1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ગાંધીનગર: ભારત સરકાર, ગુજરાત સરકાર, માઇક્રોન તથા ICICI બેંક વચ્ચે ટ્રસ્ટ એન્‍ડ રિટેન્‍શન એગ્રીમેન્‍ટ

અમદાવાદઃ સેમિકન્‍ડક્ટર સેક્ટરની મોટી અને અગ્રગણ્ય માઇક્રોન કંપનીના સાણંદ સેમિકન્‍ડક્ટર પ્લાન્ટની ગતિવિધિઓને વધુ ઝડપી બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે TRA (ટ્રસ્ટ એન્‍ડ રિટેન્‍શન એગ્રીમેન્‍ટ) કરવામાં આવ્યા હતા. આ એગ્રીમેન્ટ અંતર્ગત માઇક્રોનને પ્લાન્ટ કાર્યરત કરવા જરૂરી સહયોગ તેમજ નાણાં સહાય અને કેન્દ્ર-રાજ્ય સરકાર સાથેના વિભાગોની પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવામાં ગુજરાત સરકારનો સાયન્સ એન્‍ડ ટેકનોલોજી વિભાગ, […]

ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું,ઈસરોએ જણાવ્યું ‘ઘર વાપસી’

દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. ઈસરોએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ઈસરોએ કહ્યું કે અન્ય પ્રયોગમાં ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યું છે, જે બીજી સિદ્ધિ છે. ઈસરોનું કહેવું છે કે આનાથી ચંદ્ર પરથી પૃથ્વી પર પાછા ફરવાની પ્રક્રિયા સરળ બનશે […]

ગુજરાતઃ નાણાકીય વર્ષ 21-22માં IT/ITeS નિકાસમાં 14 ટકા વાર્ષિક વૃદ્ધિ

અમદાવાદઃ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા સંસાધનો અને ઉભરતી ટેક્નોલોજીમાં નવીનતા માટે સાનુકૂળ વાતાવરણ ધરાવતા વિશ્વ-કક્ષાના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતના અગ્રણી રાજ્યોમાંના એક બનવાના વિઝનને સાકાર કરવા માટે, ગુજરાત સરકારે IT/ITeS નીતિ 2022-27 રજૂ કરી છે. આ નીતિ દ્વારા રાજ્યમાં આગામી 5 વર્ષમાં અંદાજે ₹25,000 કરોડ સાથે IT/ITeS નિકાસ વધારીને 1 લાખથી વધુ નોકરીની તકોનું સર્જન કરવાનો લક્ષ્યાંક […]

વોટ્સએપ પર આવશે એક નવું ફીચર, Status હવે ડાયરેક્ટ ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી શકાશે

વિશ્વભરના મોટાભાગના લોકો ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે WhatsAppનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. 2 અબજથી વધુ લોકો ચેટિંગ, વૉઇસ કૉલિંગ અને વીડિયો કૉલ્સ માટે વૉટ્સએપનો ઉપયોગ કરે છે. આટલા મોટા યુઝર બેઝને કારણે કંપની તેના પ્લેટફોર્મને સતત અપગ્રેડ કરતી રહે છે જેથી વપરાશકર્તાઓને નવા અનુભવો મળે. હવે WhatsApp સ્ટેટસ સેક્શનમાં એક નવું ફીચર આપવા જઈ રહ્યું […]

આદિત્ય L1 અવકાશયાનમાં સ્થાપિત સોલાર વિન્ડ પાર્ટિકલ એક્સપેરીમેન્ટ પેલોડે કામ કરવાનું શરૂ કર્યુંઃ ઈસરો

બેંગલુરુઃ ભારતના આદિત્ય-એલ1 સેટેલાઈટ પર પેલોડ ‘આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરીમેન્ટ’ કામ કરવાનું શરૂ કરી દીધું છે અને સામાન્ય રીતે કામ કરી રહ્યું છે. તેમ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શનિવારે જણાવ્યું હતું. ISRO એ 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી આદિત્ય-L1 અવકાશયાન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ઈસરોના જણાવ્યા મુજબ, ‘આદિત્ય-એલ1’ સૂર્યનો અભ્યાસ […]

દેશમાં 1લી ડિસેમ્બરથી સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં થશે મોટા ફેરફાર

નવી દિલ્હીઃ 1 ડિસેમ્બરથી સરકાર સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ નિયમો પહેલા 1 ઓક્ટોબર, 2023 થી લાગુ થવાના હતા, પરંતુ સરકારે તેને બે મહિના લંબાવી 1 ડિસેમ્બરથી લાગુ કરવાની તૈયારી દર્શાવી હતી. નવા નિયમ અનુસાર, સિમ વેચનારા ડીલરોએ તેમનું પોલીસ વેરિફિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે. આ ઉપરાંત સિમ વેચવા […]

સરકાર દ્વારા મોટી કાર્યવાહી, 70 લાખ મોબાઈલ નંબર સસ્પેન્ડ કર્યા,જાણો શું છે આ પાછળનું કારણ

દિલ્હી: એક મોટી કાર્યવાહી કરતા સરકારે 70 લાખ મોબાઈલ નંબર સસ્પેન્ડ કર્યા છે. એટલે કે આ મોબાઈલ નંબરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. હવે તમારા મનમાં પણ એ જ સવાલ આવતો હશે કે સરકારે આ પગલું શા માટે ઉઠાવ્યું છે. વાસ્તવમાં આ પગલું ડિજિટલ ફ્રોડને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. આ એવા મોબાઈલ નંબર […]

WhatsApp વેબ યુઝર્સ માટે સારા સમાચાર,ફરી આવી રહ્યું છે સિક્યોરિટી ફીચર

ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે વિશ્વભરમાં WhatsAppનો સૌથી વધુ ઉપયોગ થાય છે. લાખો વપરાશકર્તાઓ માટે તે એકબીજા સાથે જોડાયેલા રહેવાનું મુખ્ય માધ્યમ બની ગયું છે. આ જ કારણ છે કે વોટ્સએપ તેના યુઝર્સ માટે અવનવા ફીચર્સ સાથે પ્રયોગ કરતું રહે છે. કંપની ઘણીવાર નવા ફીચર્સ લાવે છે પરંતુ કેટલીકવાર જૂના ફીચર્સ પણ હટાવી દે છે. જો તમે […]

સાયન્સ સિટી ખાતે હેમ ફેસ્ટ ઇન્ડિયા 2023નો પ્રારંભ: 800થી વધુ હેમ રેડિયો ઓપરેટર ભાગ લેશે

અમદાવાદઃ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ગુજરાત સાયન્સ સિટી ખાતે હેમ ફેસ્ટ ઇન્ડિયા 2023નો પ્રારંભ કરાવ્યો હતો. સાયન્સ સિટી ખાતે બે દિવસીય હેમ રેડિયો ફેસ્ટિવલમાં દેશભરમાંથી 800થી વધુ હેમ રેડિયો ઓપરેટર ભાગ લેશે. હેમ ફેસ્ટ ઇન્ડિયા-2023ના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે,  માનવજાત પર આવતી કુદરતી આફતોના સમયમાં અને બધી જ ટેક્નિકલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code