
તાઈવાનમાં ઘૂસી ગઈ ચીની મિસાઈલો, પ્રેસ કોન્ફરન્સ વચ્ચે વિદેશ મંત્રીના મોબાઈલ પર એલર્ટથી હડકંપ
તાઈપે: તાઈવાનમાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી પહેલા મંગળવારે સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી, જેના કારણે આખા દેશમાં હડકંપ મચી ગયો. વિદેશ મંત્રી જોસેફ વૂ તાઈપેમાં વિદેશી પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન તેના મોબાઈલ ફોન ર એક એલર્ટ આવ્યો. એલર્ટ હતો કે ચીની મિસાઈલો તાઈવાનમાં ઘૂસી ગઈ છે. જોસેફ વૂ જ નહીં દેશમાં ઘમાં લોકોના ફોન પર આ મેસેજ ગયો. આ ઘટનાએ આખા દેશમાં હડકંપ મચાવી દીધો. ખુદ વિદેશ મંત્રી ગભરાય ગયા. ઉતાવળ વચ્ચે સંરક્ષણ મંત્રાલયે દેશમાં એલર્ટ જાહેર કરી દીધું કે ચીને હવાઈ હુમલો કર્યો છે. જો કે બાદમાં ખબર પડી કે મામલો આવો ન હતો.
હકીકતમાં તાઈવાનમાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીને લઈને ટેન્શનમાં અધિકારીઓથી મોટી ભૂલ થઈ ગઈ. મંગળવારે સ્થાનિક સમય પ્રમાણે 3 વાગ્યે અને 5 મિનિટે એટલે કે ભારતીય સમય પ્રમાણે બપોરે 12.35 કલાકે આખા તાઈવાનમાં ઈમરજન્સીની ચેતવણી સાથે એક મેસેજ સર્કુલેટ થયો કે તાઈવાનના હવાઈ ક્ષેત્રમાં મિસાઈલ ઘૂસી ગઈ છે. આ મિસાઈલ ચીન તરફથી આવી હોવાનું જણાવાય રહ્યું હતું.
રસપ્રદ વાત એ છે કે તે સમયે તાઈવાનના વિદેશ મંત્રી જોસેફ વૂ આગામી રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીની તૈયારીઓને લઈને તાઈપેમાં વિદેશી પત્રકારો સાથે એક પત્રકાર પરિષદ કરી રહ્યા હતા. તેમને ફોન પર આવા પ્રકારનું મેસેજ એલર્ટ આવ્યું. સંરક્ષણ મંત્રાલયે પણ તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને દેશભરમાં એલર્ટ જાહેર કરી દીધું. લોકોને આ વાતનો ડર પેદા થઈ ગયો કે ક્યાંક ચીને તેમના પર હુમલો તો કરી દીધો નથી ને. જો કે બાદમાં ખબર પડી કે આ ભાષાકીય ત્રુટિ હતી.
મોબાઈલ સંદેશમાં અંગ્રેજીમાં મિસાઈલ લખેલું હતું, જ્યારે આ શબ્દ મેંડેરિન ભાષામાં સેટેલાઈટ હોય છે. સંરક્ષણ મંત્રાલયે બાદમાં માફી માંગી અને કહ્યુ કે તે આ શબ્દને ભૂલથી અંગ્રેજીનો શબ્દ સમજી બેઠા,જ્યારે તે ચીન દ્વારા કરવામાં આવેલું સેટેલાઈટ લોન્ચિંગ હતું. બાદમાં વૂએ સ્પષ્ટીકરણ આપતા કહ્યુ કે જ્યારે કોઈ રોકેટ ખુલ્લેઆમ આપણા આકાશમાં ઉડી રહ્યું હોય છે, તો તેનો કાટમાળ આપણા ક્ષેત્રમાં પડેછે. આ કારણ છે કે આપણા સંરક્ષણ મંત્રાલયે તેને હવાઈ હુમલો સમજી લીધો. આવું પહેલા પણ થઈ ચુક્યું છે.
આ સમગ્ર મામલામાં ચીનના સરકારી મીડિયાએ કહ્યુ છે કે બીજિંગે જિચાંગ સેટેલાઈટ લોન્ચ સેન્ટરમાં લોંગ માર્ચ-2સી વાહક રોકેટનો ઉપોયગ કરીને આઈન્સ્ટીન પ્રોબ ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કર્યું છે. સીસીટીવી મુજબ, ઉપગ્રહ નિર્ધારીત કક્ષામાં પ્રવેશ કરી ગયો છે.