1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ અને હિમવર્ષા, પૂરમાં 17 લોકોના મોત

નવી દિલ્હી 02 જાન્યુઆરી 2026: સિઝનના પહેલા ભારે વરસાદ અને હિમવર્ષાથી અફઘાનિસ્તાનમાં લાંબા સમયથી ચાલી રહેલા દુષ્કાળનો અંત આવ્યો, પરંતુ અચાનક આવેલા પૂરે પણ ઘણા વિસ્તારોમાં વિનાશ વેર્યો. ભારે વરસાદ અને હિમવર્ષાથી અફઘાનિસ્તાનમાં દુષ્કાળનો અંત આવ્યો, પરંતુ અચાનક પૂરથી ભારે તબાહી મચી ગઈ, જેમાં 17 લોકો માર્યા ગયા અને 11 ઘાયલ થયા. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન […]

મધ્યપ્રદેશ: ગરોથ-ઉજ્જૈન ચાર લેન પર બસ પલટી ગઈ, 40 ઘાયલ

નવી દિલ્હી 02 જાન્યુઆરી 2026: ગરોથ-ઉજ્જૈન ચાર રસ્તા પર ધાબલા ગામ પાસે ટાયર ફાટવાથી બસ પલટી ગઈ. અકસ્માતમાં 40 થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમને શામગઢની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ બે લોકોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. બસમાં હરિયાણાના સોનીપતના યાત્રાળુઓ હતા, જેઓ ઓમકારેશ્વર અને મહાકાલેશ્વરના દર્શન […]

શાહરૂખ ખાનના વલણની ઓલ ઈન્ડિયા ઈમામ સંગઠનના વડાએ કરી ટીકા

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026 : બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા હિંસક હુમલાઓને લઈને ભારતભરમાં રોષ ફાટી નીકળ્યો છે. હવે આ મામલે ઓલ ઈન્ડિયા ઈમામ સંગઠનના વડા ડો. ઉમર અહમદ ઇલિયાસીએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. તેમણે બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન સહિતની જાણીતી હસ્તીઓની મૌન રહેવા બદલ ટીકા કરી છે અને સ્પષ્ટ કહ્યું છે […]

હવે ભારતમાં અજાણ્યા બંદૂકધારીની એન્ટ્રી, પૂણે બ્લાસ્ટનો આરોપી ઠાર મરાયો

મુંબઈ, 2 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના શ્રીરામપુર કસબામાં એક લોહીયાળ જંગ ખેલાયો હતો. વર્ષ 2012ના પુણે શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીઓ પૈકીના એક બંટી જહાગીરદારની અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કબ્રસ્તાનથી પરત ફરતી વખતે થયો હુમલો પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, […]

પાડોશી સારો ન હોય તો તેને સંધિના લાભ પણ ન મળી શકેઃ જયશંકર

ચેન્નાઈ 2 જાન્યુઆરી 2026 : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા તેને ‘ખરાબ પાડોશી’ ગણાવ્યું છે. આઈઆઈટી (IIT) મદ્રાસના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો કોઈ પાડોશી દેશ જાણીજોઈને અને સતત આતંકવાદને પ્રોત્સાહન આપે છે, તો ભારતને પોતાના નાગરિકોની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને ભારત આ અધિકારનો […]

બલૂચિસ્તાનમાં ચીન સેનાને તૈનાત કરશે, બલૂચ નેતાએ વ્યક્ત કરી ભીતિ

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધારે વણસ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થયેલી છે. બલુચિસ્તાનના નેતાઓએ પાકિસ્તાન સામે આંદોલન વધારે વેગવંતુ બનાવ્યું છે. દરમિયાન બલુચિસ્તાનના નેતા મીર યાર બલૂચએ ભારતને સમર્થન જાહેર કર્યું છે. મીર યાર બલૂચએ ભારતના વિદેશ મંત્રીને પત્ર લખીને પાકિસ્તાન સાથે […]

લોકસભા ચૂંટણી 2024ને લઈને કર્ણાટક સરકારે કરેલા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

બેંગ્લોર, 2 જાન્યુઆરી 2026: લોકસભા ચૂંટણી 2024ને લઈને કર્ણાટકની સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ઈવીએમ ઉપર જનતાએ ભરોસો વ્યક્ત કર્યો છે. સર્વે અનુસાર 83 ટકા લોકોએ કહ્યું હતું કે, ઈવીએમ વિશ્વાસપાત્ર છે, આ રિપોર્ટ સામે આવ્યા બાદ ભાજપા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યાં છે. જેઓ લાંબા સમયથી ચૂંટણી પ્રક્રિયા અને ઈવીએમની […]

ખરગોનમાં એક પછી એક ટપોટપ 150 પોપટના મોત, PMમાં થયો ચોંકાવનારો ખુલાસો

ભોપાલ, 2 જાન્યુઆરી 2026 : મધ્યપ્રદેશના ખરગોનમાં નર્મદા નદીના કિનારે અજ્ઞાત કારણોસર લગભગ 150 જેટલા પોપટના મોત થતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ પોપટના મોત ફુડ પોઈઝનને કારણે થયાનું કહેવાય છે. વહીવટી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પસુ ચિકિત્સા વિભાગની ટીમે વિસેરા તપાસ માટે ભોપાલ અને જબલપુર મોકલી આપ્યાં છે. તપાસમાં […]

મમતાના ગઢમાં ગાબડા પાડવા માટે અમિત શાહે બનાવી ખાસ રણનીતિ

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષ 2026માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપા આ ચૂંટણીને એક રાજ્યની નહીં પરંતુ રાષ્ટ્રીય શાખ સાથે જોડીને મહત્વની ચૂંટણી માની રહ્યું છે. તેને બંગાળમાં ગત ચૂંટણીમાં સારા પરિણામની આશા હતી. જો કે, આ વખતે ભાજપા કોઈ કચાસ […]

રાજસ્થાનના ચોમુમાં તોફાનીઓ સામે સરકારની બુલડોઝર કાર્યવાહી

નવી દિલ્હી 02 જાન્યુઆરી 2026: જયપુરના ચોમુમાં તાજેતરમાં થયેલી હિંસા બાદ, અધિકારીઓએ કડક કાર્યવાહી શરૂ કરી છે. મસ્જિદની બહાર રેલિંગ પર થયેલી અથડામણ અને પથ્થરમારા બાદ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે આજે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૩૧ ડિસેમ્બર સુધી નોટિસો જારી કરવામાં આવી હતી, અને સંતોષકારક જવાબ ન મળતાં, ઇમામ ચોક વિસ્તારમાં અતિક્રમણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code