સમગ્ર દેશમાં એક વર્ષ સુધી ઉજવાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’
ગાંધીનગર,16 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તાજેતરના ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસની અભૂતપૂર્વ સફળતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલું ‘સોમનાથ સ્વાભિમાન […]


