1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત એસટીની 40 સ્લીપર અને 111 લકઝરી બસનું મુખ્યમંત્રીએ ગાંધીનગરથી કર્યુ લોકાર્પણ
ગુજરાત એસટીની 40 સ્લીપર અને 111 લકઝરી બસનું મુખ્યમંત્રીએ ગાંધીનગરથી કર્યુ લોકાર્પણ

ગુજરાત એસટીની 40 સ્લીપર અને 111 લકઝરી બસનું મુખ્યમંત્રીએ ગાંધીનગરથી કર્યુ લોકાર્પણ

0
Social Share

ગાંધીનગરઃ  રાજયના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ એમ કુલ 151 બસોનું લોકાર્પણ  આજે ગાંધીનગરથી કરાયું હતું.   મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં બે ડ્રાઇવરોને બસની ચાવી પ્રતીક રૂપે આપીને લોકાર્પણ કરીને રાજ્યની જનતાને વધુ એક ભેટ આપી હતી.. આ ઉપરાંત ઓટોમેટિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું  હતું. વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ એસ.ટી. નિગમની અન્ય એક વધુ મુસાફર સુવિધા સેવા ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો હતો.આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજીસ અને બસ ક્યા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થઈ જશે.

ગુજરાત એસટી નિગમે નાગરિક મુસાફરોની સુવિધામાં સતત વૃદ્ધિના અભિગમ સાથે રૂપિયા 310 કરોડની નાણાકીય જોગવાઈ સાથે એક હજાર નવી બસ સંચાલનમાં મૂકવાનું  આયોજન કર્યું છે. આ 1,000 બસમાંથી 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી અને 200 સ્લીપર કોચ ક્રમશઃ મુસાફરોની સેવામાં મૂકવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ નવી બસ પૈકી વધુ 151 બસ આજથી પેસેન્જર સર્વિસમાં મૂકવામાં આવી હતી. આ બસોનું નિર્માણ એસ ટી નિગમ દ્વારા ઈન હાઉસ કરવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગ્રીન ક્લિન એનર્જીને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતામાં સૂર પુરાવતા એસટી નિગમે ઝીરો એર પોલ્યુશન ધરાવતી 50 ઇલેક્ટ્રીક બસ સંચાલનમાં મૂકી છે અને હજુ વધારે 50 ઇ બસ નાગરિકોની સેવામાં આગામી  દિવસોમાં શરૂ કરાશે. એટલું જ નહિ 2020 માં દેશમાં જાહેર પરિવહન સેવા માટે કાર્યરત નિગમ દ્વારા પર્યાવરણ પ્રિય BS06 નોર્મ્સ ધરાવતી 1000 બસ દેશ ભરમાં પ્રથમ સંચાલનમાં મુકનારા નિગમનું ગૌરવ પણ ગુજરાત એસ.ટી નિગમને આ અગાઉ મળેલું છે. ગુજરાત એસટી 274 સ્લીપર કોચ, 1193 સેમી લક્ઝરી અને 5296 સુપર ડિલક્સ સુપર અને 1203 મીની બસ સહીત 7966ના કાફલા સાથે રાજ્યની જનતા જનાર્દનની પરિવહન સુવિધા માટે કર્તવ્યરત છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત એસટી નિગમને કાર્યદક્ષ, સમયસર અને પર્યાવરણ પ્રિય યાતાયાત સુવિધા લોકોને પૂરી પાડવા અંગે અભિનંદન પાઠવ્યા હતા.વાહન વ્યવહારના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ, એસટી નિગમના એમડી ગાંધી, જોઇન્ટ એમ ડી પ્રજાપતિ,ગાંધીનગર શહેરના મેયર હિતેશ મકવાણા, તેમજ આમંત્રિતો ,અધિકારીઓ આ અવસરના સાક્ષી બન્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code