1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહેસાણામાં મતદાન જાગૃતિ માટે દિવ્યાંગોની વ્હીલચેર રેલીમાં શહેરના નાગરિકો પણ જોડાયા
મહેસાણામાં મતદાન જાગૃતિ માટે દિવ્યાંગોની વ્હીલચેર રેલીમાં શહેરના નાગરિકો પણ જોડાયા

મહેસાણામાં મતદાન જાગૃતિ માટે દિવ્યાંગોની વ્હીલચેર રેલીમાં શહેરના નાગરિકો પણ જોડાયા

0
Social Share

મહેસાણાઃ લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે માટે તમામ મતદાન મથક સ્થળોએ વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ભારતીય ચૂંટણીપંચના “સમાવેશી ચૂંટણી” ના સૂત્રને સાર્થક કરતા મહેસાણા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનોખી પહેલ કરી છે. મહેસાણા જિલ્લાના 1037 મતદાન મથક સ્થળો પર કાયમી ધોરણે વ્હીલચેરની વ્યવસ્થા કરી આગવી સિધ્ધી જિલ્લા કલેકટર એમ નાગરાજનના માર્ગદર્શનથી જિલ્લા ચૂંટણી તંત્રએ હાંસલ કરી છે.

મહેસાણા લોકસભા સામાન્ય ચૂંટણી: 2024 તેમજ  વિજાપુર વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી અંતર્ગત મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ મતદારો વધુમાં વધુ મતદાન કરી શકે અને દિવ્યાંગજનોના પ્રયત્નોને અન્ય મતદારો સુધી પહોંચાડી ‘મતદાનના દિવસે અચૂક મતદાન કરાવવાના’ પ્રયાસને વધુ સુદ્રઢ બનાવવા માટે મહેસાણા શહેરમાં સુયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી પી.ડી પલસાણાની વિશેષ ઉસ્થિતિમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગજન વ્હીલચેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી જિલ્લા પંચાયત મહેસાણાથી સરદાર પટેલ સ્ટેડીયમ સુધી યોજાઇ હતી જેમાં મતદાન જાગૃતિના વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા

મહેસાણા જિલ્લામાં આ અનોખા સેવાયજ્ઞમાં સહકાર આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લામાં 1037 મતદાન મથકોના સ્થળો પર વ્હીલચેર  શિક્ષણ વિભાગને હસ્તાંતરિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગજનોએ વ્હીલચેર સાથેનો સક્ષમ લોગો બનાવીને અચૂક મતદાન કરીએ એવો મેસેજ આપ્યો હતો. દિવ્યાંગ મતદારો સુગમતાથી મતાધિકારનો ઉપયોગ કરી શકે, એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ બન્યુ છે.

મહેસાણા જિલ્લાના 7 વિધાનસભા મતવિસ્તારોમાં દિવ્યાંગ મતદારોની વાત કરીએ તો ખેરાલુ વિધાનસભા મતવિસ્તારમાં 1734,  ઊંઝા વિધાનસભા મતવિસ્તારમાં 922,  વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં 1421, બેચરાજી વિધાનસભા મતવિસ્તારમાં 659, કડી વિધાનસભા મતવિસ્તારમાં 920, મહેસાણા વિધાનસભા મત વિસ્તારમાં 2295  અને વિજાપુર વિધાનસભા મતવિસ્તારમાં 989  દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code