1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં રાત્રે અંબિકા એસ્ટેટમાં લાગેલી આગમાં બે શ્રમિકો ઊંઘમાં જ ભડથું થઈ ગયા

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026:   શહેરના નરોડા રોડ પર મેમ્કો બ્રિજ નીચે આવેલા અંબિકા એસ્ટેટમાં ઘરઘંટી બનાવતી એક કંપનીમાં ગઈ રાત્રે આગ લાગતા ફાયર ફાયટરો દોડી ગયા હતા. કંપનીમાં લાકડાના સામાનની સાથે પ્લાયવૂડ હોવાથી ગણતરીની મિનીટોમાં જ આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતું. અને આગ જોતજોતામાં બિલ્ડિંગના ત્રણ માળ સુધી પ્રસરી ગઇ હતી. આગ એટલી ઝડપથી ફેલાઇ […]

ઉત્તરાણના દિવસે પવનની ઝડપ સરેરાશ પ્રતિ કલાક 5 કિમી રહેવાની શક્યતા

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં અમદાવાદ સહિત તમામ મહાનગરો અને નાના શહેરોમાં પણ ઉત્તરાણનું પર્વ ભારે ઉત્સાહથી મનાવાશે. અને આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે, ઉત્તરાણ પર્વના આગમનને હવે એક જ દિવસ બાકી છે, ત્યારે રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ આ વખતે ઉત્તરાણ અને વાસી ઉત્તરાણે પવન પતંગરસિયાઓ માટે સાનુકૂળ રહેશે. અને પતંગરસિયાઓ મનભરીને પતંગોત્સવની મોજ […]

નરેન્દ્ર મોદીઅને જર્મનીના ચાન્સલર વચ્ચે દ્વીપક્ષીય બેઠક યોજાઈ, મહત્વના કરાર થયાં

અમદાવાદ, 12 જાન્યુઆરી, 2026: ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર ફ્રેડિરક મર્જ વચ્ચે પાટનગર ગાંધીનીગરમાં દ્રીપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત-જર્મની નજીકના સહયોગી છે. એટલા માટે જ આજે ભારતમાં 2000 કરતા વધારે જર્મન કંપની કાર્યરત છે. આ જર્મનીની ભારત પ્રત્યેની અતૂટ વિશ્વાસ દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર […]

પતિની મદદથી પોલીસ અધિકારી બનેલી પત્ની હવે છૂટાછેડા માગે છેઃ કેમ?

ભોપાલ, 12 જાન્યુઆરી, 2026 – પતિ તરફથી તમામ મદદ મેળવીને પોલીસ અધિકારી બનેલી પત્નીને હવે તેના પતિની કામગીરી, તેનો પહેરવેશ અને સામાજિક દરજ્જો પસંદ નથી. અને એ કારણે એ પત્નીએ તેના પૂજારી પતિથી છૂટાછેડા માટે અરજી દાખલ કરી દીધી છે. મીડિયા અહેવાલો અનુસાર, ભોપાલના એક મંદિરના પૂજારીએ પોતાની જીવનભરની બચત પત્નીને પોલીસ અધિકારી બનાવવા ખર્ચી […]

ડોનાલ્ડ ટ્રમ્પ હવે વેનેઝુએલાના કાર્યકારી પ્રેસિડેન્ટ?

વોશિંગ્ટન, 12 જાન્યુઆરી 2026: પોતાની અતરંગી અને આક્રમક શૈલી માટે જાણીતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. ટ્રમ્પે વિકિપીડિયા પેજની એક એડિટ કરેલી તસવીર શેર કરી છે, જેમાં તેમને ‘વેનેઝુએલાના એક્ટિંગ પ્રેસિડેન્ટ’ (કાર્યકારી રાષ્ટ્રપતિ) તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ફોટોમાં તેમનો કાર્યકાળ જાન્યુઆરી 2026 સુધીનો બતાવવામાં આવ્યો છે. […]

કાતિલ ઠંડી-ગાઢ ધુમ્મસની ઝપેટમાં ઉત્તર ભારત: જનજીવન ખોરવાયું

નવી દિલ્હી, 12 જાન્યુઆરી 2026: પહાડી રાજ્યોમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારત અત્યારે ‘કોલ્ડ સ્ટોરેજ’માં ફેરવાઈ ગયું છે. મેદાની વિસ્તારોમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાજસ્થાનના ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 2 ડિગ્રી નોંધાતા બરફની ચાદર છવાઈ ગઈ છે, જ્યારે ઉત્તરાખંડના ઉચ્ચ પહાડી વિસ્તારોમાં તાપમાન માઈનસ 16 ડિગ્રી સુધી […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ વર્ષની ઉત્તરાયણ ક્યાં-ક્યાં ઉજવશે? જાણો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું ગુજરાતમાં ત્રણ દિવસ રોકાણ, જાણો વિગતવાર કાર્યક્રમ અમદાવાદ, 12 જાન્યુઆરી, 2026 – Union Home Minister Amit Shah કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. 13 – 14 અને 15 જાન્યુઆરી દરમિયાન તેઓ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમોમાં હાજરી આપશે. ગુજરાત ભાજપ દ્વારા […]

ISRO ના મિશન અન્વેષાને ઝટકો: લોન્ચિંગના ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ

શ્રીહરિકોટા, 12 જાન્યુઆરી 2026: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) માટે વર્ષ 2026 ની શરૂઆત આઘાતજનક રહી છે. સોમવાર, 12 જાન્યુઆરીના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવેલું PSLV C-62 મિશન અંતિમ ક્ષણોમાં મળેલી ટેકનિકલ ક્ષતિને કારણે નિષ્ફળ રહ્યું છે. આ મિશન દ્વારા ભારતનો અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-N1 (અન્વેષા) અવકાશમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ ત્રીજા તબક્કાના અંતે […]

હિમાચલપ્રદેશઃ અર્કી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ, 8 વ્યક્તિના મોતની આશંકા

નવી દિલ્હી, 12 જાન્યુઆરી 2026: હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં આવેલા અર્કી બજાર વિસ્તારમાં મધ્ય રાત્રિ બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ ભિષણ આગ લાગી હતી. આગ છથી વધુ મકાનો અને કેટલીક દુકાનોમાં પ્રસરી હતી. આ દૂર્ઘટનામાં આઠ વ્યક્તિના મોતની આશંકા વ્યક્ત થઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. એક પછી […]

ઈરાનમાં દેખાવો વચ્ચે રાજકુમાર પહલવીની દેશવાસીઓને ખાસ અપીલ

તહેરાન, 12 જાન્યુઆરી 2026: સુરક્ષા કારણોસર અજ્ઞાત સ્થળે રહેતા ઈરાનના નિર્વાસિત રાજકુમાર રેજા પહલવીએ આજે ​​સવારે એક્સ પર જારી કરેલા સંદેશમાં, દેશવાસીઓને રસ્તાઓ પર રહેવાની અપીલ કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પ્રદર્શનકારીઓ જીતશે અને તેઓ ટૂંક સમયમાં બધાની સામે આવશે. નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રેજાએ લખ્યું, “મારા દેશવાસીઓ, સતત ત્રીજી રાત સુધી ઈરાનમાં રસ્તાઓ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code