1. Home
  2. Agency
  3. News
  4. ચીની બનાવટના સીસીટીવી કેમેરા ઉપર આવતીકાલથી પસ્તાળ, તમે પણ થઈ જજો સાવધાન
ચીની બનાવટના સીસીટીવી કેમેરા ઉપર આવતીકાલથી પસ્તાળ, તમે પણ થઈ જજો સાવધાન

ચીની બનાવટના સીસીટીવી કેમેરા ઉપર આવતીકાલથી પસ્તાળ, તમે પણ થઈ જજો સાવધાન

0
Social Share

નવી દિલ્હી, 31 માર્ચ, 2026: સીસીટીવી કેમેરા દ્વારા પણ જાસૂસી થઈ શકે છે તેવું દેશ અને દુનિયાના ધ્યાનમાં આવ્યા પછી ખાસ કરીને ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે અને આગામી પહેલી એપ્રિલ અર્થાત આવતીકાલથી ચીની બનાવટના કેમેરા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે.

આંતરરાષ્ટ્રીય જોખમોથી બચવા અને સાથે જ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે સરકારે હાલમાં જ CCTV કેમેરાને લઈને નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. એક એપ્રિલથી ભારતમાં Hikvision અને Dahua ના CCTV કેમેરાના વેચાણ પર રોક લગાવી દેવામાં આવી છે. આ કંપનીઓના ઇન્ટરનેટ કનેક્ટેડ CCTV કેમેરા હવે ભારતીય બજારમાં વેચી શકાશે નહીં.

આ પણ વાંચોઃ ભારતીય કંપની ગ્લોબલ સેમીકન્ડક્ટર સપ્લાય ચેનનો ભાગ બની છેઃ વડાપ્રધાન

સરકારે નવા STQC એટલે કે સ્ટાન્ડર્ડાઈઝેશન ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી સર્ટિફિકેશન નિયમ હેઠળ ચીની કંપનીઓના CCTV કેમેરાને સર્ટિફાય નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, જે CCTV કેમેરામાં ચીની ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે તેમને પણ સર્ટિફિકેટ મળશે નહીં. જો તમારા ઘર કે ઓફિસમાં ચીની કંપનીઓના કેમેરા લાગેલા હોય અથવા લગાવવાની તૈયારી કરી રહ્યા હોવ, તો કેટલીક સાવચેતી રાખવી અત્યંત મહત્ત્વનું છે.

ભારતમાં વેચાતા CCTV કેમેરામાં મોટી સંખ્યા ચીની બ્રાન્ડ્સના કેમેરાની છે, કારણ કે તે સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ હોય છે. જોકે, અન્ય સસ્તા ચીની ઉત્પાદનોની જેમ આ કેમેરા પણ સુરક્ષિત હોતા નથી. આ કેમેરા દ્વારા રેકોર્ડ કરાયેલા ફૂટેજ ચીની સરકારના નિયંત્રણમાં હોઈ શકે છે, જેના કારણે રાષ્ટ્રીય સુરક્ષા પણ ખતરામાં આવી શકે છે.

કયા CCTV લગાવવા?

અમેરિકા સહિત અનેક દેશો ચીની બ્રાન્ડ્સના CCTV કેમેરા અંગે અગાઉ જ ચેતવણી આપી ચૂક્યા છે. એવામાં સવાલ એ થાય કે સુરક્ષિત કેમેરા કયા ખરીદવા? આ સમયે ભારતમાં મુખ્યત્વે CP Plus, Qubo, Prama, Matrix અને Sparsh જેવી ઘરેલું CCTV બ્રાન્ડ્સનું પ્રભુત્વ છે. તમે આ કંપનીઓના BIS (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડાઈઝેશન) માનક ધરાવતા કેમેરા તમારા ઘર કે ઑફિસમાં લગાવી શકો છો.

ડેટા કેવી રીતે સેફ રહેશે?

  • CCTV કેમેરાની ફૂટેજ ઇન્ટરનેટ સર્વર પર સ્ટોર ન કરો, જેનાથી તમારો ખાનગી ડેટા સુરક્ષિત રહી શકે.
  • ડેટાને લોકલ સ્ટોરેજ અથવા લોકલ સર્વર પર જ સ્ટોર કરવાનો આગ્રહ રાખો.
  • ક્લાઉડ સ્ટોરેજ ખરીદતી વખતે તેનું સર્વર કયા દેશમાં છે તેનું ધ્યાન રાખવું મહત્ત્વનું છે. ઉદાહરણ તરીકે, ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવી બ્રાન્ડ્સના ક્લાઉડ સર્વર અમેરિકામાં સ્થિત છે.
  • કેમેરા હેક ન થાય તે માટે ડિફોલ્ટ યુઝરનેમ અને પાસવર્ડ બદલી નાખવો જોઈએ. મજબૂત પાસવર્ડ રાખવાની સાથે તેને સમયાંતરે બદલતા રહેવું જોઈએ.
  • CCTV નું ફર્મવેર પણ અપડેટ કરતા રહેવું જોઈએ જેથી હેકિંગથી બચી શકાય.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code