વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 12મી માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે. રેલવેનાં માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને મોટું પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી અમદાવાદમાં ડીએફસીનાં ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે અને રૂ. 85,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ, મૈસૂર-ડૉ. એમજીઆર સેન્ટ્રલ (ચેન્નાઈ), પટણા-લખનઉ, ન્યૂ જલપાઈગુડી-પટના, પુરી-વિશાખાપટ્ટનમ, લખનઉ-દહેરાદૂન, કલબુર્ગી- સર એમ […]