1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ક્ષત્રિયો સામે પોલીસ દમન બંધ કરો, રાજકોટમાં કમલમ્ ખાતે ક્ષત્રિય આગેવાનોએ કરી રજુઆત

રાજકોટઃ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો વિવાદ હજુ શમ્યો નથી. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પાઘડી કાઢી નાખવાના મુદ્દે તેમજ જામનગરમાં ભાજપના વિરોધમાં કાળા વાવટા બતાવતી ક્ષત્રિય સમાજની મહિલાઓને ઢસડીને પકડવામાં આવી હતી. જેના વિરોધમાં ગુરૂવારે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજની 15 સંસ્થાઓના આગેવાનોએ શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરી […]

NCPના નામે બેન્કમાં એકાઉન્ટ ખોલાવી ડોનેશન ઉઘરાવનારા શખસની સાયબર ક્રાઈમે કરી ધરપકડ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકિય પક્ષો ચૂંટણી પ્રચારના કામે લાગી ગયા છે. ત્યારે પાર્ટીના નામે બેન્કમાં ફેક એકાઉન્ટ ખોલીને લોકો પાસેથી ફંડ ઉઘરાવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નામે બંધન બેન્કમાં એકાઉન્ટ ખોલાવીને તેની વિગતો સોશિયલ મીડિયા પર વહેતી કરી પાર્ટીના નામે ડોનેશન લેવાતું હોવાની જાણ થતાં એનસીપીના ખજાનચીએ […]

ગુજરાત સરકારે જારી કર્યો પરિપત્ર, હવે હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા પણ મંજુરી લેવી પડશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ધર્મ પરિવર્તન સામે કડક કાયદો બનેલો છે. ધર્મ પરિવર્તન માટે જિલ્લા મેજિસ્ટેટ યાને કલેક્ટરની મંજુરી જરૂરી છે. બળજબરીથી તો ધર્મ પરિવર્તન કરાતું નથી ને તેની ખાસ તપાસ કર્યા બાદ જ મંજુરી આપવામાં આવતી હોય છે. જો કે હિન્દુમાંથી બોદ્ધ ધર્મમાં પરિવર્તન કરાતું હોવા છતાં તેની મંજુરી લેવામાં આવતી નથી. આવી ફરિયાદો મળ્યા બાદ […]

તુવેરદાળનો પુરતો જથ્થો ન ફાળવતા રેશનિગના દુકાનદારોને રોજ ગ્રાહકો સાથે થતી માથાકૂટ,

અમદાવાદઃ રાજયભરમાં પુરવઠા તંત્ર દ્વારા છેલ્લા ઘણાં સમયથી રેશનકાર્ડ ધારકોને રાહતદરે તુવેરદાળની ફાળવણી કરવામાં આવે છે. જો કે કેટલાક સમયથી તુવેરદાળની ફાળવણીમાં સતત અનિયમિતતા જોવા મળી રહી છે. તંત્રવાહકો દ્વારા વેપારીઓને પુરતા પ્રમાણમાં તુવેરદાળનો જથ્થો ફાળવવામાં આવતો નથી. જેના કારણે વારંવાર વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે અવાર-નવાર માથાકૂટ થઈ રહી છે. તુવેરદાળનો અપુરતો મોકલાતો હોવાથી રેશનિંગના […]

ગુજરાતમાં માવઠાની આગાહી છે, તે પહેલા બનાસકાંઠા અને દાહોદમાં ભારે પવન સાથે કરાં પડ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે શનિવારથી સોમવાર સુધી એટલે કે, 13મીથી 15મી એપ્રિલ દરમિયાન 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે બુધવારે દાહોદ અને બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદના ઝાપટાં તેમજ કેટલાક વિસ્તારમાં કરાં પડ્યા હતા. દાહોદ શહેર અને ઝાલોદ પંથકમાં સાંજના સમયે આકરા તાપ વચ્ચે ભારે પવન અને […]

