1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

ઈવીએમ મામલે સુપ્રીમ કોર્ટના આદેશથી બેલેટ લૂંટનારાઓના સ્વપ્ન તૂટ્યાંઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે શુક્રવારે વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપ દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પડેલા મતોની સંપૂર્ણ ચકાસણીની માંગ કરતી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણીમાં બેલેટ પેપર પર પાછા જવાની માંગને પણ ફગાવી દીધી હતી. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવીને વિપક્ષને આડે […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદમાં 5000 શિક્ષકોએ બાઈક રેલી યોજી મતદાન અંગે જાગૃતિ ફેલાવી

અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મહત્તમ મતદાન થાય એ ઉદ્દેશથી અમદાવાદ કલેક્ટર કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમદાવાદ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-અમદાવાદ શહેર, જિલ્લા શિક્ષણાધિકારી- અમદાવાદ ગ્રામ્ય તેમજ સ્કૂલ બોર્ડના સહયોગથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતેથી અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે આ બાઈક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદ […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં બપોરના એક વાગ્યા સુધી અંદાજે 45 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની બીજા તબક્કાની 88 બેઠકો ઉપર હાલ મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન બપોરના એક વાગ્યા સુધીમાં ત્રિપુરામાં સૌથી વધારે 54.47 ટકા જેટલુ મતદાન થયું છે. આ ઉપરાંત અસમમાં 46.31, બિહારમાં 33.80, છત્તીસગઠમાં 53.09, જમ્મુમાં 42.88, કર્ણાટકમાં 38.23, કેરલમાં 39.26, મધ્યપ્રદેશમાં 39, મહારાષ્ટ્રમાં 32, મણિપુરમાં 54.26, રાજસ્થાનમાં 40.39, ઉત્તરપ્રદેશમાં 35.73 અને પશ્ચિમ બંગાળમાં 47.29 […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં ચાર કલાકમાં 25 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 11 વાગ્યા સુધી ત્રિપુરામાં સૌથી વધુ 36.42% અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 18.83% મતદાન થયું છે. સવારથી પોલિંગ બૂથ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. કેટલાક દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે ફેંસલો થશે. જો કે, […]

બેલેટ પેપર દ્વારા મતદાન સહિતની તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી: ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) વડે 100 ટકા વોટ વેરિફિકેશનની માગણી કરતા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે શુક્રવારે VVPAT સ્લિપના મેચિંગ સંબંધિત તમામ અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર ઉમેદવાર ફરીથી ચકાસણીની માંગ કરી […]

લોકસભા ચૂંટણી: બીજા તબક્કામાં રેકોર્ડબ્રેક મતદાન કરવા PM મોદીની મતદારોને અપીલ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા કહ્યું છે. પીએમ મોદીએ X પર પોસ્ટ લખતાં કહ્યું કે, “આજે, મારી લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાની તમામ બેઠકોના મતદારોને વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા નમ્ર વિનંતી છે. જેટલું વધુ મતદાન થશે, […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં 88 બેઠકો ઉપર બે કલાકમાં 12 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે 88 બેઠકો ઉપર સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. દરમિયાન બે કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં 10.39 ટકા, રાજસ્થાનમાં 11.77 ટકા, મધ્યપ્રદેશમાં 13.82 ટકા, મહારાષ્ટ્રમાં 7.46 ટકા, કર્ણાટકમાં 9.21 ટકા, ઉત્તરપ્રદેશમાં 11.67 ટકા, પશ્ચિમ બંગાળમાં 15.68, અસમમાં 9.71 ટકા, મણિપુરમાં 15.49 ટકા, ત્રિપુરામાં 16.65 ટકા, બિહારમાં 9.84 ટકા, છત્તીસગઢમાં 15.42 […]

અમદાવાદના ઔદ્યોગિક એકમોના હજારો કર્મચારીઓ-શ્રમયોગીઓએ લીધો ‘મતદાન અવશ્ય કરીશું’નો સંકલ્પ

ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લાના ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ તેમજ શ્રમયોગી લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા તૈયાર છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ ઓદ્યોગિક એકમોમાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદના 50 હજારથી વધુ કર્મચારીઓ તથા શ્રમયોગીઓ  ‘મતદાન અવશ્ય કરીશું’નો સંકલ્પ લઈ ચૂક્યા છે. આ ઉપરાંત 50થી વધુ ઔદ્યોગિક એકમો સાથે મતદાન જાગૃતિ અંગેના […]

રાજીવ ગાંધીએ ઈન્દિરાજીની સંપત્તિ બચાવવા વિરાસત ટેક્સ રદ્દ કર્યો હતોઃ PM મોદી

ભોપાલઃ મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં એક જાહેરસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભૂતપૂર્વ વડા પ્રધાન (સ્વર્ગસ્થ) રાજીવ ગાંધીએ વિરાસત કાનૂન કરને નાબૂદ કરી દીધો હતો કારણ કે તેઓ તેમની વારસામાં મળેલી મિલકત સરકાર સાથે વહેંચવા માંગતા ન હતા. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ […]

પીએમ મોદી અને રાહુલ ગાંધી સામે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ, ચૂંટણીપંચે બન્ને પક્ષ પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર દેશમાં રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ‘મોડલ કોડ ઓફ કન્ડક્ટ’ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code