1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

સંયુક્ત રાષ્ટ્ર ઈવેન્ટમાં ભારતીય મહિલા સરપંચ, સભાધિપતિ દેશનું પ્રતિનિધિત્વ કરશે

નવી દિલ્હીઃ બે મહિલા સરપંચ અને એક સભાધિપતિ ન્યુ યોર્કમાં વસ્તી અને વિકાસ કમિશન (CPD) ની ચાલી રહેલી 57મી મીટિંગના નેજા હેઠળ એક કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે. CPDની બેઠક ગઈકાલે શરૂ થઈ હતી અને ત્રીજી મેના રોજ પૂરી થવાની છે. પંચાયતી રાજ મંત્રાલય અને યુનાઈટેડ નેશન્સ ફંડ ફોર પોપ્યુલેશન એક્ટિવિટીઝ (UNFPA) ભારત વચ્ચેના […]

NRIના પાર્થિવદેહને કેનેડાથી ગુજરાત લાવીને પરિવારજનોએ કર્યું દેહદાન, દેશની પ્રથમ ઘટના

અમદાવાદઃ વિદેશમાં વસવાટ કરતા ગુજરાતી એનઆરઆઈ પરિવારના યુવાનનું નિધન થતા પરિવારજનો તેમના પાર્થિવદેહને ભારત લાવ્યાં હતા. એટલું જ નહીં હવાઈ માર્ગે પાર્થિવદેહને કેનેડાથી લઈને ગુજરાત લાવ્યા બાદ પરિવારજનો દ્વારા પોતાના સ્વેહીજનના પાર્થિવદેહનું દેહદાન કર્યું હતું. વિદેશી ધરતી પરથી પોતાના સ્વજનનો મૃતદેહ પરત ગુજરાત લાવીને દેહદાન કરવાની આ ઘટના રાજ્યના ઈતિહાસમાં આ પ્રથમવાર બની હોવાનું જાણવા […]

DRDO દ્વારા ઓડિશાના દરિયાકાંઠે સફળતાપૂર્વક ફ્લાઇટ-પરીક્ષણ કરવામાં આવ્યું

નવી દિલ્હીઃ સુપરસોનિક મિસાઇલ-આસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો (SMART) સિસ્ટમનું 01 મે, 2024ના રોજ લગભગ 0830 કલાકે ઓડિશાના દરિયાકાંઠે સ્થિત ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી સફળતાપૂર્વક ફ્લાઇટ-પરીક્ષણ કરવામાં આવ્યું. SMART એ નેક્સ્ટ જનરેશન મિસાઈલ આધારિત લાઇટ-વેઇટ ટોર્પિડો ડિલિવરી સિસ્ટમ છે, જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ભારતીય નૌકાદળની એન્ટિ-સબમરીન યુદ્ધ ક્ષમતાને હળવા વજનના ટોર્પિડોની પરંપરાગત શ્રેણીથી […]

સામાન્ય ચૂંટણી 2024 પ્રથમ તબક્કામાં 66.14 ટકા અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન

નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાનો ચૂંટણીનો માહોલ જામ્યો છે. અત્યાર સુધીમાં બે તબક્કામાં મતદાન યોજાયું છે અને આગામી 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. દરમિયાન પ્રથમ બે તબક્કામાં થયેલા મતદાનના ચોંક્કસ આંકડા જાહેર કરવામાં આવ્યાં છે. પ્રથમ તબક્કામાં 66.14 અને બીજા તબક્કામાં 66.71 ટકા જેટલુ મતદાન થયું હતું. આમ બંને તબક્કામાં સરેરાશ 66 ટકાથી […]

એપ્રિલમાં GST રેવન્યુ કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ રૂ. 2.10 લાખ કરોડ ઉપર પહોંચ્યું

નવી દિલ્હીઃ ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન એપ્રિલ 2024માં ₹2.10 લાખ કરોડના રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે. આ 12.4%ની નોંધપાત્ર વર્ષ-દર-વર્ષ વૃદ્ધિ દર્શાવે છે, જે સ્થાનિક વ્યવહારોમાં મજબૂત લેવડદેવડ (13.4%) અને આયાતમાં (8.3% સુધી) મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. રિફંડ માટે એકાઉન્ટિંગ કર્યા પછી, એપ્રિલ 2024 માટે ચોખ્ખી GST આવક ₹1.92 લાખ કરોડ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની […]

T-20 વર્લ્ડ કપ: ભારતીય ટીમ 21 મેના રોજ અમેરિકા જવા રવાના થશે

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024નો લીગ સ્ટેજ પૂરો થયાના એક દિવસ બાદ T20 વર્લ્ડ કપ માટે 21 મેના રોજ યુએસ જવા રવાના થશે. જે ખેલાડીઓ IPL પ્લે-ઑફ માટે ક્વોલિફાય કરનારી ટીમોનો ભાગ નહીં હોય તેઓ પ્રથમ બેચ સાથે પ્રવાસ કરશે, જેમાં રાહુલ દ્રવિડના સપોર્ટ સ્ટાફના તમામ સભ્યોનો સમાવેશ થાય છે. બીજી […]

ભારત સહિત દક્ષિણ એશિયામાં ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાની આગાહી

નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને ભારત માટે સારા સમાચાર છે. આ વર્ષે, ભારત સહિત દક્ષિણ એશિયામાં ચોમાસાની મોસમ એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની ધારણા છે. સાઉથ એશિયન ક્લાઈમેટ આઉટલુક ફોરમ (SASCOF) એ 2024ની ચોમાસાની સિઝન માટે જાહેર કરેલી આગાહીમાં આ વાત કહી છે. SASCOF એ આગાહીમાં કહ્યું છે કે […]

દિલ્હી-NCR ની 100થી વધારે સ્કૂલોને બોમ્બની મળી ધમકી, તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે તાજેતરમાં જ કેટલાક એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હવે દિલ્હી-એનસીઆરની ઘણી સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી-એનસીઆરની 100થી વધુ શાળાઓમાં બોમ્બની ધમકી મળી છે. જેમાં ડીપીએસ, એમિટી, મધર મેરી સ્કૂલ સહિત અનેક […]

ભારતમાં પ્રથમવાર 1 મે 1923ના રોજ ચેન્નાઈમાં શ્રમિક દિવસ ઉજવવામાં આવ્યો હતો

નવી દિલ્હીઃ દર વર્ષે, 1 મે વિશ્વના ઘણા દેશોમાં શ્રમિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ કામદારોના યોગદાન અને શ્રમિક ચળવળને સન્માનિત કરવાનો દિવસ છે. આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ એ ઘણા દેશોમાં સત્તાવાર જાહેર રજા છે. દર વર્ષે આ દિવસે કાર્યકરોના સન્માનમાં રેલી, સભા અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કામદારોને પ્રાધાન્ય આપતા, 16 ઓક્ટોબર 2014 […]

પ્રાણાયામ, ધ્યાન અને સારી ઉંઘ આપને આપશે લાંબુ અને સ્વસ્થ આયુષ્ય

જો તમે યોગ્ય જીવનશૈલી અપનાવો છો, તો તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો અને લાંબુ, સુખી જીવન જીવી શકો છો. જો તમારે સ્વસ્થ અને લાંબુ જીવન જીવવું હોય તો કેટલીક આદતો છે જેને તમારે તમારા જીવનનો ભાગ બનાવવી જોઈએ. પ્રાણાયામ કરો પ્રાણાયામ માત્ર ફેફસાંની ક્ષમતામાં વધારો કરે છે અને તણાવને કારણે થતા રોગોને ઘટાડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code