1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

ભારતીય નાગરિકો શ્રીલંકામાં વિઝા વિના મુસાફરી કરી શકશે

નવી દિલ્હીઃ ભારતીય નાગરિકો આવતા વર્ષે જાન્યુઆરીથી શ્રીલંકામાં વિઝા વિના મુસાફરી કરી શકશે. ભારત એવા 39 દેશોમાં સામેલ છે કે જેના માટે શ્રીલંકાએ વિઝા-મુક્ત મુસાફરી પ્રદાન કરી છે. ભારતની મુલાકાતે આવેલા શ્રીલંકાના વિદેશ મંત્રી વિજીથા હેરાથે નવી દિલ્હીમાં ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સંવાદમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ માટે સંસદીય ગેઝેટ નોટિફિકેશન […]

અમિત શાહ આજથી છત્તીસગઢની ત્રણ દિવસીય મુલાકાતે

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહ આજથી છત્તીસગઢની ત્રણ દિવસીય મુલાકાતે રહેશે. આ દરમિયાન તેઓ નક્સલ પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત કરશે અને નક્સલ વિરોધી અભિયાનને ગતિ પણ આપશે. તેમના છત્તીસગઢના પ્રવાસ દરમિયાન અમિત શાહ રવિવારે રાયપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસને પ્રેસિડેન્ટ કલર્સ આપીને તેમના મનોબળમાં વધારો કરશે. જે બાદ જગદલપુરના સર્કીટ હાઉસમાં નક્સલ પીડિતો સાથે મુલાકાત કરશે […]

ગુજરાત ટુરિઝમ લિમિટેડ અને થાઈલેન્ડની સંસ્થા વચ્ચે MOU થયા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત ભારત આવેલી ચોથી ધમ્મયાત્રાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. આ મેકોંગ-ગંગા ધમ્મયાત્રા થાઈલેન્ડના બેંગકોંકથી શરૂ થઈ છે અને 2થી 10 ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે છે. થાઈલેન્ડના લોકો બૌદ્ધ ધર્મની ભેટ આપવા બદલ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરી શકે તે માટે, તેમ જ ભગવાન બુદ્ધ અને તેમના બે પ્રમુખ શિષ્યો અરહંત […]

સુરતના સરથાણા નેચર પાર્કની ત્રણ વર્ષમાં ૨૫ લાખ વ્યક્તિઓએ મુલાકાત લીધી

સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચરપાર્ક ૮૧ એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે, અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે. પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ, નિદર્શન સાથે સહજ શાંતિ પ્રદાન કરતા સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે ૧૦ લાખથી વધુ મુલાકાતીઓ આવે છે, હાલમાં આ ઝૂમાં ૫૪ વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે, જેમાં ૨૪ પ્રજાતિના […]

હવે તમે દહેરાદૂનથી માત્ર 15 મિનિટમાં મસૂરી પહોંચી શકો છો

દૂન-મસૂરી રોપવે પ્રોજેક્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે પુરકુલમાં લોઅર ટર્મિનલ અને પાર્કિંગનો પાયો તૈયાર મસૂરીમાં અપર ટર્મિનલ માટે એપ્રોચ રોડ બનાવવામાં આવી રહ્યો છે દૂન-મસૂરી રોપવે પ્રોજેક્ટનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. બે વર્ષ પછી પ્રવાસીઓ રોપ-વે દ્વારા મસૂરી પહોંચવાનું શરૂ કરશે. સામાન્ય રીતે ટૂરિસ્ટ સિઝનમાં પર્યટકોને દહેરાદૂનથી મસૂરી પહોંચવામાં 1.5 થી ત્રણ […]

કેબિનેટે દિલ્હી મેટ્રો ફેઝ-4 પ્રોજેક્ટનાં રિથાલા-કુંડલી કોરિડોરને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાના રિથાલા-નરેલા-નાથુપુર (કુંડલી) કોરિડોરને મંજૂરી આપી દીધી છે, જેમાં 26.463 કિલોમીટરનો સમાવેશ થાય છે, જે રાષ્ટ્રીય રાજધાની અને પડોશી હરિયાણા વચ્ચે કનેક્ટિવિટીમાં વધારો કરશે. આ કોરિડોર તેની મંજૂરીની તારીખથી 4 વર્ષમાં પૂર્ણ થવાનો છે. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો ખર્ચ રૂ. 6,230 કરોડ છે અને […]

નેપાળી આર્મી ચીફ જનરલ સિગ્ડેલ ચાર દિવસીય ભારતની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના આમંત્રણ પર નેપાળના આર્મી કમાન્ડર-ઇન-ચીફ જનરલ અશોક રાજ સિગડેલ 11 ડિસેમ્બરે ચાર દિવસની ભારત મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન જનરલ સિગડેલને ભારતીય સેનાના જનરલનો માનદ રેન્ક એનાયત કરવામાં આવશે. જે બંને દેશ વચ્ચે લાંબા સમયથી ચાલતી પરંપરા છે. નેપાળના સંરક્ષણ મંત્રાલયે કમાન્ડર-ઇન-ચીફ જનરલ સિગડેલને ઔપચારિક મંજૂરી માટે […]

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે, બ્રેઈન લારાના રેકોર્ડને તોડવાથી કોહલી એક કદમ દૂર

ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 143 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 100* રનની ઇનિંગ રમી હતી. હવે, જો કોહલી એડિલેડમાં રમાનારી પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટમાં 102 રન બનાવશે તો તે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવશે અને વેસ્ટ ઈન્ડિઝના […]

ભારતમાં હાઈસ્પીડ ટ્રેનની વચ્ચે આ છે સૌથી ધીમી ચાલતી ટ્રેન

ભારતમાં ટ્રેન મુસાફરી એ પરિવહનનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે, જે માત્ર દેશના વિવિધ ભાગોને જોડતું નથી, પરંતુ તેના દ્વારા દરરોજ લાખો લોકો તેમના ગંતવ્ય સ્થાને પહોંચે છે. ભારતીય રેલ્વેમાં હાઈ સ્પીડ ટ્રેનોનો ઉપયોગ ઝડપથી વધ્યો છે, પરંતુ તેની સાથે એવી ઘણી ટ્રેનો છે જે ધીમી ગતિના કારણે ચર્ચામાં રહે છે. આમાંની કેટલીક ટ્રેનો તેમના ચોક્કસ […]

તાજમહેલ જોવા આવતા પ્રવાસીઓ પાસેથી ટીકીટ પેટે 3 વર્ષમાં 91 કરોડની આવક

વિશ્વની સાતમી અજાયબી, તાજમહેલને જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓના આગમનને કારણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને ભારે આવક થાય છે. એએસઆઈને તાજમહેલની ટિકિટના વેચાણથી ત્રણ વર્ષમાં લગભગ 91 કરોડ રૂપિયાની આવક થઈ છે, જ્યારે આ ત્રણ વર્ષમાં તાજના સંરક્ષણ પર માત્ર 9.41 કરોડ રૂપિયાનો જ ખર્ચ થયો છે. માહિતી અધિકાર અધિનિયમથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code