ગેસ, પેટ્રોલ, ડીઝલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું નિવેદન, જુઓ VIDEO
ગાંધીનગર, 24 માર્ચ, 2026 – a statement regarding gas, petrol, diesel રાજ્યમાં ગેસ, પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત ઊભી થવાની નથી તેવું આશ્વાસન આજે સ્વયં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું છે. એક વીડિયો સંદેશ દ્વારા તેમણે કહ્યું કે, અફવાઓ ઉપર ધ્યાન આપવાને બદલે સૌએ શાંતિ રાખવી જોઈએ.
નોંધપાત્ર છે કે, ગઈકાલે 23 માર્ચે એક મીડિયા વેબસાઈટ દ્વારા કથિત રીતે સોશિયલ મીડિયાની પોસ્ટના નામે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછતની વાત વહેતી મૂકી હતી જેને પગલે બપોર બાદ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં મોટી સંખ્યામાં લોકો વાહનો લઈને પેટ્રોલ પંપોની બહાર ઊભા રહી ગયા હતા. એ લાઈનો જોઈને બીજા પણ અનેક લોકો દોડાદોડી કરવા લાગ્યા હતા.
જોકે આ સ્થિતિ બાદ ગઈકાલે જ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વીડિયો સંદેશા દ્વારા લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી. ત્યારબાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ આવી જ અપીલ કરી છે.
જુઓ વીડિયો
– રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
– કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા મુખ્યમંત્રીશ્રીની નમ્ર અપીલ
– વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પણ ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા જનતાને અનુરોધ


