પંજાબના તરનતારન જીલ્લામાંથી માદક પ્રદાર્થો સાથેનું ચીન દ્રાર નિર્માણ પામેલું ડ્રોન ઝપ્ત કરાયું
ચંદિગઢ – પંજબા રાજ્ય સતત આતંકીઓ માટે તસ્કરીનું કેન્દ્ર છે અહી પાકિસ્તાન દ્રારા નશીલા પ્રદાર્થોને પહોંચાવાનું કાનતરું કરવામાં આવે છે ત્યારે હાલમાં બીએસએફના જવાનોને આ મામલે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે લબોર્ડર સિક્યોરિટી ફોર્સ એ પંજાબના તરનતારન જિલ્લાના કલસિયન ખુર્દ વિસ્તારમાં ડાંગરના ખેતરમાંથી એક પેકેટ સાથે એક ડ્રોન ઝડપી પાડ્યું છે, જેમાં માદક પદાર્થ હોવાની શંકા છે. 2જી ઓક્ટોબરના રોજ મોડી સાંજે, બીએસએફના જવાનોએ ડ્રોનની પ્રવૃત્તિ જોવા મળી ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
વઘુ વિગત અનુસારસરહદ વાડની આગળ હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન, BSF સૈનિકોએ એક ડ્રોન મેળવ્યું જે ક્વાડકોપ્ટર મોડલ છે DJI Matrice 300 RTK, જે ચીનમાં ઉત્પાદિત હોવાનું જાણવા મળ્યું છે.
આ સાથે જ ઝપ્ત કરાયેલા ડ્રોનમાંથી નશીલા પદાર્થોનું એક પેકેટ પણ મળી આવ્યું છે, જેમાં ઝડપાયેલા નાર્કોટિક્સનું કુલ વજન 2.7 કિલો છે.”બીએસએફ દ્રાર આ બાબતને લઈને મીડિયામાં જણાવાયું કે, “ડ્રોન દ્વારા ડ્રગ્સની દાણચોરી કરવાનો દાણચોરોનો બીજો પ્રયાસ બીએસએફના જવાનોની તકેદારી દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યો હતો.”