1. Home
  2. ગુજરાતી
  3. લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં ચાર કલાકમાં 25 ટકા મતદાન
લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં ચાર કલાકમાં 25 ટકા મતદાન

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં ચાર કલાકમાં 25 ટકા મતદાન

0
Social Share

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 11 વાગ્યા સુધી ત્રિપુરામાં સૌથી વધુ 36.42% અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 18.83% મતદાન થયું છે. સવારથી પોલિંગ બૂથ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. કેટલાક દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે ફેંસલો થશે. જો કે, આજે સવારે 11 વાગ્યે સુધી 13 રાજ્યોમાં સરેરાશ 25% મતદાન નોંધાયું છે. 

  • ઓછું મતદાન મહારાષ્ટ્રમાં નોંધાયું

જો 13 રાજ્યોની ટકાવારી વિશે વિગતવાર વાત કરીએ તો સવારે 11 વાગ્યા સુધી 35.47% મતદાન સાથે છત્તીસગઢ બીજા સ્થાને છે. જ્યારે હિંસાગ્રસ્ત મણિપુર 33.22% સાથે ત્રીજા સ્થાને છે. આ પછી પશ્ચિમ બંગાળમાં 31.25%, મધ્ય પ્રદેશમાં 28.15%, આસામમાં 27.43%, રાજસ્થાનમાં 26.84%, જમ્મુ-કાશ્મીરમાં 26.61%, કેરળમાં 25.61%, ઉત્તર પ્રદેશમાં 24.31%, કર્ણાટકમાં 22.34%, કર્ણાટકમાં 22.34%, બિહારમાં 21.68% અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 18.83% મતદાન થયું હતું. 

  • બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ સજ્જ

13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર આજે યોજાનારી 18મી લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ માટે સુરક્ષા અને અન્ય વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી છે. કુલ 16 કરોડ મતદારો માટે 1 લાખ 67 હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે પહેલા તબક્કામાં 102 સીટો પર 19 એપ્રિલે મતદાન થયું હતું. સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને મતગણતરી બાદ આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા કહ્યું છે. પીએમ મોદીએ X પર પોસ્ટ લખતાં કહ્યું કે, “આજે, મારી લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાની તમામ બેઠકોના મતદારોને વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા નમ્ર વિનંતી છે. જેટલું વધુ મતદાન થશે, તેટલું જ આપણું લોકતંત્ર મજબૂત થશે. આ મારો સંદેશ અમારા યુવા મતદારોને છે. તેમજ દેશની મહિલા શક્તિને ખાસ વિનંતી છે કે તેઓ મતદાન કરવા માટે ઉત્સાહપૂર્વક આગળ આવે, તમારો મત તમારો અવાજ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code