1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતની ક્લાઇમેટ એક્શન આપણી સભ્યતાપૂર્ણ પરંપરામાં મૂળ ધરાવે છે: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: ભારતના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા ક્લાઇમેટ ફોરમ 2026માં ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્લાઇમેટ એક્શન ભારતના વિકાસમાં અવરોધ નથી, પરંતુ સમાવિષ્ટ વિકાસને વેગ આપવા, ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા અને ભવિષ્ય માટે તૈયાર અર્થતંત્ર બનાવવા માટે એક વ્યૂહાત્મક તક છે. ગંભીર ચિંતન અને […]

બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી

લંડન, 9 જાન્યુઆરી, 2026 – atrocities against Hindus in Bangladesh બાંગ્લાદેશમાં રોજેરોજ હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અને હત્યાનો મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી રહ્યો છે. આ સંદર્ભમાં બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. રૂઢિચૂસ્ત પક્ષ (કન્ઝર્વેટિવ પાર્ટી)ના સાંસદ પ્રીતિ પટેલે આજે 9 જાન્યુઆરીએ તેમની X પોસ્ટ […]

NIDMS આતંકવાદ સામે આગામી પેઢીનું સુરક્ષા કવચ બનશે: અમિત શાહ

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) ની રાષ્ટ્રીય IED ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ (NIDMS) નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ગુપ્તચર બ્યુરો (IB) ના ડિરેક્ટર, NSG ના ડિરેક્ટર જનરલ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના ડિરેક્ટર જનરલ અને રાજ્યોના […]

મિશન 2036 ઓલિમ્પિક માટે ભારત વૈશ્વિક ફલક પર ચમકવા સજ્જ: માંડવીયા

અમદાવાદ, 9 જાન્યુઆરી 2026:  શહેરના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય રમત ગમત મંત્રી  મનસુખ માંડવીયા અને ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી તથા રમતગમત મંત્રી  હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ગવર્નન્સ કોંકલેવ યોજાઈ હતી. અમદાવાદ ખાતે આયોજિત સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્ક્લેવમાં કેન્દ્રીય રમતગમત મંત્રી  મનસુખ માંડવીયાએ ગુજરાતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના […]

ફિલિપાઇન્સમાં કચરાના ઢગલા ધરાશાયી, 38 લોકો ગુમ

નવી દિલ્હી, 09 જાન્યુઆરી 2026: ફિલિપાઇન્સના સેબુ સિટીમાં એક લેન્ડફિલ સાઇટ પર કચરા અને કાટમાળનો મોટો ઢગલો તૂટી પડ્યો, જેના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ. એક મહિલાનું મોત થયું અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા, જ્યારે 38 લોકો હજુ પણ ગુમ છે. ફિલિપાઇન્સના સેબુ સિટીમાં એક લેન્ડફિલ સાઇટ પર કચરા અને કાટમાળનો એક વિશાળ […]

ઈરાનના સુપ્રીમો ખામેનેઈએ અમેરિકા સામે ઝુકવાનો કર્યો ઈન્કાર

તહેરાન, 9 જાન્યુઆરી 2026: ઈરાનમાં મોંઘવારી સામે શરૂ થયેલું આંદોલન હવે સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈની સત્તાને ઉખેડી ફેંકવા માટેના પ્રચંડ બળવામાં ફેરવાઈ ગયું છે. દેશના અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રઝા પહલવીને સત્તા સોંપવાની માંગ કરી રહ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ગુરુવારે રાત્રે સમગ્ર ઈરાનમાં […]

કચ્છ–સૌરાષ્ટ્ર માટે નિકાસ અને રોકાણની નવી દિશાઓ,1500થી વધુ MoU થશે

ગાંધીનગર, 9 જાન્યુઆરી 2026: રાજકોટમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) અને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દરમિયાન ગુજરાતના વિકાસ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાવાની તૈયારી છે. 11 થી 15 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાનારી આ પાંચ દિવસીય મહાપ્રદર્શન દરમિયાન રિવર્સ બાયર્સ-સેલર મીટ (RBSM) અંતર્ગત 1500થી વધુ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે, જ્યારે […]

ગાંધીનગરમાં ટાઈફોડના કેસમાં વધારો, કોંગ્રસ પ્રતિનિધિ મંડળે દર્દીઓના ખબર-અંતર પૂછ્યાં

ગાંધીનગર, 9 જાન્યુઆરી 2026: પાટનગર એવા ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જેમાં ટાઈફોડના કેસમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઈ તેમની પૂછપરછ કરી હતી અને તંત્રની કામગીરી સામે […]

પશ્ચિમ બંગાળ: મેળા પહેલા ગંગાસાગરમાં ભીષણ આગ લાગી

કોલકાતા, 09 જાન્યુઆરી 2026: ગંગાસાગરમાં કપિલ મુનિ મંદિર પાસે શ્રદ્ધાળુઓ માટે બનાવેલા કામચલાઉ શિબિરોમાં ભીષણ આગ લાગી હતી. ગંગાસાગરમાં કપિલ મુનિ મંદિર પાસે ભીષણ આગ લાગી હતી. યાત્રાળુઓ માટેના ઘણા કામચલાઉ આશ્રયસ્થાનો નાશ પામ્યા હતા. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સદનસીબે, અત્યાર સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. આ ઘટના […]

ગોધરા-અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ટ્રકનો ચાલક જીવતો ભૂંજાયો

ગોધરા, 9 જાન્યુઆરી 2026: રાજ્યના હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ગોધરા-અમદાવાદ હાઈવે પર સર્જાયો હતો. અમદાવાદ ગોધરા હાઈવે પર ડોકટરના મુવાડા નજીક બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતાં બંને ટ્રકમાં ભયાનક આગ લાગી હતી. આ અકસ્માતમાં એક ટ્રકના ડ્રાઇવરને બહાર નીકળવાનો મોકો ન મળતાં એ જીવતો ભૂંજાઇ ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code