1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જૂનાગઢની પ્રજા હવે વિનામૂલ્યે વિનામૂલ્યે હેલ્થ ATMથી ગણતરીની મિનિટોમાં મેડિકલ રિપોર્ટ મેળવી શકશે
જૂનાગઢની પ્રજા હવે વિનામૂલ્યે વિનામૂલ્યે હેલ્થ ATMથી ગણતરીની મિનિટોમાં મેડિકલ રિપોર્ટ મેળવી શકશે

જૂનાગઢની પ્રજા હવે વિનામૂલ્યે વિનામૂલ્યે હેલ્થ ATMથી ગણતરીની મિનિટોમાં મેડિકલ રિપોર્ટ મેળવી શકશે

0
Social Share

અમદાવાદઃ તમે પૈસા ઉપાડવા માટે ATM મશીન જોયું હશે, પરંતુ તમે ક્યારેય પણ હેલ્થ ATM જોયું છે. જૂનાગઢ જિલ્લામાં હેલ્થ ATM શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યનો જૂનાગઢ જિલ્લો એ પ્રથમ એવો જિલ્લો છે કે, જ્યાં હેલ્થ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના હસ્તે આ હેલ્થ એટીએમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને જુનાગઢ જિલ્લાના નવ તાલુકાના તમામ PHC સેન્ટરમાં હેલ્થ ATM મુકવામાં આવ્યા છે.

આ હેલ્થ એટીએમ મારફતે લોકો પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી શકશે. ગ્રામ્ય પંથકમાં રહેતા લોકો પોતાના મેડિકલ તપાસ અને રિપોર્ટ માટે શહેરમાં ધક્કા ખાતા હોય છે. જેમાં 500થી હજાર રૂપિયા જેટલો ખર્ચ ખાનગી લેબોરેટરીમાં થતો હોય છે. આ હેલ્થ ATM ગ્રામ્ય પંથકમાં મૂકવામાં આવ્યા છે, તેમાં વિનામૂલ્યે ગણતરીની મિનિટોમાં જ લોકોને પોતાનો રિપોર્ટ મળી જાય છે.

આ હેલ્થ ATMમાં એક બે નહીં પરંતુ 40 જેટલા રિપોર્ટ લોકો કરાવી શકે છે અને તેનો રિપોર્ટ પણ ગણતરીની મિનિટોમાં મળી રહે છે. જેથી ગ્રામ્ય પંથકના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આ હેલ્થ એટીએમ ફાયદાકારક સાબિત થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની જનતાને આરોગ્યની સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યની જનતાને વિનામૂલ્યે મેડિકલ સેવા મળી રહે તે માટે મા-આયુષ્યમાન કાર્ડ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ સરકારી હોસ્પિટલોમાં જ નવી-નવી મેડિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનો મોટી સંખ્યામાં પ્રજા લાભ લઈ રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code