1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દિલ્હી-NCRમાં ફરી ધરા ધ્રૂજી: સોનીપતમાં ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: હરિયાણાના સોનીપત અને દિલ્હીને અડીને આવેલા વિસ્તારોમાં સોમવારે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્ર નોર્થ દિલ્હીમાં જમીનની સપાટીથી માત્ર 5 કિલોમીટર નીચે નોંધાયું હતું. સવારે 8.44 વાગ્યે અચાનક ધરતી ધ્રૂજવા લાગતા ઘણા લોકો ભયના કારણે પોતાના […]

સ્પેનઃ બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર, 21ના મોત

મેડ્રિડ, 19 જાન્યુઆરી 2026 : સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલા કોર્ડોબા શહેર પાસે સોમવારે એક કાળમુખી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ ભયાનક અકસ્માતમાં 70થી વધુ મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી ૩૦ની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. […]

ચિલીના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળતા 18ના મોત

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: ચિલીમાં દક્ષિણ અને મધ્યના વિસ્તારોના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળવાથી 18ના મોત થયા છે. જ્યારે 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. ચિલીના રાષ્ટ્રપ્રમુખ ગેબ્રિયલ બોરિકે દેશના મધ્ય બાયોબાયો અને ન્યુબલ પ્રદેશમાં આપત્તિજનક સ્થિતિ જાહેર કરી છે. આગથી જંગલની જમીનનો નાશ થયો છે અને લગભગ ત્રણ હજાર ઘરો જોખમમાં મુકાયા […]

પ્રાકૃતિક ખેતી જ ભાવી પેઢીના સ્વસ્થ ભવિષ્યની સાચી દિશા છે: રાજ્યપાલ

ગોબર આધારિત સ્વચ્છ ઊર્જાને નવી દિશા આપતો બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ શરૂ કરાયો   પાલનપુર, 19 જાન્યુઆરી 2026: બનાસકાંઠાના વિકાસમાં એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાતાં વડગામ તાલુકાના ભૂખલા ખાતે બનાસ ડેરી દ્વારા  સ્થપાયેલ બનાસ બાયો-સીએનજી- બનાસ મોડેલ પ્લાન્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તકતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લઈને વેસ્ટેજ […]

સુરતના દરિયામાં હોડી સ્પર્ધામાં ત્રણ બોટ પલટી, નાવિકોનો બચાવ

સુરત, 19 જાન્યુઆરી 2026:  શહેર નજીક દરિયામાં હોડી સ્પર્ધાનું આયોજન યોજાઈ હતી. શહેરના હજીરા રો-રો ફેરી (એસ્સાર જેટી) થી મગદલ્લા પોર્ટ સુધી 21 કિમીની સઢવાળી હોડી સ્પર્ધા દરમિયાન ત્રણ હોડી અચાનક પલટી જતા અફડા-તફડી મચી ગઈ હતી. જોકે તંત્ર અને અન્ય નાવિકો દ્વારા ત્વરિત બચાવ કામગીરી હાથ ધરીને તમામ નાવિકોને બચાવી લેવામાં આવ્યા હતા. ગુજરાત […]

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટાને લીધે આંબાઓ પર આમ્રમંજરી કાળી પડી

 નવસારી, 19 જાન્યુઆરી 2026:  દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણને લીધે આંબાઓ પર બેઠેલા મોર કાળા પડી રહ્યા છે. તેને લીધે કેસર કેરીના ઉત્પાદનમાં ફટકો પડે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ વર્ષે પણ લાંબા ચોમાસા બાદ હવે વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ દક્ષિણ ગુજરાતના, ખાસ કરીને નવસારીના આંબાવાડીઓ ધરાવતા ખેડૂતોની ઊંઘ હરામ કરી […]

વસુધૈવ કુટુંબકમ 4.0માં ત્રીજા દિવસે વ્યાપક વિચાર-વિમર્શઃ વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો

મુંબઈ, 18 જાન્યુઆરી, 2026: Vasudhaiva Kutumbakam 4.0 ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજિત ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર‘ કોન્ક્લેવ અને પ્રદર્શનનો ત્રીજો દિવસ ઘણો નોંધપાત્ર રહ્યો. કાયદા ક્ષેત્રના નિષ્ણાતોએ કાયદાકીય ચર્ચા કરી તે ઉપરાંત વિદ્યાર્થી કેન્દ્રિત પ્રવૃત્તિઓમાં પણ યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા. સાથે જાહેર ચર્ચાના મંચ પર ઉપસ્થિત લોકોની સક્રિય ભાગીદારી જોવા મળી. ‘વસુધૈવ કુટુમ્બકમ’ પ્રદર્શન આખો દિવસ ખુલ્લું […]

માળિયા તાલુકામાં ખેતીની જમીનમાં વળતર ચુકવ્યા વિના વીજ પોલ નાંખવા સામે વિરોધ

મોરબી,18 જાન્યઆરી 2026:  જિલ્લાના માળિયા તાલુકામાં ખેડૂતોને વળતર ચુકવ્યા વિના હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની દ્વારા 765 કેવીની વીજ લાઇનના પોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ ભારે વિરોધ કર્યો છે. અને માળિયા નજીક આવેલા રાસંગપર ગામ પાસે ખેડૂતોએ કંડલા-જામનગર હાઈવે ચક્કાજામ કર્યો હતો. લગભગ દોઢ કલાક સુધી હાઈવે બંધ રહેતા ટ્રક સહિતના વાહનોના થપ્પા લાગી […]

ખેરાળુ હાઈવે પર માડી રાત બાદ બે ડમ્પરો સામસામે અથડાતા બન્ને ચાલકોને ગંભીર ઈજા

મહેસાણા,18 જાન્યઆરી 2026:  જિલ્લાના ખેરાળુ નજીક હાઈવે પર ગત મોડી રાતે બે ડમ્પરો વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને ડમ્પરોના ચાલકોને ગંભીર ઈજા થઈ હતી. બન્ને ડમ્પરો વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને ડમ્પરોના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને 108 એમ્બ્યુલન્સમાં બન્ને ચાલકોને સારવાર […]

વટામણ-તારાપુર હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ લાગી વિકરાળ આગ

આણંદ,18 જાન્યઆરી 2026:  રાજ્યના હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે ત્યારે વટામણ-તારાપુર હાઈવે પર બે ટ્રક વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો.વટામણ-તારાપુર હાઈવે પર આવેલા ફતેપુરા બ્રિજ પર ગત મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં બંને ટ્રકો બળીને ખાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code