![મનીષ સિસોદિયાને કોર્ટનો વધુ એક ઝટકો,CBI કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી 2 જૂન સુધી લંબાવી](https://www.revoi.in/wp-content/uploads/2023/05/2023_5image_12_41_577030351sidodia-ll.jpg)
મનીષ સિસોદિયાને કોર્ટનો વધુ એક ઝટકો,CBI કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી 2 જૂન સુધી લંબાવી
દિલ્હી : રાજધાની દિલ્હી સરકારના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયોને ફરી એકવાર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે સીબીઆઈ કેસમાં સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 2 જૂન સુધી લંબાવી છે. વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સિસોદિયાની ન્યાયિક કસ્ટડીની મુદત પૂરી થવા પર કોર્ટમાં રજૂ કર્યા પછી તેમની કસ્ટડી વધારી દીધી હતી.
કોર્ટે 31 માર્ચે સિસોદિયાની જામીન અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે સિસોદિયા આ કેસમાં ગુનાહિત ષડયંત્રનો પ્રથમ દ્રષ્ટીએ માસ્ટરમાઇન્ડ હતો અને તેણે દિલ્હી સરકારમાં પોતાને અને તેના સહયોગીઓને આશરે 90-100 કરોડ રૂપિયાની એડવાન્સ લાંચની ચૂકવણી કથિત રીતે કરી હતી. ને લગતા ગુનાહિત કાવતરામાં “સૌથી મહત્વપૂર્ણ અને અગ્રણી ભૂમિકા” ભજવી હતી સીબીઆઈએ હાલમાં રદ થયેલી દિલ્હી એક્સાઈઝ પોલિસી 2021-22માં કથિત ભ્રષ્ટાચારના સંદર્ભમાં પૂછપરછના ઘણા રાઉન્ડ પછી સિસોદિયાની ધરપકડ કરી હતી.
મનીષ સિસોદિયાની પત્ની સીમા સિસોદિયા લાંબા સમયથી મલ્ટીપલ સ્ક્લેરોસિસ બીમારીથી પીડિત છે. મનીષ સિસોદિયાના જેલ અને પુત્ર અભ્યાસ વિદેશ ગયો હોવાથી તે ઘરે એકલી છે. જેના કારણે તે તણાવમાં રહે છે. તેની સારવાર કરી રહેલા એપોલોના ડોક્ટર્સનું કહેવું છે કે મલ્ટિપલ સ્ક્લેરોસિસની બીમારીમાં દર્દીના શરીર પરના મનનો નિયંત્રણ ઘટતો જાય છે. હાલમાં તેમનામાં પણ સમાન લક્ષણો જોવા મળી રહ્યા છે. આ રોગને કારણે તેના શરીરની અડધી કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે. જેના કારણે તેને ચાલવામાં કે બેસવામાં ઘણી તકલીફ પડી રહી છે.