1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. NCPના નામે બેન્કમાં એકાઉન્ટ ખોલાવી ડોનેશન ઉઘરાવનારા શખસની સાયબર ક્રાઈમે કરી ધરપકડ
NCPના નામે બેન્કમાં એકાઉન્ટ ખોલાવી ડોનેશન ઉઘરાવનારા શખસની સાયબર ક્રાઈમે કરી ધરપકડ

NCPના નામે બેન્કમાં એકાઉન્ટ ખોલાવી ડોનેશન ઉઘરાવનારા શખસની સાયબર ક્રાઈમે કરી ધરપકડ

0
Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકિય પક્ષો ચૂંટણી પ્રચારના કામે લાગી ગયા છે. ત્યારે પાર્ટીના નામે બેન્કમાં ફેક એકાઉન્ટ ખોલીને લોકો પાસેથી ફંડ ઉઘરાવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નામે બંધન બેન્કમાં એકાઉન્ટ ખોલાવીને તેની વિગતો સોશિયલ મીડિયા પર વહેતી કરી પાર્ટીના નામે ડોનેશન લેવાતું હોવાની જાણ થતાં એનસીપીના ખજાનચીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે એનસીપીના નામે બેંકમાં એકાઉન્ટ ખોલાવીને સોશિયલ મીડિયા પર તેનો પ્રચાર કરી પૈસા પડાવતા આમીર શેખ નામના આરોપીની ધરપકડ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ  નેશનલ કોંગ્રેસ પાર્ટીના નામે આરોપી આમિર શેખ લોકો પાસેથી ઓનલાઈન ફંડ મેળવતો હતો. આરોપીએ સોશિયલ મીડિયામાં વિવિધ જાહેરાતો કરી રાજકીય પક્ષના નામે ફંડ ઉઘરાવ્યું હતું. ફંડ મેળવ્યા બાદ આરોપી લોકોને નકલી રીસીપ્ટ પણ આપતો હતો. એમસીપીના  ખજાનચી તરીકે હેમાંગ શાહ અમદાવાદમાં મંગલમૂર્તિ કોમ્પલેક્ષમાં પાર્ટીની મુખ્ય ઓફિસ ધરાવે છે. તેમણે કાર્યકર્તાઓ દ્વારા જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્યો શખસ પાર્ટીના નામે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડોનેશન લઈ રહ્યો છે. તેમજ ડોનેશનના બદલામાં પાર્ટીની ખોટી રીસીપ્ટ પણ આપી રહ્યો છે. આ સમગ્ર મામલો ધ્યાને આવતા જ એનસીપીના ખજાનચી હેમાંગ શાહ દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી આમિર શેખે રાજકીય પક્ષના નામે ફાળો અને દાન ઉઘરાવાની મોડસ ઓપરેન્ડી અપનાવીને મોટી રકમની ઓનલાઈન ઠગાઈ આચરી છે. આરોપીએ બેન્કમાં એકાઉન્ટ ખોલાવીને તેનું નામ એનસીપી  રાખ્યું હતું. આ બેન્ક એકાઉન્ટમાં ડોનેશન મેળવીને NCP પાર્ટીની બનાવટી ડોનેશન રીસીપ્ટ પણ મોકલી આપતો હતો. આ બેન્ક એકાઉન્ટ ધારક તથા તેનું સંચાલન કરનારા ઈસમો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ પાર્ટીના ખજાનચી હેમાંગ શાહે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ફરિયાદને પગલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે 33 વર્ષીય આરોપી આમિર શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code