1. Home
  2. ગુજરાતી
  3. અરવિંદ કેજરીવાલ દારૂ ગોટાળાના સરદાર, કોર્ટમાં ઈડીએ કર્યો મોટો દાવો
અરવિંદ કેજરીવાલ દારૂ ગોટાળાના  સરદાર, કોર્ટમાં ઈડીએ કર્યો મોટો દાવો

અરવિંદ કેજરીવાલ દારૂ ગોટાળાના સરદાર, કોર્ટમાં ઈડીએ કર્યો મોટો દાવો

0
Social Share

નવી દિલ્હી: દિલ્હીની દારૂને લઈને એક્સાઈઝ પોલિસીના કેસમાં એરેસ્ટ થયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઈડીએ રાઉજ એવન્યૂ કોર્ટમાં રજૂ કર્યા છે. જજ કાવેરી બાવજાની કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. તેના પહેલા કેજરીવાલે લીગલ ટીમ સાથે મુલાકાત કરી હતી. ઈડીએ કોર્ટ સમક્ષ 10 દિવસની રિમાન્ડ માંગી છે. ઈડી તરફથી એએસજી એસ. વી. રાજૂએ પક્ષ મૂક્યો હતો.

કેજરીવાલ પર પીએમએલએની કલમ 19(1) લગાવાય છે. સુનાવણી દરમિયાન કેજરીવાલને એ પણ કહેવામાં આવ્યું છે કે તેમની વિરુદ્ધ સું પુરાવા છે અને શું આરોપ લગાવાયા છે. ઈડીએ 28 પૃષ્ઠોમાં ધરપકડનો આધાર બનાવ્યો છે. એ પણ જણાવ્યું છે કે શા માટે રિમાન્ડ જરૂરી છે. ઈડીએ કોર્ટમાં ધરપકડ અને દરોડાની ફાઈલ પણ દેખાડી છે. ધરપકડનો સમય ગુરુવારે રાત્રે 9 વાગ્યે અને 5 મિનિટ જણાવાયો છે. ઈડીએ અરવિંદ કેજરીવાલને દારૂ ગોટાળાના સરગના ગણાવ્યા છે.

કોર્ટની બહાર ભીડ છે. સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરાયા છે. આના પહેલા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પોતાની ધરપકડને પડકારી હતી. જો કે બાદમાં તેમણે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.

કેજરીવાલની ધરપકડ વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને જસ્ટિસ એમ. એમ. સુંદરેશની ખંડપીઠ બનાવવામાં આવી હતી. ઈડીએ કેવિએટ દાખલ કરી છે. કોર્ટને કહ્યું છે કે કોઈપણ ચુકાદો આપતા પહેલા તેમને પણ સાંભલવામાં આવે.

અરવિંદ કેજરીવાલ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં અરજી પાછી લઈ રહ્ય છે, કારણ કે તેમાં રિમાન્ડથી ટકરાવ થઈ રહ્યો છે. પહેલા અરવિંદ કેજરીવાલ નીચલી અદાલતમાં પોતાનો પક્ષ રજૂ કરશે.

આ પહેલા સિંઘવી ચીફ જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચૂડની કોર્ટમાં પહોંચ્યા હતા. સિંઘવીએ કેજરીવાલની અરજીનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે જો આ પ્રક્રિયા ચાલતી રહી તો પહેલો વોટ પડતા પહેલા જ ઘણાં વરિષ્ઠ નેતાઓ જેલના સળિયા પાછળ હશે. કૃપયા આને ઉપલ લો. જસ્ટિસ ખન્નાની અધ્યક્ષતાવાળી બે જજોની ખંડપીઠે સિંઘવીને કહ્યુ કે જો આ એક લેખિત અરજી છે, તો ત્રણ જજોની ખંડપીઠ સુનાવણી કરશે.

કેજરીવાલને 21 માર્ચની રાત્રે મુખ્યમંત્રી નિવાસ ખાતે ઈડીએ એરેસ્ટ કરી લીધા હતા. ઈડીની ટીમ તેમને 10મું સમન આપવા આવી હતી. ધરપકડ બાદ ઈડી કેજરીવાલને પોતાના કાર્યાલય લઈ ગઈ હતી. આરએમએલ હોસ્પિટલનાડોક્ટરોની ટીમે તેમનું મેડિકલ કર્યું.

ઈડીની ટીમે કેજરીવાલની ફરીથી પૂછપરછ શરૂ કરી છે. તેમને અત્યાર સુધી એકઠા કરવામાં આવેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આદારે સવાલ પણ કરાય રહ્યા છે. જોકે કેજરીવાલ તપાસમાં સહયોગ કરી રહ્યા નથી. કેજરીવાલને બપોરે અઢી વાગ્યે પીએમએલએએ કોર્ટમાં રજૂ કરાયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code