
નવી દિલ્હીઃ ચીન ભારતની 38 હજાર વર્ગ કિમી જમીન ઉપર ગેરકાયદે કબજો કર્યો છે. ચીન ભારતની જમીન ઉપર ગેરકાયદે કબજો કરવાની કામગીરી છ દાયકાથી કરી રહ્યું છે. લોકસભામાં એક સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી.
વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરનએ એક સવાલના લેખીત જવામાં કહ્યું હતું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં છેલ્લા 6 દાયકામાં ચીને લગભગ 38 હજાર વર્ગ કિમી ભારતીય ક્ષેત્રમાં ગેરકાયદે રીતે કબજો કર્યો છે. પાકિસ્તાનને 1963માં ગેરકાયદે રીતે કબજો કરેલા શકસગામ ઘાટીનો 5180 વર્ગ કિમી ભારતીય ક્ષેત્ર ગેરકાયદે રીતે ચીનને સોંપ્યો છે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં જ સંસદમાં કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કર્યાં હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કેન્દ્રની ખોટી નીતિઓને પગલે ચીન અને પાકિસ્તાન એક થયાં છે. રાહુલ ગાંધીએ સંસદમાં ભારત સરકારની વિદેશ નીતિઓની ટીકા કરતા કહ્યું હતું કે, આપની નીતિએ ચીન અને પાકિસ્તાનને એકસાથે કરવાનું કામ કર્યું છે આ સૌથી મોટો પડકાર ભારત સામે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચીન પાસે એક ક્લિયર પ્લાન છે અને તેનો પાયો ડોકલમ અને લદ્દાખમાં નાખ્યો છે.
ભારતએ તાજેતરમાં ચીનનામાં વિન્ટર ઓલિમ્પિકના રાજનાયિક બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જેને અમેરિકાએ પણ સમર્થન આપ્યું છે. ગયા વર્ષે ભારતે આરઆઈસીની વિદેશી મંત્રીઓની બેઠકમાં વિન્ટર ઓલિમ્પિકને સમર્થન આપીને લોકોને ચોંકાવી દીધા હતા પરંતુ વિન્ટર ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં ગલવાન ઘાટીમાં ભારતીય સેના સાથે થયેલી અથડામણમાં ઈજાગ્રસ્ત ચીની સૈનિકને મશાલવાહન બનાવાનો નિર્ણય લીધો છે. જેનો ભારત સરકારે વિરોધ કર્યો છે.