1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત બોર્ડ દ્વારા ધો.12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓને ફુલ આપીને કરાયું સ્વાગત
ગુજરાત બોર્ડ દ્વારા ધો.12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓને ફુલ આપીને કરાયું સ્વાગત

ગુજરાત બોર્ડ દ્વારા ધો.12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓને ફુલ આપીને કરાયું સ્વાગત

0
Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ 11મી માર્ચથી થશે. બોર્ડ દ્વારા પરીક્ષાની તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. તા.27મી ફેબ્રુઆરી સુધી ચાલનારી આ પરીક્ષામાં 1.10 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો. 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાના પ્રથમ દિવસે તમામ પરીક્ષાર્થીઓનું ગુલાબના ફુલ આપીને પરીક્ષા કેન્દ્રો પર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા રાજ્યમાં 1.10 લાખ કરતાં વધુ અને અમદાવાદમાં 15 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પ્રેક્ટિકલ પરીક્ષાના પ્રથમ દિવસે  વિદ્યાર્થીઓની DEOએ ફૂલ આપી સ્વાગત કર્યું હતું. ધો.12 સાયન્સના કેમિસ્ટ્રી અને ફિઝિક્સ અને બાયોલોજીની પ્રેક્ટિકલ પરીક્ષા 2 શેસનમાં લેવામાં આવી રહી છે.  જેમાં સવારના શેસનનો સમય 10થી 1 અને 2થી 5 વાગ્યા સુધીનો છે. આ પરીક્ષા 27મી ફેબ્રુઆરી સુધી ચાલશે. અલગ અલગ દિવસે અલગ અલગ વિદ્યાર્થીઓ ફાળવેલા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપશે. અમદાવાદના 26 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યાથી પરીક્ષા શરૂ થઈ છે. જે 1 વાગ્યા સુધી ચાલશે. 50 માર્ક્સની પ્રેક્ટિકલ પરીક્ષા રહેશે.

અમદાવાદ શહેરની બેસ્ટ સ્કૂલના  પરીક્ષા માટે કેન્દ્ર પર શહેરના DEO હાજર રહ્યા હતા. DEO દ્વારા તમામ વિદ્યાર્થીને ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. DEO દ્વારા પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સૂચના આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી હતી.

DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણ વચ્ચે પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવામાં તમામ સ્કૂલોને સૂચના આપવામાં આવી છે. અમદાવાદના 26 કેન્દ્રો પર 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code