1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

રાહુલ ગાંધીનો વડાપ્રધાન મોદીને જવાબ, કહ્યું હેલ્લો મોદીજી તમે થોડા નર્વસ છો ?

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘અદાણી-અંબાણી’ નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. કોંગ્રેસના નેતાએ પૂછ્યું છે કે શું તેઓ નર્વસ છે? રાહુલ ગાંધીએ PM મોદી પાસે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની CBI અને ED દ્વારા તપાસ કરાવવાની માંગ કરી હતી. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે છેલ્લા […]

લોકસભાની ચૂંટણી જેહાદ વિરુદ્ધ વોટ ફોર વિકાસની છેઃ અમિત શાહ

  બેંગ્લોરઃ લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કાના મતદાન પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એકવાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ગુરુવારે  તેલંગાણામાં એક જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે 2024ની ચૂંટણી રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીની ચૂંટણી છે, આ ચૂંટણી જેહાદ વિરુદ્ધ […]

મહારાષ્ટ્રમાં પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સંભાળશે પ્રચારનો મોરચો, પ્રિયંકા ગાંધી 10 મેના રોજ નંદુરબારમાં કરશે પ્રચાર

મહારાષ્ટ્રમાં છેલ્લા બે તબક્કામાં બાકી રહેલી 24 બેઠકોમાંથી કોંગ્રેસ માત્ર છ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તેથી, રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરે તેવી શક્યતા નહીવત છે.. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસના ઉમેદવારો માટે રેલીઓ કરશે.13 મેના રોજ યોજાનાર ચોથા તબક્કામાં કોંગ્રેસ મહારાષ્ટ્રની પુણે, જાલના અને નંદુરબાર લોકસભા બેઠકો પરથી […]

સામ પિત્રોડાના નિવેદન અંગે PM મોદીએ નારાજગી વ્યક્ત કરી, કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા સામ પિત્રોડાએ ભારતીયોને લઈને કરેલા નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે. તેમજ આ મામલે કોંગ્રેસ ઉપર ભાજપા દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પિત્રોડાના નિવેદનને લઈને કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પિત્રોડાના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ […]

પાંચમા તબક્કામાં 8 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશમાં 695 ઉમેદવાર વચ્ચે જામશે ચૂંટણીજંગ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના ફેઝ-5માં 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 695 ઉમેદવારો ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024 માટે પાંચમા તબક્કામાં મતદાન માટે જઈ રહેલા 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 49 પીસી માટે કુલ 1586 ઉમેદવારીપત્રો ભરાયા હતા. તમામ 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે પાંચમા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 3 મે, 2024 હતી. દાખલ થયેલા તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી […]

ગુજરાતમાં સરેરાશ 59.49 ટકા મતદાન, 2019ની સરખામણીએ મતદાનમાં 4.5 ટકાનો ઘટાડો

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી શાંતિપૂર્ણરીતે સંપન્ન થઈ છે. રાજ્યના ચૂંટણી પંચે મોડી રાત્રે બહાર પાડેલા આંકડા મુજબ ગુજરાતમાં  લોકસભાની 25 બેઠકો પર સરેરાશ 59.49 ટકા મતદાન થયું છે. જે ગત ચૂંટણી યાને કે વર્ષ 2019ની ચૂંટણીની સમખામણીએ 4.5 ટકા ઓછું મતદાન થયું છે. આ વખતે 59.49 ટકા મતદાન […]

અભિનેતા શેખર સુમન ભાજપમાં જોડાયા, ફિલ્મો બાદ હવે રાજનીતિમાં તાકાત દેખાડશે

બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયથી છાપ છોડનાર અભિનેતા શેખર સુમન હાલમાં ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’માં જોવા મળે છે. તે સિરીઝમાં તેના પાત્રને લઈને ઘણી ચર્ચામાં છે. દરમિયાન, અભિનેતાએ ફરીથી રાજકારણમાં પ્રવેશ કર્યો છે. અભિનેતા શેખર સુમન 7 મેના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આજે મંગળવારે શેખર […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાની 93 બેઠકો ઉપર 1350થી વધારે ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ

અમદાવાદઃ દેશમાં લોકસભા ચૂંટણીની 93 બેઠકો ઉપર આજે ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. કેટલાક મતદાન મથકો ઉપર ઈવીએમ ખોટકાવવાની ફરિયાદો ઉઠી હતી. જો કે, શાંતિપૂર્ણ માહોલમાં એકંદરે સરેરાશ 62થી 65 ટકા જેટલુ મતદાન થયું હતું. ત્રીજા તબક્કાના ચોક્કસ મતદાનનો આંકડો મોડી રાતના જાહેર કરવામાં આવે તેવી શકયતાઓ છે. સૌથી વધારે અસમ અને પશ્ચિમ […]

100 વર્ષની ઉંમરમાં તમામ ચૂંટણીમાં અચૂક મતદાન કર્યું છે : શતાયુ સરસ્વતીબેન કાકાણી

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર સવારથી મતદાન થઈ રહ્યું છે. દરમિયાન ગાંધીનગરના સેક્ટર 21માં રહેતા શતાતુ મતદાર સરસ્વતીબેન કાકાણીએ મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લીધો હતો. શતાયુ મતદાર સરસ્વતીબેન કાકાણીએ કહ્યું કે મે મારી 100 વર્ષની ઉંમરમાં કોઇપણ ચૂંટણીમાં બિનચૂક મતદાન કર્યું છે. મારી નૈતિક ફરજ અદા કરી છે. એપ્રિલ માસમાં એક સો […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કામાં બપોરના 3 કલાક સુધી સરેરાશ 50.71 ટકા મતદાન

નવી દિલ્હીઃ ગુજરાતની લોકસભાની 25 બેઠકો સહિત 11 રાજ્યોની 93 જેટલી બેઠકો ઉપર આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે દરમિયાન બપોરના 3 કલાક સુધીમાં એકંદરે સરેરાશ લગભગ 50.71 ટકા જેટલુ મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે 63.11 ટકા અને સૌથી ઓછુ મહારાષ્ટ્રમાં 42.63 ટકા જેટલુ મતદાન થયું હતું. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code