર્માત્રી ટ્વિંકલ ખન્ના સાથે ચેટ શો ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ દરમિયાન કર્યો હતો. ટ્વિંકલ ખન્નાએ જણાવ્યું કે […]

સ્માર્ટફોન ખરાબ થતા પહેલા આપે છે કેટલાક સંકેત, જાણો સંકેત…

ફોનમાં નાની-મોટી સમસ્યા આવે ત્યારે મોટાભાગના લોકો તેને અવગણતા રહે છે, પરંતુ આવું કરવું જોખમી સાબિત થઈ શકે છે. ઘણા વખત ફોન સંપૂર્ણ રીતે બંધ થવા પહેલા જ કેટલાક સ્પષ્ટ સંકેતો આપતો હોય છે. જો તમે સમયસર આ સંકેતોને ઓળખી લો, તો ફોનને ખરાબ થવાથી બચાવી શકાય છે. કારણ કે એક વાર ફોન સંપૂર્ણ રીતે […]

દ્રૌપદી મુર્મુ કેરળના ચાર દિવસના પ્રવાસે તિરુવનંતપુરમ પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે કેરળના ચાર દિવસના પ્રવાસે તિરુવનંતપુરમ પહોંચ્યા. કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેરકર, મુખ્યમંત્રી પિનરાયી વિજયન અને અન્ય વરિષ્ઠ મહાનુભાવો દ્વારા તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ આવતીકાલે દર્શન માટે સબરીમાલા મંદિરની મુલાકાત લેશે. તેઓ ગુરુવારે કેરળ રાજભવન ખાતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે આર નારાયણનની પ્રતિમાનું અનાવરણ કરશે.

માત્ર પાંચ જ દિવસમાં સિનેમાજગતનાં ત્રણ તારાઓનું નિધન 

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે આ અઠવાડિયું દુઃખ અને ગમથી ભરેલું રહ્યું છે. માત્ર પાંચ દિવસના અંતરમાં સિનેમાના ત્રણ દિગ્ગજ કલાકારો  મધુમતી, પંકજ ધીર અને અસ્રાનીએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. ફિલ્મપ્રેમીઓ અને ચાહકો માટે આ સમાચાર અતિ વ્યથિત કરનારા સાબિત થયા છે, કારણ કે આ ત્રણેયે પોતાના કામથી લાખો દર્શકોના દિલમાં અવિસ્મરણીય છાપ […]

નકવીનો અહંકાર યથાવત, BCCIની ચેતવણી બાદ પણ એશિયા કપ ટ્રોફી આપવાનો ઇનકાર

દુબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવીએ ફરી એકવાર ભારત સામે અડગ વલણ રાખ્યું છે. BCCI તરફથી સ્પષ્ટ ચેતવણી મળ્યા બાદ પણ નકવીએ ટીમ ઈન્ડિયાને એશિયા કપ ટ્રોફી આપવાનો ઇનકાર કર્યો છે. મોહસિન નકવીએ જણાવ્યું છે કે તેઓ ખાસ પ્રેઝન્ટેશન સેરેમનીનું આયોજન કરશે અને તેમાં જો BCCI ઇચ્છે […]

દક્ષિણ વઝીરીસ્તાનમાં પાકિસ્તાની સેના પર TTP નો હુમલો, 25 સૈનિકોના મોત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ફરી આતંકનો સાયો ઘેરાયો છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ પાકિસ્તાની સેના પર થયેલા એક મોટા હુમલાની જવાબદારી લીધી છે. સંગઠને દાવો કર્યો છે કે ખૈબર પખ્તૂનખ્વાના દક્ષિણ વઝીરીસ્તાન વિસ્તારમાં આવેલ પાકિસ્તાની સેનાના એક કેમ્પ પર તેના લડવૈયાઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 25 પાકિસ્તાની સૈનિકો મોતને ભેટ્યા અને 8 ઘાયલ થયા હોવાની માહિતી સામે […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં ઉજવશે નવવર્ષ

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે, બુધવારે ગુજરાતી નવવર્ષના પ્રથમ દિવસે અમદાવાદમાં પોતાના નિવાસસ્થાને લોકો સાથે મુલાકાત કરશે. આ પ્રસંગે તેઓ લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપશે અને સૌને સમૃદ્ધિ તથા સુખાકાંક્ષી શુભકામનાઓ પાઠવશે. દર વર્ષે જેમ તેઓ પરંપરાગત રીતે લોકો સાથે મળી નવવર્ષની શરૂઆત કરે છે, તેમ આ વર્ષે પણ અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો અમિત […]

આસામ : ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી, 18 લોકોને કર્યા દેશનિકાલ

નવી દિલ્હીઃ આસામ સરકારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરી, દેશમાંથી 18 ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે શ્રીભૂમિ જિલ્લામાં આમાંથી 11 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી, બધાને તેમની સંબંધિત સરહદો પર પાછા મોકલી દેવામાં આવ્યા હતા. “આજે સવારે, 18 લોકોને શ્રીભૂમિથી પાછા ધકેલી દેવામાં આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code