1. Home
  2. ગુજરાતી
  3. માત્ર 30 મિનિટમાં કોઈ પણ અમેરીકી શહેરને નિશાન બનાવી શકે છે ચીનની આ ડીએફ-14 મિસાઈલ
માત્ર 30 મિનિટમાં કોઈ પણ અમેરીકી શહેરને નિશાન બનાવી શકે છે ચીનની આ ડીએફ-14 મિસાઈલ

માત્ર 30 મિનિટમાં કોઈ પણ અમેરીકી શહેરને નિશાન બનાવી શકે છે ચીનની આ ડીએફ-14 મિસાઈલ

0
Social Share
  • ચીને લોન્ચ કરી ડીએફ-14 મિસાઈલ
  • 15 હજાર કિલો મીટર દુર સુધી હુમલો કરવામાં સક્ષમ
  • અમેરીકાના કોઈ પણ શહેરને નિશાન બનાવતા લાગશે માત્ર 30 મિનિટ
  • અમેરીકા સામે ચીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું
  • ચીનનો દાવો- સૌથી દુર સુધી હુમલો કરનારી આ એક નવાઈની મિસાઈલ

ચીને પોતાના 70મા સ્વતંત્રતા દિવસ પર એક એવી મિસીલ લોન્ચ કરી છે કે જે,માત્ર 30 મિનિટની અંદર અમેરિકાના કોઈ પણ શહેરને પોતાનો નિશાનો બનાવી શકે છે,ચીને આઝાદીના જશ્નના અવસર પર ડીએફ-14 મિસાઈલ લોનેચ કરીને ફરીએક વાર અમેરીકા સામે તાકાતનું પ્રદર્શન કર્યું છે.અમેરીકા સાથેના વ્યાપારિક મતભેદ વચ્ચે ચીનના આ  મિસાઈલ લોન્ચ કરવા પર આ બન્ને દેશો વચ્ચે આવનારા દિવસોમાં તણાવ વધવાની શક્યતાઓ હવે વધી શકે છે.

ચીનનું આ નવું ડીએફ-14 મિસાઈલ 15 હજાર કિલો મીટર સુધી વાર કરી શકે છે,જેના કારણથી આખુ અમેરીકા ચીનના કબ્જે હશે,ચીન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે,આ પૃથ્વી પર સૌથી દુર સુધી હુમલો કરનારી આ એક નવાઈની મિસાઈલ સાબિત થશે

મિસીલ સુરક્ષા યોજનાના એક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે,ચીનની ડીએફ-14 મિસાઈલ પરમાણુ હથિયારો વગરની છે અને 30 મિનિટમાં અમેરીકાના કોઈ પણ શહેર પર  હુમલો કરવાની ક્ષમતા ઘરાવે છે.

ઉલ્લેખનીય છે કે,ચીન પાસે વિશ્વની સૌથી મોટી સુરક્ષા સેના છે અને વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી વાયુસેના પણ છે.પોતાના 70મા સ્વતંત્ર દિવસના અવસર પર રાષ્ટ્રપતિ શી જિનપિંગના સંબોઘન પછી ચીને પોતાના આ સૌથી શક્તિશાળી હથિયારને પુરા વિશ્વની સામે પ્રદર્શિત કર્યું છે.રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં લોકોમાં જોશ ભરવા સાથે કહ્યું કે,  “કોઈ પણ તાકાત ચીનના લોકોને રોકી નહી શકે કારણ કે ચીન સતત આગળ વધી રહ્યું છે”

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આગેવાનીમાં આ ચોથી વાર સૌથી મોટી મિલેટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું ,જ્યા ચીનની ત્રણેય સેનાઓએ પોતાની શકિતનું પ્રદર્શન કર્યું હતું,ચીનની રાજધાની બીઝિંગમાં આયોજન કરવામાં આવેલ આ પરેડમાં એક લાખથી પણ વધુ ચીની સૈનિકોએ ભાગ લીઘો હતો,

ચીને પોતાના સ્વતંત્રતા દિવસે પાણીની અંદર ચાલનારા સેન્યના વાહનોનું પ્રદર્શન કરીને અન્ય દેશોને આશ્ચર્યચક્તિ કર્યા હતા,ચીને આજ દિવસે એક એવા ડ્રોનનું પણ લોન્ચિંગ કર્યું હતું કે જે,અવાજની ગતિથી પણ 5 ગણી વધારે ઝડપથી ઉડનાવી ક્ષમતા ઘરાવે છે.

સ્વતંત્રતા દિવસના  ખાસ અવસર પર યોજન કરવામાં આવેલી આ પરેડમાં 160 યૂદ્ધક વિમાનો,580 સેન્ય વાહનો અને સેન્ય ટુકડીઓનું 59 ફોર્મેશનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, રાષ્ટ્રપતિ જિનપિંગે આ પ્રસંગે માઓને શ્રધ્ધાજંલિ પણ આપી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code