1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ચેહરેનું ટ્રેલર રિલીઝ: રિયા ચક્રવર્તી પણ જોવા મળી
ફિલ્મ ચેહરેનું ટ્રેલર રિલીઝ: રિયા ચક્રવર્તી પણ જોવા મળી

ફિલ્મ ચેહરેનું ટ્રેલર રિલીઝ: રિયા ચક્રવર્તી પણ જોવા મળી

0
Social Share
  •  ફિલ્મ ચેહરેનું ટ્રેલર થયું રિલીઝ
  •  રિયા ચક્રવર્તી પણ જોવા મળી
  •  ફિલ્મ 9 એપ્રિલે થશે રિલીઝ

મુંબઈ: બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ’ચેહરે’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. સદીના મહાનાયક હાલમાં  જ આ ફિલ્મના ટ્રેલરની રિલીઝ થવાની વાતને પોતાના ચાહકો વચ્ચે શેર કરી છે.

ટ્રેલરમાં અમિતાભ બચ્ચન અને તેના સાથી ઇમરાન હાશ્મી એક અનોખી રમત રમતા જોવા મળે છે. ટ્રેલર પરથી લાગે છે કે, ઇમરાન હાશ્મી આ રમતમાં ફસાયેલો જોવા મળ્યો છે.

ટ્રેલરમાં એક સીનમાં રિયા ચક્રવર્તી પણ જોવા મળી હતી, જેના પરથી ઇમરાન હાશ્મી કહે છે કે, આ લોકો કંઈ પણ કરી શકે છે.

જુઓ ચેહરેનું ટ્રેલર

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી ઉપરાંત ક્રિસ્ટલ ડિસોઝા, સિદ્ધાર્થ કપૂર, રઘુબીર યાદવ અને અન્નુ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 9 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થશે.

થોડા દિવસો પહેલા બિગ બીએ તેના સાથી કલાકાર ઇમરાન હાશ્મી અને ફિલ્મ નિર્દેશક રૂમી જાફરી અને નિર્માતા આનંદ પંડિત સાથે એક ફોટો શેર કરીને 2019 માં આ પ્રોજેક્ટમાં જોડાવાની ઘોષણા કરી હતી. આ ફિલ્મ 21 ફેબ્રુઆરી 2020 ના રોજ રિલીઝ થવાની અપેક્ષા હતી. પરંતુ ગયા વર્ષે કોરોનાવાયરસ મહામારી અને દેશવ્યાપી લોકડાઉનને કારણે ફિલ્મની રિલીઝની તારીખ બદલાઇ હતી.

-દેવાંશી

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code