1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

IPL 2024નો સૌથી મોંઘો ખેલાડી રહ્યો મિચેલ સ્ટાર્ક, KKR એ રૂ. 24.75 કરોડમાં ખરીદ્યો

મુંબઈઃ આઈપીએલ 2024 માટે ઓક્શન યોજાયું હતું. જેમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચેલ સ્ટાર્ક પર સૌથી મોટી બોલી લાગી હતી. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્ટાર્કએ પૈટ કમિંસનો રેકોડર્સ ગણતરીની મિનિટોમાં જ તોડ્યો હતો. સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ. 24.75 કરોડમાં ખરીદીને ટીમનો હિસ્સો બનાવ્યો હતો. સ્ટાર્કને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટંસ વચ્ચે લાંબી લડાઈ ચાલી […]

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ એક્શનમાં,આપ્યા આ નિર્દેશ

ભોપાલ: મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી ડો.મોહન યાદવે સોમવારે મોડી રાત્રે હમીદિયા હોસ્પિટલનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દર્દીઓને દવાઓ અને વધુ સારી સુવિધા આપવાનો નિર્દેશ આપ્યો હતો. સીએમ યાદવ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે હોસ્પિટલ દ્વારા દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓ અને દવાઓ વિશે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ આયુષ્માન […]

રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ માટે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આમંત્રણ

નવી દિલ્હીઃ રામ મંદિર માટે આંદોલન કરનારા સિનિયર નેતા મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના ઉદ્ધાટન સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના આતંરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું હતું કે, રામ મંદિરના આંદોલનના નેતા લાલ કૃષ્ણ અડવાણી અને ડો.મુરલી મનોહર જોશીને તા. 22મી […]

સરકારના સહકારથી યુવા શક્તિ વિકસિત ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરોના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ […]

ગૂગલની મોટી કાર્યવાહી,ભારત સરકારના કહેવા પર પ્લે સ્ટોર પરથી હટાવી 2,500 એપ્સ

દિલ્હી: ટેક્નોલોજીના આ યુગમાં સાયબર ક્રાઈમમાં પણ ઝડપથી વધારો થયો છે. ઓનલાઇન છેતરપિંડી અને કૌભાંડના કિસ્સાઓ દરરોજ પ્રકાશમાં આવતા રહે છે. હવે સરકાર ઓનલાઈન ફ્રોડને લઈને કડક બની છે. આને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર સતત નવા પગલાં લઈ રહી છે. આ સંદર્ભમાં તાજેતરમાં જ ભારત સરકારે ગૂગલને પ્લે સ્ટોર પરથી ફ્રોડ લોન એપ્સ હટાવવાની […]

શશિ થરુર, ડિમ્પલ યાદવ અને સુપ્રિયા સુલે પણ લોકસભામાં થયાં સસ્પેન્ડ, અત્યાર સુધીમાં 141 સાંસદો સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ સંસદની સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગણી સાથે વિપક્ષનો લોકસભામાં હંગામો મચાવી રહ્યું છે. લોકસભાના ચેરના અપમાન મામલે કેટલાક સાંસદો આજે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. જેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરુર, સપાના સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેના નામનો સમાવેશ થાય છે. લોકસભામાં આજે 48 સાંસદોને સસ્પેન્ડ કરવામાં […]

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા:કારગિલ અને લદ્દાખની ધરતી ધ્રૂજી ઉઠી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી છે. છેલ્લા 24 કલાકમાં 11 વખત ભૂકંપના કારણે અહીં ધરતી ધ્રૂજી ગઈ છે. સતત આવતા ભૂકંપના કારણે હિમાલયના ક્ષેત્રમાં મોટો ભૂકંપ આવે તેવી દહેશત છે. મંગળવારે સવારે 10.31 વાગ્યે ફરી એકવાર કાશ્મીર ઘાટીમાં ભૂકંપ આવ્યો. ભૂકંપના કારણે કારગિલ અને લદ્દાખની ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ જમીનથી 10 કિલોમીટરની ઉંડાઈએ […]

ક્રાંતિવીર રામપ્રસાદ બિસ્મિલજીનો બલિદાન દિવસઃ માત્ર 19 વર્ષની ઉંમરે ક્રાંતિકારી જીવનની શરુઆત કરી હતી

નવી દિલ્હીઃ દેશની આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવનારા ક્રાંતિવીર રામપ્રસાદ બિસ્મિલજીનો આજે બલિદાન દિવસ છે.  આર્યસમાજની વિચારધારામાં રંગાયેલા ક્રાંતિવીર રામપ્રસાદ બિસ્મિલજીએ માત્ર 19 વર્ષની ઉંમરે જ ક્રાંતિકારી જીવનની શરુઆત કરી હતી. ક્રાંતિવીર રામપ્રસાદ બિસ્મિલનું મુળ નામ રામપ્રસાદ મુરલીધર પંડિત હતું અને તેઓ ઉત્તરપ્રદેશના શાહજનહાનપુરના હતા. દેશની આઝાદી માટે તેઓ ખૂબ જ વિહવળ હોવાથી તેમના નામની […]

ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહારો

ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ  PM મોદીએ I.N.D.I.A ગઠબંધન પર નિશાન સાધ્યું સંસદની સુરક્ષા ભંગની નિંદા થવી જોઈએ – પીએમ મોદી દિલ્હી:સંસદના શિયાળુ સત્ર વચ્ચે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ […]

ભારતમાં કોવિડ-19ના નવા JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો, સરકારે એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ-19ના નવા JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર પાઠવીને દેશમાં કોવિડની સ્થિતિ પર સતત સતર્કતાની સ્થિતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સુસંગત અને સહયોગી કામગીરીઓને કારણે અમે આ માર્ગને સ્થાયી નીચા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code