 
                                    દેશના કેટલાક રાજ્યોમાં બદલાતા વાતાવરણના કારણે વરસાદ પડવાની સંભાવના
- દેશના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના
- હરિયાણા-રાજસ્થાનમાં વરસાદની શક્યતા
- આગામી બે કલાકમાં પડી શકે છે વરસાદ
દિલ્લી: દેશના પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા ચક્રવાતી વાવાઝોડા અને પશ્ચિમ વિક્ષેપના પ્રભાવને લીધે હવામાન પળવાર બદલાતું રહે છે. ઉત્તર ભારતના ઘણા ભાગોમાં અચાનક વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે.
હરિયાણા અને રાજસ્થાનમાં રવિવારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આગામી 2 કલાક દરમિયાન નારનોલ, બાવલ, ફતેહાબાદ, કોટપુતલી, ખેરથલ, રાજગઢ અને આજુબાજુના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન ખાતાએ આગાહી કરી છે કે, હરિયાણા અને રાજસ્થાનમાં 23 મે સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. હરિયાણાના રેવાડી, ભિવાડી, સોહના, ઝાઝર અને રાજસ્થાનના જોધપુર, બિકાનેરમાં ધૂળની ડમરીઓની સાથે હળવો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, તેલંગાણા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં હળવો વરસાદ પડશે.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

