1. Home
  2. ગુજરાતી
  3. ચંદ્રયાન-3 હવે ચંદ્રથી થોડા કદમ દૂર,આજે ત્રીજી વખત ઈસરો દ્વારા ઓર્બિટ ઘટાડાશે
ચંદ્રયાન-3 હવે ચંદ્રથી થોડા કદમ દૂર,આજે ત્રીજી વખત ઈસરો દ્વારા ઓર્બિટ ઘટાડાશે

ચંદ્રયાન-3 હવે ચંદ્રથી થોડા કદમ દૂર,આજે ત્રીજી વખત ઈસરો દ્વારા ઓર્બિટ ઘટાડાશે

0
Social Share

દિલ્હી: ચંદ્રયાન 3 ને 14 જુલાઈના રોજ 170 કિમી x 36,500 કિમીની પૃથ્વીની ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.ત્યારે હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.ચંદ્રયાન-3 હવે ચંદ્રથી એક વેંત છેટું હોવાનું સામે આવ્યું છે.ચંદ્રયાન-3 ચંદ્રથી માત્ર 174 KM જ દૂર છે.અને આજે જ તે ફાઇનલ ઓર્બિટમાં પહોંચશે.

ISRO દ્વારા 14મી ઓગસ્ટ એટલે આજરોજ બપોરના 11.30 થી 12.30 કલાકની વચ્ચે પોતાની નવી કક્ષા ધારણ કરશે.હાલ તે ચંદ્રની 174 કિમી x 1437 કિમીની ઓર્બિટમાં છે. એટલે કે ચંદ્રયાન-3 એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે, જેમાં ચંદ્રથી તેનું લઘુત્તમ અંતર 174 કિમી અને મહત્તમ અંતર 1437 કિમી છે. આ પહેલા 9 ઓગસ્ટે ચંદ્રયાનની ઓર્બિટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.અને એ પહેલા 6 ઓગસ્ટના રોજ લગભગ 11 વાગ્યે ચંદ્રયાનની ભ્રમણકક્ષા પ્રથમ વખત ઘટાડવામાં આવી હતી.

22 દિવસની મુસાફરી બાદ ચંદ્રયાન 5 ઓગસ્ટના રોજ સાંજે 7.15 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું.ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ગુરુવારે રાત્રે ચંદ્રયાન-3 અવકાશયાન દ્વારા લેવામાં આવેલી બે તસવીરો જાહેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે,ઈસરોના ચંદ્રયાન-3 ઉપર દેશ નહીં દુનિયાની નજર મંડાયેલી છે. ઓગસ્ટ મહિનામાં 23 કે 24મી તારીખે ચંદ્રયાદ-3 ચંદ્રની સપાટી ઉપર ઉતરે તેવી શકયતા છે. જો કે, ચંદ્રયાન-3 સફળતા પૂર્વક આગળ વધી રહ્યું છે. ભારતનું આ અભિયાન સફળ થાય તેવુ દુનિયાના મોટાભાગના દેશો ઈચ્છી રહ્યાં છે. અગાઉ ચંદ્ર ઉપર અમેરિકા, રશિયા અને ચીન પહોંચી ચુક્યું છે. હવે ભારત ચંદ્ર ઉપર પહોંચનાર ચોથો દેશ બનશે. ચંદ્રયાન તાજેતરમાં જ ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. હવે ચંદ્રયાન-3 ચંદ્ર ઉપર સફળતા પૂર્વક ઉતરાયણ કરે તેવી આશા દેશની જનતા રાખી રહ્યું છે. ઇસરો પણ ચંદ્રયાન-3 ઉપર સતત નજર રાખી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code