1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

સેનાએ શિક્ષણ મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય સાથે સર્વગ્રાહી કૌશલ્ય પ્રમાણપત્રની પ્રક્રિયા શરૂ કરીઃ આર્મી ચીફ

અમદાવાદઃ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ નવી દિલ્હીના માણેકશો સેન્ટરમાં આર્મી વેલ્ફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત સમિટને સંબોધિત કરી હતી. આ દરમિયાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ દેશની સમૃદ્ધિમાં ભૂતપૂર્વ સૈનિકોના અમૂલ્ય યોગદાન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સૈન્ય જીવનને અલવિદા કહ્યા પછી, રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાઓ સમાપ્ત થતી નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્ર […]

પાકિસ્તાનના ગ્વાદરમાં ફરી એકવાર આતંકવાદી હુમલો, સાત વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં દરરોજ આતંકી હુમલા થઈ રહ્યા છે. હવે ફરી એકવાર ગ્વાદરમાં આતંકીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં સાત વ્યક્તિના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ ગ્વાદરના સરાબંદમાં ફિશ હાર્બર જેટી પાસે રહેણાંક ક્વાર્ટર પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેના કારણે સૂતેલા સાત લોકોના મોત થયા હતા અને અન્ય […]

જો દેશને કોંગ્રેસને હવાલે કરી દેવાય તો હિન્દુઓ માટે કોઈ દેશ નહીં બચેઃ ભાજપા

નવી દિલ્હીઃ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે, ભારતમાં 1950 અને 2015 વચ્ચે હિંદુઓની વસ્તીમાં તીવ્ર 7.8 ટકાનો ઘટાડો થયો છે. આ આંકડો બહાર આવતાં જ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ રિપોર્ટના મામલે ભાજપાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. ભાજપાએ જણાવ્યું હતું કે, જો દેશ કોંગ્રેસને સોંપી દેવામાં […]

ઉટાંટિયાના રોગચાળાએ યુરોપને ભરડામાં લીધું

નવી દિલ્હીઃ યુરોપિયન દેશોએ 2023 અને 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઉટાંટિયાના કેસોમાં વધારો નોંધાવ્યો છે, જેમાં અગાઉના બે વર્ષની સરખામણીમાં કેસોમાં 10 ગણો વધારો જોવા મળ્યો છે. યુરોપિયન યુનિયન અને યુરોપિયન ઇકોનોમિક એરિયાના દેશો દ્વારા આ સમયગાળા દરમિયાન કુલ મળીને લગભગ 60,000 કેસ નોંધાયા હતા, યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલે બુધવારે જણાવ્યું […]

સોલાર પાવર ઉત્પાદકમાં ભારતની હનુમાન છલાંગ, જાપાનને પછાડી ત્રીજા ક્રમે પહોંચ્યું

નવી દિલ્હીઃ ભારત જાપાનને પછાડીને વિશ્વનો ત્રીજો સૌથી મોટો સોલાર પાવર ઉત્પાદક દેશ બની ગયો છે. ગ્લોબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ એમ્બરના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. 2015માં સૌર ઊર્જાના ઉપયોગના સંદર્ભમાં ભારત નવમા ક્રમે હતું. ભારત છેલ્લા કેટલાક વર્ષોથી સૌર ઉર્જાનો ઉપયોગ કરવા પર ઘણો ભાર મૂકી રહ્યું છે અને આ સફળતા […]

દેશમાં પ્રથમવાર આ બે શહેરો વચ્ચે ઉડશે એરટેક્સી, 33 Kmનું અંતર માત્ર 7 મિનિટમાં કપાશે

નવી દિલ્હીઃ દેશમાં ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠી છે. જો કે, તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે સતત પગલા ભરવામાં આવી રહ્યાં છે. દિલ્હીથી ગુરુગ્રામ વચ્ચે પણ ભારે ટ્રાફિકની સમસ્યા જોવા મલળે છે. સામાન્ય રીતે દિલ્હીથી ગુરુગ્રામનું અંતર લગભગ એક કલાકનું છે પરંતુ ટ્રાફિકના કારણે 3 કલાક જેટલો સમય લાગે છે. જો કે, […]

હિમાચલના આ 5 સ્થળોની એકવાર મુલાકાત લેશો તો વારંવાર જવાની થશે ઈચ્છા

હિમાચલ પ્રદેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત છે. અહીંના પહાડો, ખીણો અને લીલીછમ જગ્યાઓ દરેકને મોહિત કરે છે. પરંતુ હિમાચલમાં એવી કેટલીક જગ્યાઓ છે જે પ્રવાસીઓની ભીડથી દૂર છે અને અહીં કુદરતી સુંદરતા જોવા મળે છે. ચાલો જાણીએ હિમાચલના આવા 5 ઓફબીટ સ્થળો વિશે જે તમારા હૃદયને સ્પર્શી જશે. ચિતકુલઃ આ ગામ બાસ્પા નદીના કિનારે […]

યુરોપિયન સંઘ અને ભારત વચ્ચે સુરક્ષા તથા સંરક્ષણ પર પરામર્શનો બીજો રાઉન્ડ યોજ્યો

નવી દિલ્હીઃ યુરોપિયન સંઘે અને ભારતે નવી દિલ્હીમાં સુરક્ષા અને સંરક્ષણ પર પરામર્શનો બીજો રાઉન્ડ યોજ્યો, જેમાં આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ફળદાયી ચર્ચાઓ થઈ. યુક્રેન સામે રશિયાના આક્રમણથી લઈને દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વના વિકાસ સુધીના વિષયોની ચર્ચા હતા. પરામર્શ દરમિયાન, બંને પક્ષોએ સુરક્ષા અને સંરક્ષણ નીતિના વિકાસ વિશે વિચાર્યું. યુરોપિયન સંઘે તેના વ્યૂહાત્મક હોકાયંત્રના […]

સામ પિત્રોડાના નિવેદન અંગે PM મોદીએ નારાજગી વ્યક્ત કરી, કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા સામ પિત્રોડાએ ભારતીયોને લઈને કરેલા નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે. તેમજ આ મામલે કોંગ્રેસ ઉપર ભાજપા દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પિત્રોડાના નિવેદનને લઈને કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પિત્રોડાના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ […]

IPL 2024: RRના કેપ્ટન સંજુ સેમસનને એમ્પાયર સામે દલીલ કરવી ભારે પડી

નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલની મેચ મંગળવારે રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાનનો પરાજય થયો હતો. જો કે, મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનના કેચ આઉટને લઈને વિવાદ થયો હતો. દરમિયાન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને અમ્પાયરો સાથે દલીલ કરવી ભારે પડી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેના પર ભારે દંડ ફટકાર્યો છે. સેમસનને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code