1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

અરવિંદ કેજરીવાલ દારૂ ગોટાળાના સરદાર, કોર્ટમાં ઈડીએ કર્યો મોટો દાવો

નવી દિલ્હી: દિલ્હીની દારૂને લઈને એક્સાઈઝ પોલિસીના કેસમાં એરેસ્ટ થયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઈડીએ રાઉજ એવન્યૂ કોર્ટમાં રજૂ કર્યા છે. જજ કાવેરી બાવજાની કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. તેના પહેલા કેજરીવાલે લીગલ ટીમ સાથે મુલાકાત કરી હતી. ઈડીએ કોર્ટ સમક્ષ 10 દિવસની રિમાન્ડ માંગી છે. ઈડી તરફથી એએસજી એસ. વી. રાજૂએ પક્ષ મૂક્યો હતો. […]

દિલ્હીના CMની ધરપકડથી AAP પરેશાન, વિપક્ષી ગઠબંધન હેરાન, કેજરીવાલના એરેસ્ટ થવાનો ભાજપ માટે શું છે અર્થ?

નવી દિલ્હી:  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી સહીત ઘણાં વિપક્ષી દળ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. જો કે કહેવામાં આવે છે કે આ આખા ઘટનાક્રમની ભાજપર ખાસ અસર પડવાની સંભાવનાઓ ઓછી છે. તેની સાથે લોકસભા ચૂંટણી 2024થી કેટલાક સમય પહેલા જ તસવીરમાંથી કેજરીવાલનું ગાયબ થવાનું નુકશાન પણ વિપક્ષી ગઠબંધન […]

‘ફ્રેન્ડલી ચૂંટણી જંગ’: એ ચૂંટણી જેમાં વી. પી. સિંહની મદદ માટે કાંશીરામ તેમની સામે લડયા હતા ચૂંટણી!

બોફોર્સ કટકી કાંડના શોરશરાબા વચ્ચે વિશ્વનાથ પ્રતાપસિંહે રાજીવ ગાંધીનો સાથ છોડયો હતો અને સડકો પર ભ્રષ્ટાચાર સામે સંઘર્ષ છેડયો હતો. તે સમયે દલિત નેતા કાંશીરામે વી. પી. સિંહને સવાલ કર્યો હતો કે તમારી શું મદદ કરી શકું ?  ત્યારે વી. પી. સિંહે કહ્યુ હતુ કે ચૂંટણીમાં મારું સમર્થન કરી દો. જવાબ હતો, હું આવું તો […]

પરિવારવાદની પરાકાષ્ઠા, કોંગ્રેસની બીજી યાદીના 17 પૈકી 11 ઉમેદવારો મંત્રીઓના સગા!

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવા આવી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા કર્ણાટકના ઉમેદવારોની પસંદગી સાથે બીજી યાદી જાહેર કરી હતી. બીજી યાદીમાં કર્ણાટક સરકારની કેબિનેટના પાંચ મંત્રીઓના બાળકોનો સમાવેશ કરાયો છે. જ્યારે 17 પૈકી […]

18 માસમાં 16 ધરપકડ, દિલ્હી દારૂ ગોટાળામાં અત્યાર સુધીમાં કોણ-કોણ પહોંચ્યુ જેલ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ એટલે કે ઈડીએ કથિત દારુ ગોટાળાના મામલામાં ગુરુવારે રાત્રે પૂછપરછ બાદ એેરેસ્ટ કર્યા. કેજરીવાલની ધરપકડ દિલ્હી હાઈકોર્ટમાંથી ઉત્પાદ શુલ્ક નીતિ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના પાસાની તપાસ સંદર્ભે કોઈપણ પ્રકારની સુરક્ષા આપવાના ઈન્કારના કેટલાક કલાકો બાદ થઈ છે. આ મામલામાં આ 16મી ધરપકડ છે. એક સપ્તાહ પહેલા જ […]

કર્ણાટકમાં મુસ્લિમ અનામત પર પછાત વર્ગ પંચને વાંધો, કહ્યું-ઓબીસીનો છીનવાય રહ્યો છે હક

નવી દિલ્હી: કોંગ્રેસશાસિત કર્ણાટકમાં મુસ્લિમોને ઓબીસી કોટા હેઠળ અનામત આપવામાં આવ્યું છે. હવે કેન્દ્રીય પછાત વર્ગ પંચે આને લઈને સવાલ ઉઠાવ્યા છે. પંચે કહ્યું છે કે આખરે પછાત વર્ગ જાતિઓને મળનારું અનામત મજહબના આધારે કેવી રીતે આપી શકાય છે. પંચે જુલાઈ-2023માં ફીલ્ડ વિઝિટ કરી હતી અને કર્ણાટકની અનામત નીતિની વિગતવાર જાણકારી મેળવી હતી. તેના પછી […]

દારૂ નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલની ED કરી ધરપકડ, સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગઈકાલે એટલે 21 માર્ચે CM અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરી છે. જો કે, 21મી માર્ચે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને ધરપકડને લઈને સુરક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ EDની ટીમ ગુરુવારે સાંજે 7 વાગે કેજરીવાલના ઘરે પહોંચી હતી. ટીમ પાસે સર્ચ વૉરન્ટ હતું. તપાસ એજન્સીએ સીએમ હાઉસમાં સર્ચ […]

જાણો જવાહરલાલ નહેરુએ સિંધિયા રાજપરિવાર પર શા માટે રાજકારણમાં આવવાનું બનાવ્યું હતું દબાણ?

ભારતની સ્વતંત્રતા બાદ ગ્વાલિયરના મહારાજા જીવાજીરાવ સિંધિયા રાજનીતિથી મહદઅંશે દૂર રહ્યા હતા. તેમણે ક્યારેય કોઈ ચૂંટણી લડી નહીં. પરંતુ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કેટલાક કારણોથી આ રાજપરિવારને રાજકારણમાં લાવવાનું નક્કી કર્યું હતું. તત્કાલિન કોંગ્રેસ સરકાર મહારાજા અને તેમના પત્નીના હિંદુ મહાસભા તરફના ઝુકાવથી ચિંતિત હતી. કોંગ્રેસ માટે હિંદુ મહાસભા એક પડકાર તરીકે ઉભરી રહી […]

લોકસભા ચૂંટણીઃ BJP એ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, તમિલનાડુના નવ ઉમેદવારોની પસંદગી

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણીપંચ દ્વારા પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ત્રીજી યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ ત્રીજી યાદીમાં દક્ષિણ ભારતના તમિલનાડુની લોકસભાની 9 બેઠકો ઉપર ઉમેદવારોના […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક યોજાઈ

અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષી અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક અને ચૂંટણીના સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન યોજાયું હતું. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પ્રાંત અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું કે, લોકસભા સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીમાં રોકાયેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code