1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમેરિકાની સરખામણીએ યુરોપિયનો ઇ-વાહનો અપનાવવામાં વધુ ખચકાટ અનુભવે છે

થોડા વર્ષો પહેલા સુધી, એવું લાગતું હતું કે ઇલેક્ટ્રિક વાહનો (EVs) ભવિષ્યમાં સૌથી મોટો પરિવહન ઉકેલ હશે. ખાસ કરીને યુરોપને EV ક્રાંતિનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવતું હતું. પરંતુ છેલ્લા એક વર્ષમાં, EV વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે. અને સૌથી મોટો ઘટાડો યુરોપમાં જ નોંધાયો છે. શેલ દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલા એક અહેવાલમાં દર્શાવવામાં આવ્યું […]

નેધરલેન્ડ સરકારે બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માતા-પિતાને આપી સલાહ

નેધરલેન્ડ સરકારે માતાપિતાને સલાહ આપી હતી કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપે. બાળકોમાં માનસિક અને શારીરિક સમસ્યાઓના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ ભલામણ કરવામાં આવી છે, જેમાં ગભરાટ ભર્યા હુમલાઓ, હતાશા અને ઊંઘની સમસ્યાઓનો સમાવેશ થાય છે. નેધરલેન્ડ આરોગ્ય મંત્રાલયે માતાપિતાને બાળકોના […]

આ સફેદ વસ્તુ તમારા વાળને લાંબા બનાવશે, આ રીતે ઉપયોગ કરો

શું તમે લાંબા, જાડા અને ચમકદાર વાળ મેળવવાની ઈચ્છામાં મોંઘા શેમ્પૂ અને સીરમ અજમાવ્યા છે, પરંતુ ઇચ્છિત પરિણામ મળ્યું નથી? તો હવે ઘરમાં હાજર સફેદ વસ્તુ પર વિશ્વાસ કરવાનો સમય છે, દહીં જે દરરોજ તમારા ભોજનની થાળીમાં હાજર રહે છે, તે તમારા વાળ માટે પણ અજાયબીઓ કરી શકે છે. પ્રાચીન ઘરેલું ઉપચારમાં, દહીંને વાળની મજબૂતી […]

દરરોજ પુશઅપ્સ કરવાથી વજન ઘટશે અને ઘણા સ્વાસ્થ્ય લાભ થશે

શું તમે વજન ઘટાડવા માટે આખો દિવસ ડાયેટ ચાર્ટ અને કેલરી કાઉન્ટિંગમાં વ્યસ્ત રહો છો? શું તમારી પાસે જિમ મેમ્બરશિપ છે છતાં પણ ત્યાં જવા માટે સમય નથી મળી શકતો? જો હા, તો તમારા માટે એક સરળ, મફત અને ખૂબ જ અસરકારક ઉપાય છે. પુશઅપ્સ એક એવી કસરત છે જે તમે ગમે ત્યાં કરી શકો […]

અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ લઈ જતી ટ્રકને પણ નડ્યો અકસ્માત

શાહીબાગ ડફનાળા નજીક પ્લેનની ટેલ ઝાડમાં ફસાઈ ગઈ, ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધી રસ્તો બંધ કરવો પડ્યો, રોડ બંધ કરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા અમદાવાદઃ શહેરમાં ગઈ તા. 12મી જુનના રોજ એરપોર્ટ નજીક બીજે મેડિકલ કોલેજના કેમ્પસમાં આવેલી મેડિકલના વિદ્યાર્થીઓ માટેની મેસના બિલ્ડિંગ સાથે એર ઈન્ડિયાનું લંડન જતુ વિમાન ક્રેશ થયું હતું, ક્રેશ થયેલા AI 171 […]

