1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજકોટમાં મંજુરી વિના લાલો ફિલ્મના પ્રમોશનમાં લોકોની ભીડ થતા પોલીસે ગુનો નોંધ્યો

ફિલ્મના પ્રમોશનમાં ભીડને લીધે એસ્કેલેટર પર બાળકી પટકાતા લોકોએ બચાવી લીધી, મંજુરી લીધા વિના ફિલ્મનું પ્રમોશન કરતા મોલના મેનેજર સામે ગુનો નોંધાયો, મોલના બહારના ભાગમાં જાહેર કાર્યક્રમ યોજતા લોકોની મોટી ભીડ જામી રાજકોટઃ શહેરના ક્રિસ્ટલ મોલમાં મંગળવારે લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ભારે ભીડ જામી હતી. અને એક સમયે ભારે ભીડને […]

સુરતમાં ભાઠે વિસ્તારમાં રખડતા કૂતરાએ બાળક પર કર્યો જીવલેણ હુમલો

બાળકને ઈજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો, બે હિંસક રખડતા શ્વાનોએ 6 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો, શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ છતાંયે મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય સુરતઃ  શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. ડોગ બાઈટના રોજબરોજ બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરના ભાઠેના વિસ્તારમાં છ વર્ષના એક બાળક પર બે રખડતા કૂતરાએ જીવલેણ […]

ઠાસરાના ઉધમતપુરા ગામ નજીક કેનાલ પાસે દીપડાએ હુમલો કરતા ચાર યુવાનો ઘવાયા

ગામના યુવાનોને દીપડો આવ્યાની જાણ થતા તેને જોવા માટે ગયા હતા, દીપડાએ ઝાડીમાંથી આવીને અચાનક હુમલો કરતા કેટલાક યુવાનો કેનાલમાં કૂદી પડ્યા, વન વિભાગે ‎2 પાંજરા મૂકી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી નડિયાદઃ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઉધમતપુરા કેનાલથી જલાનગર જવાના‎ માર્ગ પર દીપડો આવ્યાના વાવડ મળતા ગામના કેટલાક યુવાનો દીપડાને જોવા માટે દોડી ગયા […]

ભાવનગરમાં કાળાનાળા નજીક સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગતા 19 લોકોને રેસ્ક્યુ કરાયાં

સમિત કોમ્પ્લેક્સમાં 4 હોસ્પિટલો હોવાથી આગને લીધે અફડા-તફડી મચી બ્રિગેડ કોલ જાહેર કરીને ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો ભાવનગરઃ  શહેરના કાળાનાળા વિસ્તારમાં કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લાગેલી આગ કોમ્પ્લેક્સના અન્ય ભાગોમાં પ્રસરતા અફડા-તફડી મચી ગઈ હતી. કોમ્પલેક્સમાં 3-4 હોસ્પિટલ આવેલી છે. જેમાં બાળકોની હોસ્પિટલનો પણ […]

બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 5 માઓવાદીઓ ઠાર મરાયા, એક જવાન શહીદ

નવી દિલ્હી: છત્તીસગઢના બીજાપુર-દંતેવાડા સરહદ પર સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં પાંચ માઓવાદીઓ માર્યા ગયાના અહેવાલ છે, અને એક સૈનિક પણ શહીદ થયો છે. એસપી જિતેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર લગભગ બે કલાકથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં પાંચ માઓવાદીઓના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે એક સૈનિક શહીદ […]

બાંગ્લાદેશમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ચાલુ વર્ષે 386 વ્યક્તિના મોત

બાંગ્લાદેશમાં ડેન્ગ્યુનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે, દેશભરમાં ચેપ અને મૃત્યુમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ,  24 કલાકમાં બાંગ્લાદેશમાં આ રોગથી બે લોકોના મોત થયા છે, જેના કારણે 2025માં મચ્છરજન્ય રોગથી મૃત્યુઆંક 386 થયો છે. એમ આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS)ના જણાવ્યા અનુસાર, આ જ સમયગાળા દરમિયાન, 565 વધુ લોકોને વાયરલ તાવથી […]

માસુમ બાળકોની હત્યા કરનારી સાયકો મહિલા કિલર ઝડપાઈ, 4 બાળકોની કરી હતી હત્યા

નવી દિલ્હીઃ પાણીપતમાં 6 વર્ષની બાળકીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે એક મહિલાને ધરપકડ કરી છે, જે અત્યાર સુધીમાં પોતાના પુત્ર સહિત ચાર બાળકોની હત્યા કરી ચૂકી છે. તાજેતરમાં ઈસરાણા વિસ્તારના નવલ્થા ગામમાં 6 વર્ષની બાળકીની હત્યા પણ આ જ મહિલાએ કરી હોવાની તપાસમાં ખૂલ્યું હતું. માહિતી મુજબ, આરોપી મહિલાનું નામ પૂનમ […]

એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા એક્ઝિબિશન ‘ENGIMACH-2025’નો શુભારંભ

ત્રિદિવસીય એક્ઝિબિશનમાં દેશ-વિદેશની અંદાજે ૧,૧૦૦ કંપનીઓ સહભાગી ૦૧ લાખ ચો.મીટર જગ્યામાં યોજાયેલા એક્ઝિબિશનમાં ૧૦,૦૦૦ વધુ ઉત્પાદનોનું પ્રદર્શન એક્ઝિબિશનમાં ‘ઇન્ટરનેશનલ બાયર-સેલર મીટ’નું આયોજન ગાંધીનગર, 3 ડિસેમ્બર, 2025ઃ ENGIMACH-2025 exhibition નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે હેલીપેડ, ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાઈના સૌથી મોટા ૧૭માં ‘ENGIMACH-2025’ ત્રિદિવસીય એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન […]

સંચાર સાથી એપ મારફતે જાસુસી સંભવી નથીઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના “સંચાર સાથી” એપને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં સ્પષ્ટ કર્યું છે કે, આ એપ દ્વારા જાસૂસી કરવી બિલ્કુલ સંભવ નથી. તેમણે જણાવ્યું કે, એપનો હેતુ માત્ર લોકોની સુરક્ષા અને સહાય છે, ન કે તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવી. સિંધિયાએ કહ્યું કે, તાજેતરમાં જ મંત્રાલયે તમામ સ્માર્ટફોન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code