1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં ભાઈબીજના દિને ભાઈઓએ બનેવીને હત્યા કરીને બેનને વિધવા બનાવી

પારિવારિક ઝઘડામાં બનેવીને પાંચમા માળેથી નીચે ફેંકતા મોત, શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પાસે બન્યો બનાવ, પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ  શહેરના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા, સેક્ટર-3 ખાતે એક પારિવારિક ઝઘડામાં ભાઈબીજના દિને જ ભાઈઓએ પોતાના બનેવીને પાંચમા માળેથી નીચે ફેકતા બનેવીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના પિતાએ આક્ષેપ […]

સુરતમાં દારૂની પાર્ટી પર રેડ પાડતા PSI સાથે ઝપાઝપી કરનારા નબીરાની ધરપકડ

પોલીસે અલથાણા વિસ્તારમાં દારૂની પાર્ટી પર રેડ પાડી હતી, ઉદ્યોગપતિના પૂત્રએ પોલીસ સાથે ઉગ્ર ઝપાઝપી કરી હતી, પોલીસે માફીનામુ લખાવીને આરોપીને છોડી મુક્યો, મીડિયાએ હોબાળો મચાવતા પોલીસે ધરપકડ કરી સુરતઃ શહેરના અલથાણા વિસ્તારમાં દારૂની પાર્ટી યોજાય તે પહેલા જ પોલીસે બાતમીને આધારે દરોડો પાડતા ઉદ્યોગપતિના પૂત્રએ પીએસઆઈ સાથે બોલાચાલી બાદ ઝપાઝપી કરી હતી. પોલીસે આરોપી […]

દેશની વસ્તીવિષયક વિશેષતાનો લાભ લેવા માટે મહિલાઓની સક્રિય ભાગીદારી જરૂરી છે: રાષ્ટ્રપતિ

ચેન્નાઈઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે કેરળના એર્નાકુલમમાં સેન્ટ ટેરેસા કોલેજના શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ અવસર પર પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સેન્ટ ટેરેસા કોલેજ ભારતમાં આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે. આ સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણમાં એક મહાન યોગદાન છે. આપણે આ સંસ્થાનું નિર્માણ […]

રોજગાર મેળોઃ લગભગ 51,000થી વધુ નવા નિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરાયું

વડોદરાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રવ્યાપી ‘રોજગાર મેળા’ પહેલના ભાગરૂપે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 51,000થી વધુ નવા નિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. સવારે 10.30 વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ તમામ યુવાનોને સંબોધિત કર્યા હતા અને તેમને ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં કર્મયોગી તરીકેની ભૂમિકા નિભાવવા પ્રેરિત કર્યા હતા. રોજગાર મેળાની આ પહેલ રોજગાર […]

દિવાળી બાદ દિલ્હીની હવા ઝેરી બની, 16 વિસ્તારોમાં “રેડ અલર્ટ”

નવી દિલ્હી: દિવાળી બાદથી દિલ્હી અને NCR વિસ્તારમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) સતત ગંભીર શ્રેણીમાં રહ્યો છે. શુક્રવાર સવારે 6 વાગ્યે 16 વિસ્તારોમાં AQI “રેડ અલર્ટ” સ્તરે નોંધાયો છે. આમાંથી આનંદ વિહારનો AQI સૌથી વધુ (403) નોંધાયો હતો. ધુમ્મસ અને પ્રદૂષણની ગાઢ ચાદરે આખી દિલ્હી આવરી લીધી છે. શિકાગો યુનિવર્સિટીની તાજેતરની AQLI 2025 રિપોર્ટ મુજબ, […]

પાકિસ્તાનમાં તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP) પર ફરી પ્રતિબંધ ફરવાયો

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP)ના હિંસક પ્રદર્શનોથી પરેશાન થયેલી શહબાઝ શરીફ સરકારે સંગઠન પર ફરી પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ આતંકવાદ વિરોધી કાયદા (ATA) 1997 હેઠળ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય તાજેતરમાં થયેલા હિંસક પ્રદર્શન બાદ લેવામાં આવ્યો છે, જેમાં 16 લોકોનાં મોત થયા હતા, જેમાં ઘણા પોલીસકર્મીઓ પણ શામેલ હતા. પ્રધાનમંત્રી શહબાઝ […]

નાઇજીરિયન સેનાએ આતંકવાદી સંગઠન બોકો હરામના 50થી વધુ આતંકવાદીઓ ઠાર માર્યાં

નાઇજીરિયાની સેનાએ દેશના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં આવેલા સૈનિક મથકો પર થયેલા ડ્રોન હુમલાના જવાબમાં બોકો હરામના 50થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેના પ્રવક્તા સાની ઉબાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓએ ગુરુવારે વહેલી સવારે બોર્નો અને યોબે રાજ્યોમાં સ્થિત સૈનિક મથકો પર એકસાથે અનેક હુમલા કર્યા હતા. સેનાએ અન્ય આતંકવાદીઓને ઠાર મારવા માટે અભિયાન શરૂ […]

ઓનલાઇન ગેમિંગ અને સટ્ટાબાજી પ્લેટફોર્મ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકાય? સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે શું દેશમાં ચાલતા ઓનલાઇન ગેમિંગ અને સટ્ટાબાજી (બેટિંગ) પ્લેટફોર્મ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો શક્ય છે? આ મામલે દાખલ જાહેર હિત અરજી (PIL)માં આરોપ મૂકવામાં આવ્યો છે કે અનેક જુગાર અને સટ્ટાબાજીના વેબપોર્ટલ્સ “સોશિયલ ગેમ” અથવા “ઈ-સ્પોર્ટ્સ ગેમ”ના નામે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે. ન્યાયમૂર્તિ જે.બી. પારદીવાલા […]

દિલ્હીમાં ISIS મોડ્યુઅલનો પર્દાફાશ, બે આતંકવાદીઓની ધરપકડ

આતંકવાદીઓ ફિદાઈન હુમલાની તાલીમ રહી રહ્યાં હતા પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન દિલ્હી પોલીસે આઈએસઆઈએસ મોડ્યુઅલનો પર્દાફાશ કર્યો છે. તેમજ સ્પેશિયલ સેલના બે આતંકવાદીઓને ઝડપી લીધા હતા. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ […]

આંધ્રપ્રદેશના કર્નૂલ જિલ્લામાં બસ દુર્ઘટનામાં 20 મુસાફરો જીવતા ભુંજાયા, રાષ્ટ્રપતિ અને PM મોદીએ વ્યક્ત કર્યો શોક

કર્નૂલ: આંધ્રપ્રદેશના કર્નૂલ જિલ્લાના ચિન્નાતેકુર નજીક એક ખાનગી બસ અને બાઇક વચ્ચે થયેલી ભીષણ ટક્કર બાદ બસમાં આગ લાગતાં 20 લોકો જીવતા ભૂજાયાં હતા. જ્યારે 21 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મૃતકોમાં બાઇક સવાર વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ, હૈદરાબાદ તરફ જઈ રહેલી બસ સવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code