હિંમતનગરમાં નેશનલ હાઈવે પરના સર્વિસ રોડની દૂર્દશાથી વાહનચાલકો પરેશાન

નેશનલ હાઈવે પર જવા માટે લોકોને સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડે છે, હિંમતનગરના મોતીપુરાથી સહકારી જીન સુધીનો સર્વિસ રોડ બિસ્માર હાલત, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી હિંમતનગરઃ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયુ હોવા છતાંયે બ્રિજ વાહન વ્યવહાર માટે ચાલુ કરવામાં આવ્યો નથી. બીજી બાજુ બ્રિજ નજીકનો […]

મહેસાણાના જોટાણામાં જીએસટીના નકલી ત્રણ અધિકારી તોડ કરતા પકડાયા

દુકાનદારને ધમકી આપી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી, દુકાનદારને શંકા જતાં પોલીસનો સંપર્ક કર્યો હતો, ત્રણેય નકલી GST અધિકારીઓ સામે ગુનો નોંધાયો મહોસાણાઃ જિલ્લાના જોટાણામાં જીએસટીના અધિકારીઓના સ્વાંગમાં આવેલા ત્રણ શખસોએ વેપારીને ધમકાવીને 5 લાખ રૂપિયાની માગણી કરી હતી. પણ દૂકાનદાર વેપારીને શંકા જતા તેને પોલીસને જાણ કરી હતી. પોલીસે પહોંચીને ત્રણેય શખસોને પૂછતાછ […]

અમદાવાદથી 10 કિમી દુર રહેતા લોકોએ વાહન ખરીદતી વખતે મ્યુનિનો વેરો ભરવો પડશે

અમદાવાદ શહેરથી 10 કિ.મી. વિસ્તારમાં વસતા લોકોને આ નિયમો લાગુ થશે, મ્યુનિના વાહનવેરાથી બચવા કેટલાક લોકો નજીકના ગામમાં રહેતા હોવાના પુરાવા આપતા હોય છે. અમદાવાદઃ શહેરની આસપાસના 10 કિમીના અંતરે આવેલા ગામના લોકોએ પણ હવે અમદાવાદ મ્યુનિનો વ્હીકલટેક્સ ભરવો પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વાહનના ટેક્સ મામલે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં […]

ગિરનાર પર્વત પર 36 કિલોમીટર લાંબા પર્વતીય રૂટ પર દૂધધારા પરિક્રમાનો પ્રારંભ

છેલ્લા 65 વર્ષથી દૂધધારા પરિક્રમા નિરંતર ચાલી આવે છે, યોગિની એકાદશીના પવિત્ર દિવસે દુધધારા પરિક્રમાનું આયોજન, 36 કિલોમીટરના માર્ગે 150 લીટર દૂધનો અભિષેક કરાયો જૂનાગઢઃ  ગિરનાર મહારાજની કૃપા માટે શ્રદ્ધાળુઓએ ભવનાથથી ગિરનારની દુધધારા પરિક્રમાનો આરંભ કર્યો છે. આ પરંપરા 65 વર્ષથી નિરંતર ચાલી આવે છે. જેઠ વદ અગિયારસ એટલે કે યોગિની એકાદશીના પવિત્ર દિવસે દર […]

ભાવનગર જિલ્લામાં વરાપ નિકળતા ખેડૂતોએ વાવણીનો કર્યો પ્રારંભ

ભાવનગર જિલ્લામાં 97,718 હેકટર જમીનમાં વાવણી, ખેડૂતોએ મગફળી સહિત વિવિધ પાકોનું વાવેતર શરૂ કર્યું, જિલ્લામાં સૌથી વધુ 45,339 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું ભાવનગરઃ  જિલ્લામાં આ વખતે ધોધમાર વરસાદ પડ્યા બાદ છેલ્લા બે દિવસથી વરાપ નિકળતા ખેડૂતોએ વાવણી કાર્યનો પ્રારંભ કર્યો છે.  જિલ્લામાં 19 જૂન સુધીમાં 97,718 હેકટર જમીનમાં વાવતરનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code