1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેન્દ્ર સરકારના બજેટથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનોને વેગ મળશેઃ રૂપાલા
કેન્દ્ર સરકારના બજેટથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનોને વેગ મળશેઃ રૂપાલા

કેન્દ્ર સરકારના બજેટથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનોને વેગ મળશેઃ રૂપાલા

0
Social Share

અમદાવાદઃ આત્મનિર્ભર ભારતના નારાને ચરિતાર્થ કરનારું, આધુનિક ભારતનો પાયો નાખનારું, યુવાનોની ઉમ્મીદને જગાડનારું, ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપનારું,ખેડૂતોનું સાથી બનનારું અને આરોગ્યના ક્ષેત્રે પણ લોકોને રાહત આપનારું કેન્દ્રીય બજેટ હોવાનું કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું.  દીવ ખાતે ગણમાન્ય પ્રબુદધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાએ ઉપસ્થિત રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે બજેટથી સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનોને વેગ મળશે જેનાથી દેશના યુવાનોને ભરપૂર પ્રોત્સાહન પૂરું પડશે.

તેમણે જણાવ્યું હતું કે, સરહદી ગામડા સુધી રસ્તાઓ, વીજળી, ઇન્ટરનેટ જેવી તમામ સુવિધાઓ પહોંચે તેમજ પાંચ-સાત ગામોની વચ્ચે એનસીસીનું તાલીમ કેન્દ્ર પણ બને જેનાથી તે વિસ્તારના યુવાનો તાલીમબધ્ધ રીતે દેશના વિકાસમાં પોતાનો ફાળો આપી શકે તેની જોગવાઇ બજેટમાં કરાઇ તે વાતનો ખૂબ આનંદ છે. જેનાથી દેશની સીમાઓ સુરક્ષિત થશે અને સાથે સાથે સરહદી ગામડાઓ અને તેમાં વસવાટ કરતા લોકોનું જીવનધોરણ પણ ઘણું ઉંચુ આવશે. સરહદી વિસ્તારના નાગરિકોનું જીવન પશુપાલન સાથે જોડાયેલું હોય છે ત્યારે આ બજેટથી દેશના આવા પશુપાલકો માટે પણ આગળ વધવાની ઘણી તકોનું નિર્માણ થશે તેમાં કોઇ બે મત નથી.

મત્સ્યપાલન ક્ષેત્ર વિશેની વાત કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ફીશીંગ સેક્ટરમાં પ્રથમ વખત 50 જેટલી અદ્યતન માર્કેટ બનાવવાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. ફીશીંગ સેક્ટરમાં માર્કેટીંગ તરફ અત્યાર સુધી વધારે ધ્યાન અપાતું નહોતું ત્યારે આ બજેટમાં કરેલી નવી જોગવાઇઓથી આ ક્ષેત્રનો ઘણો મોટો લાભ થશે. દીવમાં પણ અદ્યતન માર્કેટ બનાવવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.

સ્ટાર્ટ અપને ખૂબ મોટું બળ આ બજેટમાં મળ્યું હોવાનું જણાવતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે દેશમાં 60 હજાર જેટલા સ્ટાર્ટઅપ્સ યુવાનોએ ઉભા કર્યા છે જેમાંથી 40 જેટલાં તો યુનિકોન થઇ ગયા છે. લોકોમાં ઉત્સાહજનક પરિસ્થિતિનું નિર્માણ કરવાની સાથે દરેક ક્ષેત્ર માટે પ્રોત્સાહન પુરું પાડતું આ બજેટ દેશના વિકાસની ગતિને વેગ આપનાર સાબિત થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code