1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી સમાંતર મુસાફરોની હેરાફેરી કરતા ખાનગી વાહનો સામે ચેકિંગ ઝૂંબેશ
સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી સમાંતર મુસાફરોની હેરાફેરી કરતા ખાનગી વાહનો સામે ચેકિંગ ઝૂંબેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી સમાંતર મુસાફરોની હેરાફેરી કરતા ખાનગી વાહનો સામે ચેકિંગ ઝૂંબેશ

0
Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં એસટી બસ સમાંતર ખાનગી વાહનો દ્વારા મુસાફરોની બેરોકટોક હેરાફેરી કરવામાં આવી રહી છે. તેના લીધે એસટી નિગમની આવકમાં સારોએવો ઘટાડો થયો છે. આથી એસટી નિગમના અધિકારીઓ પોલીસનો સહયોગ મેળવીને મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરતા ખાનગી વાહનો સામે  ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.  જિલ્લાના એસટી ડેપો તેમજ પીકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરો ભરીને દોડતા ખાનગી વાહનો સામે એસટી અને ટ્રાફિક તંત્રે કાર્યવાહી કરી હતી. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ 10 વાહનો ડિટેઇન કરી અંદાજે રૂ. 1.20 લાખનો દંડ કરાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના એસટી ડેપો તેમજ પીકઅપ સ્ટેન્ડના વિસ્તારોમાંથી જ મુસાફરો ભરી જવાની ખાનગીવાહનો સામે ફરિયાદો ઉઠી છે. આથી જિલ્લામાં થોડા દિવસોથી આવા ચાલકો સામે એસટી અને સુરેન્દ્રનગર ટ્રાફિક તંત્ર દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરાયુ છે. આથી પોલીસ અધિક્ષક હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઇ એન.એચ.સોલંકી, એસટીના કર્મચારી સાગરભાઇ તેમજ રામસંગભાઇ, સરદારસિંહ, રાજેશભાઈ, ટીઆરબી રોહિતભાઇ, રામસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરીને ખાનગી વાહનોમાં મર્યાદા કરતા વધુ લોકોને ભરીને દોડતા તેમજ ટ્રાફિક સહિતના નિયમોનું ઉલ્લઘન કરતા ચાલકો ઝપટે ચડી ગયા હતા.  સાત જેટલી  ઇકો કાર અને 3 સીટી રાઇટ બસને આરટીઓના મેમાં આપી સીટી એ ડિવીઝન તેમજ બી ડિવીઝન અને જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. આ બનાવમાં કુલ 10 વાહનો ડિટેઇન કરી અંદાજે રૂ. 1,20,000નો દંડ ફટકારવામાં આવતા ખાનગી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. એસટી નિગમ દ્વારા પોલીસનો સહયોગ મેળવીને આ પહેલા પણ ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. જિલ્લાના ધ્રાંગધ્રા, લીંબડી, સાયલા. મુળી, સહિતના વિસ્તારોમાં પણ ચેકિંગ ઝૂંબેશ હાત ધરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code