1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

આદિજાતિ વિસ્તારમાં નેટવર્ક ઉભું કરવા માટે 500 નવા મોબાઇલ ટાવર ઉભા કરાશે

અમદાવાદઃ આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે વિધાનસભામાં જણાવ્યું છે કે, ‘સબકા સાથ, સબ કા વિકાસ, સબકા પ્રયાસ’ના મંત્ર થકી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ-2007માં વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. અત્યારસુધીમાં આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રોડ-રસ્તા, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી […]

IIT- ગાંધીનગરની એકેડમિક બિલ્ડિંગનું PM મોદીના હસ્તે જમ્મુથી વર્ચ્યુઅલી લોકાર્પણ

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ-કૌશલ્યના 83 સંકુલોનો શુભારંભ, અને શિલાન્યાસ કરાવ્યો હતો. આ સાથે તેમણે ગુજરાતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી – ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, ગાંધીનગરના એકેડેમિક બિલ્ડીંગ ફેઝ-1(B)નું લોકાર્પણ કર્યું હતું જેમાં અદ્યતન લેબોરેટરી, લાઇબ્રેરી, મેકર્સ સ્પેસ તેમજ વર્ગખંડો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે વિદ્યાર્થીઓની હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડીંગનો […]

ગુજરાત એફએસએલ અનેક ગંભીર ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસને મદદરૂપ થઈ રહી છેઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં બ્રેઈન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઈલીંગ પદ્ધતિથી ગુનાઓના થતાં પૃથક્કરણ સંદર્ભે વિધાનસભા ગ્રુહમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતમાં ટેકનોલોજી આધારિત સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે કાર્યરત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માત્ર ગુજરાત માટે જ નહિ, સમગ્ર દેશ માટે ગૌરવ અપાવતી સંસ્થા છે. જ્યાં માત્ર ગુજરાતના જ નહિ, […]

બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોન ઉપર પ્રતિબંધ ફરમાવાયો, પીએમ સુનકે એક વીડિયો જાહેર કર્યો

લંડનઃ બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોનની લત અને તેના કારણે થનારી મુશ્કેલીથી કંટાળીને અંતે મોબાઈલ ફોન ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. બ્રિટનના આ નિર્ણયને લઈને દુનિયાના દેશોએ પણ આ અંગે વિચારણા શરુ કરી છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકએ એક્સ પર એક વીડિયો શેર કરીને આ જાહેરાત કરી છે. We know how distracting mobile phones are in […]

દેશી મેસેજિંગ એપ સંવાદ ટૂંક સમયમાં લોન્ચ થશે, DRDOએ લીલી ઝંડી આપી

નવી દિલ્હીઃ  દેશમાં હાલ સ્વદેશી મલ્ટીમીડિયા મેસેજિંગ એપ સંવાદ 2021માં ચર્ચામાં આવી હતી. તે દરમિયાન ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય તરફથી મળેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં WhatsApp જેવી બે મેસેજિંગ એપનું બીટા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી એક એપનું નામ હતું Samvad અને બીજીનું નામ Sandes. હવે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) […]

પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં ગરબડીના આક્ષેપો વચ્ચે આખો દિવસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ રહ્યું

નવી દિલ્હીઃ તાજેતરમાં પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જોકે, ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં વિલંબ થયા બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો સિલસિલો શરૂ થયો હતો. ઘણા પક્ષોએ પરિણામોને ગડબડીનો આરોપ લગાવ્યો છે. એક તરફ પીટીઆઈ ચૂંટણીમાં ધાંધલધમાલનો આરોપ લગાવીને વિરોધ કરી રહી છે. બીજી તરફ, સમાચાર આવી રહ્યા છે કે, પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આખા દિવસ માટે પ્રતિબંધ […]

ભારતીય નૌકાદળની સૌથી મોટી સૈન્ય કવાયત ‘મિલન’નો વિશાખાપટ્ટનમમાં પ્રારંભ

બેંગ્લોરઃ મિલાન કવાયતની 12મી આવૃત્તિ આજથી આ મહિનાની 27મી તારીખ સુધી વિશાખાપટ્ટનમમાં યોજાવાની છે, જેમાં 50 થી વધુ રાષ્ટ્રોની ભાગીદારી છે. “સુરક્ષિત મેરીટાઇમ ફ્યુચર માટે ફોર્જિંગ નેવલ એલાયન્સિસ” થીમ આધારિત આ કવાયતનો હેતુ સહભાગી નૌકાદળો વચ્ચે સહયોગને મજબૂત કરવાનો છે. દરિયાઈ કવાયતમાં એક મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના 15 જહાજો, ભારતીય નૌકાદળના લગભગ […]

ભારતની UPI વૈશ્વિક પેમેન્ટ સિસ્ટમ બની, સાત દેશમાં કાર્યરત

નવી દિલ્હીઃ ભારતમાં ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ખૂબ જ ઝડપથી વધી રહી છે. છેલ્લા 5-6 વર્ષોમાં ભારતમાં ઓનલાઈન પેમેન્ટ અને ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. હવે આ સિસ્ટમ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે. ભારતની આ ડિજિટલ ક્રાંતિમાં ભારતની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ અને મધ્યમ UPI પેમેન્ટ્સે મુખ્ય ભૂમિકા ભજવી છે. UPI એટલે કે યુનિફાઈડ […]

ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ માટે 15 પેટ્રોલિંગ એરક્રાફ્ટ ખરીદાશે

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે નવ મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ અને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે છ પેટ્રોલિંગ એરક્રાફ્ટ ખરીદવાના સોદાને મંજૂરી આપી છે. આ ડીલ હેઠળ મેડ ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ દેશમાં 15 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ બનાવવામાં આવશે. આ ડીલ કુલ 29 હજાર કરોડ રૂપિયાની […]

ઈસરો શનિવારે INSAT-3DS ઉપગ્રહ અવકાશમાં જીઓસ્ટેશનરી ઓર્બિટમાં મૂકશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરો આવતીકાલે સાંજે 5.30 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી INSAT-3DS લોન્ચ કરશે. લોન્ચ વ્હીકલ GSLV-F14 આ ઉપગ્રહને અવકાશમાં જીઓસ્ટેશનરી ઓર્બિટમાં મૂકશે. GSLV-F14ની આ 16મી અને સ્વદેશી ક્રાયો સ્ટેજ સાથેની 10મી ઉડાન હશે. INSAT-3DS સેટેલાઇટ એ જીઓસ્ટેશનરી ઓર્બિટમાંથી ત્રીજી પેઢીના હવામાન શાસ્ત્રીય ઉપગ્રહનું ફોલો-ઓન મિશન છે. ઉપગ્રહ એક વિશિષ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code