1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પહેલગામ હુમલામાં આતંકવાદીઓના સાથીઓને 5 દિવસના રિમાન્ડ, NIA કરી શકે છે મોટા ખુલાસા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને મોટી સફળતા મળી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પહેલગામ આતંકવાદી હુમલો કરનારા પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરવા અને આશ્રય આપવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. સોમવારે (23 જૂન, 2025) ના રોજ, NIA એ આ બંને આરોપીઓને રિમાન્ડ માટે જમ્મુના સેશન્સ જજની કોર્ટમાં રજૂ […]

ઇરાને હોરમૂઝની સામુદ્રધૂની બંધ કરતા તેલની કિંમતો પાંચ મહિનાની ઊંચી સપાટીએ

અમેરિકાએ ઈરાનની પરમાણુ સુવિધાઓ પર હુમલો કર્યા પછી અને હોરમૂઝની સામુદ્રધૂની બંધ કરવાના ઈરાનના નિર્ણય પછી આજે સવારે તેલની કિંમતો પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રુડનો ભાવ 2 ટકાથી વધુ વધીને 79 ડોલર પ્રતિ બેરલ થયો હતો, જ્યારે W.T.I. ક્રુડ 2 ટકાથી વધુ વધીને 75 ડોલર પ્રતિ બેરલની નજીક વેપાર કરી […]

ભારત-ફ્રેન્ચ સેનાઓ હવાઈ ખતરા સામે સંયુક્ત ડ્રોન વિરોધી તાલીમનું આયોજન

નવી દિલ્હીઃ ભારત અને ફ્રાન્સની સેનાઓ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ‘શક્તિ’ હાલમાં ફ્રાન્સના લા કેવેલરીના કેમ્પ લાર્ઝાક ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. ભારત અને ફ્રાન્સ અહીં તેમના અત્યાધુનિક શસ્ત્રો સાથે યુદ્ધ અને ગોળીબારનો અભ્યાસ કરી રહ્યા છે. અહીં, બંને પક્ષોએ આધુનિક હવાઈ ખતરાઓનો સામનો કરવા માટે ડ્રોન વિરોધી ટેકનોલોજી પર સાથે તાલીમ પણ લીધી. આ […]

નાસાએ એક્સિઓમ-4 મિશન માટે નવી લોન્ચ તારીખ જાહેર કરી

નાસાએ એક્સિઓમ-4 મિશન માટે નવી લોન્ચ તારીખ જાહેર કરી છે. ક્રૂ મેમ્બર્સ SPACEXના ફાલ્કન 9 રોકેટ પર નવા SPACEX ડ્રેગન અવકાશયાન પર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) જશે. આ મિશનનો હેતુ ગુરુવાર, 26 જૂને સાંજે 4:30 વાગ્યે (ભારતીય સમય) ISS સાથે ડોક કરવાનો છે. જેથી નાસાએ મંગળવારે જાહેરાત કરી કે, ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું […]

ઈરાને ઈરાક અને કતારમાં આવેલા અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર મિસાઈલોથી હુમલો કર્યો

ઈરાને ઈરાક અને કતારમાં આવેલા અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર છ મિસાઈલો છોડી, જેનાથી ઈઝરાયલ સાથેનો તેમનો સંઘર્ષ વધુ વધ્યો છે. આ હુમલાઓ રવિવારે વહેલી સવારે તેહરાન પર અમેરિકાના હુમલાના બદલામાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, કતારે જાહેરાત કરી કે તે ઈરાની હુમલાનો સીધો જવાબ આપવાનો અધિકાર પણ અનામત રાખે છે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજેદ […]

લીડ્સ ટેસ્ટનો આજે પાંચમો દિવસ, ઇંગ્લેન્ડની ટીમ જીત માટે 350 રનની જરૂર

ઇંગ્લેન્ડમાં લીડ્સના હેડિંગ્લે ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી એડિસન-તેંડૂલકર ટ્રોફી માટેની પ્રથમ ટેસ્ટ મેચમાં મુકાબલો રોમાંચક બની ચુક્યો છે. ભારતે ઇંગ્લેન્ડને જીત માટે 371 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચોથા દિવસે રમત પુરી થતા ઇંગ્લેન્ડે બીજી ઇંનિંગમાં કોઇ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ જીતથી 350 રન દૂર છે. જેક ક્રોલી […]

સંશોધકોએ ખતરનાક ફૂગથી કેન્સરની દવા બનાવી

યુએસ સંશોધકોની એક ટીમે એક ખતરનાક ફૂગને શક્તિશાળી કેન્સર સામે લડતી દવામાં ફેરવી દીધી છે. પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં આ માહિતી આપવામાં આવી હતી. સંશોધકોએ એસ્પરગિલસ ફ્લેવસ નામના ઝેરી પાક ફૂગમાંથી અણુઓનો એક નવો વર્ગ અલગ કર્યો. આ પછી, તેઓએ આ રસાયણો બદલ્યા અને લ્યુકેમિયા કોષો પર તેનું પરીક્ષણ કર્યું. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સ્કૂલ […]

ઓપરેશન સિંધુ: ઈરાન બાદ હવે ઈઝરાયલથી ભારતીયોને સુરક્ષિત બહાર કઢાયાં

નવી દિલ્હીઃ ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ, ઈરાન અને ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ઓપરેશન સિંધુ હેઠળ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ઈરાનથી સુરક્ષિત […]

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે પુર્ણ સીઝફાયરને મુદ્દે સૈધાંતિક સહમતી સંધાઈ ચુકી છેઃ ટ્રમ્પ

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પુર્ણવિરામ મુકાય તેવા સંકેત છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇ રાતે બંને દેશો વચ્ચે સીઝફાયર મુદ્દે સહમતી સંધાઈ હોવાની જાહેરાત કરી હતી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોસિયલ પર ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે પુર્ણ સીઝફાયરને મુદ્દે સૈધાંતિક સહમતી સંધાઈ ચુકી છે. ટ્રમ્પે […]

ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનને ભારતના આંતરિક મુદ્દે બોલવાનો કોઈ હક નથીઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ભારતે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા કરવામાં આવેલી ભારત વિરોધી ટિપ્પણીઓને ફગાવી દેતાં તે તથ્યવિહોણી હોવાનું ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું કે, OICને ભારતની આંતરિક બાબતો અને ખાસ કરીને જમ્મૂ- કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરવાનો કોઇ અધિકાર નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ ટિપ્પણીઓ પાકિસ્તાન દ્વારા પ્રેરિત છે. પાકિસ્તાન આતંકવાદને પોતાના રાજકારણનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code