ગાંધીનગર જિલ્લામાં ઉનાળું પાકના વાવેતરમાં 5294 હેકટરનો વધારો, દહેગામમાં સૌથી વધુ વાવેતર

ગાંધીનગરઃ જિલ્લામાં ઉનાળું વાવેતરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળુ વાવેતરમાં 5194 હેક્ટરનો વધારો થયો છે. જેમાં બાજરી, શાકભાજી, ઘાસચારો, તલ અને મગ સહિતના પાકના વાવેતરમાં વધારો થયો છે. જોકે જિલ્લાના ચારેય તાલુકામાંથી સૌથી વધુ વાવેતર દહેગામ તાલુકામાંથી 10117 હેક્ટરમાં અને ઓછું કલોલ તાલુકામાં 3694 હેક્ટરમાં કરવામાં આવ્યું […]

પીપાવાવ- ઘોઘા- મુંબઈ વચ્ચે રો-પેક્સ ફેરી સેવા શરૂ કરાશે, માત્ર 7 કલાકમાં મુંબઈ પહોંચી શકાશે

ભાવનગરઃ ઘોઘા-હજીરા વચ્ચે જળમાર્ગે રો-રો ફેરી સેવા ચાલી રહી છે. અને ઘોઘાથી સુરત ગણતરીના કલાકમાં પહોંચાતુ હોવાથી આ સેવાને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે પીપાવાવ-ઘોઘા-મુંબઈ વચ્ચે રો-પેક્સ ફેરી સેવા શરૂ કરાશે. આ સેવા શરૂ થતાં જ પીપાવાવથી મુંબઈ માત્ર સાત કલાકમાં પહોંચી શકાશે. પીપાવાવ આસપાસ મોટા ઉદ્યોગો આવેલા છે. માલવાહક વાહનોને મુંબઈ પહોંચતાં 14 […]

ધોરણ1થી 12માં શાળા છોડી દેનારા દોઢ લાખ વિદ્યાર્થીઓને ફરી ભણાવાશે, સરકાર દ્વારા સર્વે કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 1થી 12માં ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે. કોઈ કારણોસર બાળકો શાળાઓમાં પ્રવેશ મેળવ્યા બાદ શાળા છોડી દેતા હોય છે. એક અંદાજ મુજબ રાજ્યમાં લગભગ દોઢ લાખ બાળકોએ શાળાઓમાં શિક્ષણ લેવાનું બંધ કર્યું છે. પરિવાર આર્થિક સ્થિતિ કે વાલીઓના સ્થળાંતરને લીધે પણ બાળકો શાળાઓ છોડવા મજબુર બન્યા હોય આવા બાળકોને શોધીને તેમને […]

આરટીઈનો પ્રથમ રાઉન્ડ સોમવારે જાહેર થશે, ફાળવેલી શાળામાં 5 દિવસમાં પ્રવેશ લઈ લેવો પડશે

રાજકોટઃ રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે. RTE હેઠળ પ્રવેશ મેળવનારા બાળકોને ખાનગી શાળાઓમાં ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હોય છે. રાજકોટ શહેરમાં RTE હેઠળ ધો.1માં પ્રવેશ લેવા માટે ફોર્મ ભરાયા હતા જેનો પ્રથમ રાઉન્ડ તારીખ 15 એપ્રિલને સોમવારે જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને […]

રાજકોટ યાર્ડમાં રવિપાકની ધૂમ આવક, યાર્ડ બહાર 8 કિમી સુધી વાહનોની લાગી લાંબી લાઈનો

રાજકોટઃ સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા બેડી માર્કેટ યાર્ડ રવિ ફસલની ધૂમ આવક થઈ રહી છે. આમ તો રવિ સીઝન પૂર્ણ થઈ ગઈ છે. ખેડુતો ઘઉં, ચણા, મગફળી, એરંડા સહિત માલ વેચવા માટે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી આવી રહ્યા છે. બેડી યાર્ડ બહાર 8 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો જોવા મળી હતી. જેને પગલે યાર્ડનાં સત્તાધીશો દ્વારા કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code