
કેન્દ્રનો મહત્વનો નિર્ણય – સીનિયર સિટિઝન હવે અડધી ટિકિટમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં યાત્રા કરી શકશે
- કેન્દ્ર એ સીનિયર સિટિઝનને આપી ભેટ
- સીનિયર સિટિઝન માટે એર ઈન્ડિયાની ફ્લાઈટનું ભાડૂ અડઘુ કર્યું
દિલ્હીઃ-કેન્દ્રની મોદી સરકાર અવાર નવાર દેશની જનવતા માટે અનેલ લાભો લઈને આવે છે, દેશની જનતાને અનેક યોજનાના લાભ અપાવતી મોદી સરકાર હવે સીનિયર સિટિઝન માટે એક મોટી ભેટ લઈને આવી છે, બુધવારના રોજ ઉડ્ડયન મંત્રાલયે શેર કરેલી માહિતી પ્રામણએ કેન્દ્રએ હવે વૃદ્ધો માટે એક ખાસ નિર્ણય લીધો છે,સમગ્ર દેશમાં 60 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ માટે એર ઈન્ડિયા ફ્લાઈટની ટિકિટ અડઘી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે તે એર ઈનિડાય તરફથી આ સેવા પહેલા પણ ચાલુ કરવામાં આવી હતી પરંતુ હવે તેને કેન્દ્ર તરફથી પણ મંજુરી મળી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયા ઘણા સમયથી દેવામાં ડૂબી હોય જેથી કરીને સરકાર તેને પ્રાઈવેટ કંપનીના હોંછમાં સોંપવાની તૈયારીમાં છે, તાજેતરમાં જ માહિતી મળી હતી કે તાતા ગૃપ એર ઈન્ડિયાની ખરીદી કરવામાં રસ દાખવી રહ્યું છે, અને હવે એર ઈન્ડિયાનું સંચાલન તાતા સમૂહ દ્વારા કરવામાં આવી શકે છે. તાતા એ એશિયા ઈન્ડિયા થકી આ બાબતે એઓઆઈ દાખલ કર્યુ છે.
એર ઈન્ડિયાએ પોતાની વેબસાઈટ પર આપેલી જણકારી પ્રમાણે આ સેવાના લાભ માટે કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે
- યાત્રી ભારતનો નાગરીક હોવો જોઈએ
- ભારતમાં રહેનારા નાગરીકની ઉંમર 60 વર્ષથી વધુ હોવી જોઈએ
- ઈકોનોમી ક્લાસમાં પસંદ કરાયેલ ટિકિટમાં 50 ટકા ભાડામાં રાહત મળશે
- ભારતમાં કોઈ પણ વિસ્તારની યાત્રા માટે આ સેવાનો લાભ મળશે
- ટિકિટ રજુ કરવાથી એક વર્ષ સુધી આ સેવાનો લાભ લઈ શકાશે
- યાત્રાના સાત દિવસ પહેલા ટિકિટ બુક કરાવવા પર આ યોજનાનો લાભ મળશે
સાહિન-