1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેન્દ્રિય ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે, રાજકોટમાં 7 જિલ્લાઓની સમીક્ષા કરી સુચનો કરાયા
કેન્દ્રિય ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે, રાજકોટમાં 7 જિલ્લાઓની સમીક્ષા કરી સુચનો કરાયા

કેન્દ્રિય ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે, રાજકોટમાં 7 જિલ્લાઓની સમીક્ષા કરી સુચનો કરાયા

0
Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચે પણ મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ભારતના ચૂંટણી પંચની ટીમ ફરીવાર ગુજરાતની મુલાકાતે આવી છે. અને રાજકોટની મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્રના સાત જિલ્લાની ચૂંટણીની તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. રાજકોટમાં કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર હ્રીદેશકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી તથા ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંગે થયેલી તૈયારીની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વિધાનસભાની સામાન્ય ચુંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધીત જિલ્લાઓના કલેકટર અને પોલીસ અધિક્ષકો દ્વારા રજુ કરાઇ હતી. આ તકે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર  હ્રીદેશકુમારે ઉપસ્થિત સૌ અધિકારીઓને ચુંટણીલક્ષી માર્ગદર્શક સુચનો કર્યા હતા.

આ બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે ચૂંટણીપંચના સભ્યો તેમજ અન્ય જિલ્લા કલેકટરો અને પોલીસ અધિક્ષકોને આવકાર્યા હતા. આ બેઠકમાં રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ, જામનગર કલેકટર સૌરભ પારધી, મોરબી કલેકટર જી.ટી.પંડ્યા, દેવભૂમિ દ્વારકા કલેકટર મુકેશ પંડ્યા, બોટાદ કલેકટર બીજલ શાહ, સુરેન્દ્રનગર કલેકટર કે.સી.સંપટ અને કચ્છ જિલ્લાના કલેકટર દિલીપ રાણા તેમજ રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક હરેશભાઈ દુધાત, મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, કચ્છ પશ્ચિમ પોલીસ અધિક્ષક સૌરભ સિંધ, કચ્છ પૂર્વ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, બોટાદ પોલીસ અધિક્ષક કિશોર બળોલિયા, દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે. આમાં 40 બેઠકો અનામત છે. અનુસૂચિત જાતિ (SC) માટે 13 બેઠકો અને અનુસૂચિત જનજાતિ (ST) માટે 27 બેઠકો અનામત છે. જો 2017ની ચૂંટણીમાં ભાજપે પૂર્ણ બહુમતી સાથે જીત મેળવી હતી. ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. બે સીટ ટ્રાઈબલ પાર્ટી ઓફ ઈન્ડિયા અને એક એનસીપીને બેઠક મળી હતી., જ્યારે અપક્ષોએ ત્રણ સીટો જીતી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code