1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

શુંKeyboard નો અવાજ સાંભળીને પાસવર્ડ ચોરી કરી રહી છે મોબાઈલ કંપનીઓ ?

સ્માર્ટફોન જેટલી વધુ સગવડ આપે છે, તે તમારા માટે વધુ જોખમી બની શકે છે. કારણ કે તમારી અંગત માહિતીની સાથે ફોનમાં બેંકિંગ સેવા હાજર હોય છે. અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ્સ Samsung, Xiaomi, Vivo અને Oppo વિશે એક ચોંકાવનારો ઘટસ્ફોટ પ્રકાશમાં આવ્યો છે, જેમાં કીબોર્ડના સ્ટ્રોક સાથે ફોનમાં રેકોર્ડ કરાયેલા બેંકિંગ અને સોશિયલ મીડિયાના પાસવર્ડની ચોરી કરવાનો […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાના મતદાન પહેલાં PM મોદીએ BJPના ઉમેદવારોને પત્ર લખ્યા

નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં બે તબક્કામાં મતદાન યોજાયું છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ થશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્ટીના ઉમેદવારોને પત્ર લખ્યો છે. પીએમ મોદીએ અમિત […]

NHPC લિમિટેડ ભારતમાં ફ્લોટિંગ સોલાર એનર્જી ટેકનોલોજીના અમલીકરણ માટે નોર્વેની કંપની સાથે સહયોગ કરશે

નવી દિલ્હીઃ ભારતમાં હાઇડ્રોપાવર ડેવલપમેન્ટ માટેની સૌથી સંગઠન એનએચપીસી લિમિટેડે ફ્લોટિંગ સોલાર ઉદ્યોગને ટેક્નોલોજી પ્રદાતા તરીકે કાર્યરત નોર્વેની કંપની મેસર્સ ઓશન સન સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એમઓયુ મુજબ, એનએચપીસી અને ઓશન સન ફોટોવોલ્ટેઇક પેનલ પર આધારિત ઓશન સનની ફ્લોટિંગ સોલાર એનર્જી ટેક્નોલોજીના નિદર્શન માટે સહયોગના મુખ્ય ક્ષેત્રોની શોધ કરશે. પેનલ્સને એનએચપીસી દ્વારા ઓળખવામાં […]

અયોધ્યામાં રામ મંદિર બાદ હવે શ્રીલંકામાં માતા સીતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામલલાની મૂર્તિની સ્થાપના બાદ હવે શ્રીલંકામાં માતા સીતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. શ્રીલંકામાં માતા સીતાજીની મૂર્તિને અયોધ્યાના સરયુના પવિત્ર જળથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ માટે શ્રી સીતા અમ્માન મંદિર પ્રશાસને અયોધ્યાનું સરયુ પાણી આપવા માટે યુપીના મુખ્ય સચિવને પત્ર પણ લખ્યો હતો, જેને મંજૂરી મળી ગઈ છે. હવે મંદિર […]

સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, 24 કેરેટ સોનાનો ભાવ 72750 નજીક પહોંચ્યો

નવી દિલ્હીઃ દેશમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો થયો.  સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સોનાની કિંમતમાં 220થી 300 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નબળાઈ નોંધાઈ છે. આ ઘટાડાના કારણે મોટા ભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું 72,590 રૂપિયા અને 72,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે ટ્રેડ થઈ રહ્યું છે. સોનામાં ઘટાડો થવા છતાં આજે ચાંદીના ભાવમાં કોઈ […]

T20 વિશ્વકપઃ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન

મુંબઈઃ આગામી ટી20 વર્લ્ડકપને લઈને ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટનશીવમાં ટીમ ઈન્ડિયા રમતી જોવા મળશે. જ્યારે હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટનશીપ કરતા જોવા મળશે. ટીમમાં બે વિકેટકીપર તરીકે ઋષભ પંત અને સંજૂ સેમસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કે.એસ.રાહુલને ટીમની બહાર કરવામાં આવ્યો છે. ટી20 વિશ્વકપની શરૂઆત જૂન મહિનામાં વેસ્ટઈન્ડિઝ-અમેરિકાના આયોજન હેઠળ […]

વારાણસી અને કાનપુર સહિત 30 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હાઈએલર્ટ જાહેર કરાયું

લખનઉઃ દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન દેશના 30 જેટલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ મળતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટ ઉપર તપાસ કરી હતી પરંતુ કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે ધમકી ભર્યો ઈ-મેલ મોકલનારને શોધી લેવા કવાયત શરૂ […]

છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 7 નક્સલવાદીઓ ઠાર મરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષા જવાનોએ આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન તાજેતરમાં જ છત્તીસગઢમાં 29 જેટલા નક્સલવાદીઓને સુરક્ષા જવાનોએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં હતા. દરમિયાન આજે પણ નારાયણપુરમાં સુરક્ષા જવાનો અને નક્સવાદીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. આ અથડામણમાં સાત જેટલા નક્સલવાદીઓના મોત થયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છત્તીસગઢના […]

કોલંબિયા: સૈનિકો માટે પુરવઠો લઈ જતું આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, નવ સૈનિકોના મોત

નવી દિલ્હીઃ સૈનિકો માટે પુરવઠો લઈ જતું આર્મી હેલિકોપ્ટર ઉત્તરી કોલમ્બિયાના ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેમાં સવાર નવ સૈનિકોના મોત થયા હતા. કોલંબિયાના સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર સાન્ટા રોઝા ડેલ સુરની નગરપાલિકામાં સૈનિકો માટે પુરવઠો લઈ જઈ રહ્યું હતું. આ વિસ્તારમાં તાજેતરમાં નેશનલ લિબરેશન આર્મી ગેરિલા જૂથ અને ‘ગલ્ફ ક્લાન’ તરીકે […]

અમદાવાદઃ અમિત શાહના બોગસ વીડિયો કેસમાં જીગ્નેશ મેવાણીના PAની ધરપકડ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બોગસ વીડિયો કેસમાં અમદાવાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પીએ તથા આમ આદમી પાર્ટીના નેતાની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. જીગ્નેશ મેવાણીના પીએ સહિત બે વ્યક્તિઓની ધરપકડને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમબ્રાંચે જીગ્નેશ મેવાણીના પીએ સતીશ વંસોલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code