1. Home
  2. ગુજરાતી
  3. CBSE એ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું,93.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા
CBSE એ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું,93.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા

CBSE એ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું,93.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા

0
Social Share

દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે. ધોરણ 10માં કુલ 93.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમના પરિણામો ચકાસી શકે છે. બોર્ડે અગાઉ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું હતું.

વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) cbse.gov.in અને cbseresults.nic.in ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને તેમના ધોરણ 10 ના પરિણામો ચકાસી શકે છે. પરિણામ ચકાસવા માટે વિદ્યાર્થીઓએ તેમનો રોલ નંબર દાખલ કરવાનો રહેશે.

 વિદ્યાર્થીનીઓએ મારી ફરી બાજી  CBSE 10મા પરિણામ 2023માં કુલ 93.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. 12માની જેમ 10મા ધોરણમાં પણ છોકરીઓએ છોકરાઓ કરતા સારૂ પ્રદર્શન કર્યું છે. છોકરીઓની પાસ ટકાવારી 94.25 અને છોકરાઓની 92.27 છે. અને ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓની પાસ ટકાવારી 90.00 રહી છે. છોકરાઓ કરતા છોકરીઓની પાસ થવાની ટકાવારી 1.98% વધુ છે.

આ વર્ષે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા માટે કુલ 21,84,117 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાંથી 21,65,805 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 20,16,779 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 10માં પાસ થયેલા વિદ્યાર્થીઓની પાસ ટકાવારી 93.12 રહી છે. CBSE બોર્ડ 10મા ધોરણની મેરિટ લિસ્ટ બહાર પાડશે નહીં. બોર્ડ વિદ્યાર્થીઓને ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ ડિવિઝન નહીં આપે. જો કે, બોર્ડ વિષયોમાં સૌથી વધુ ગુણ મેળવનાર ટોચના 0.1% વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણપત્રો જારી કરશે.

  • સત્તાવાર વેબસાઇટ nic.in અથવા cbse.gov.in ની મુલાકાત લો.
  • હોમ પેજ પર ‘CBSE 12મું પરિણામ ડાયરેક્ટ લિંક’, ‘CBSE 10th પરિણામ ડાયરેક્ટ લિંક’ પર ક્લિક કરો.
  • લોગિન પેજ ખુલશે, અહીં તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • તમારું CBSE બોર્ડનું પરિણામ સ્ક્રીન પર ખુલશે, તેને તપાસો.
  • વિદ્યાર્થીઓ અહીંથી પરિણામની ડિજિટલ કોપી ડાઉનલોડ કરીને પોતાની પાસે રાખી શકશે.

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code