
- ગુજરાત સરકારનો મોટો નિર્ણય
- ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ગુજરાતમાં પણ કરમુક્ત
- દરેક ભારતીયોએ જોવા જેવી ફિલ્મ
- કાશ્મીરી પંડિતો ઉપર થયેલો અત્યાચાર અને સત્યઘટના પર આધારિત
અમદાવાદ : વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે.દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.આ સાથે ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવાની માંગ કરવામાં આવી હતી.એવામાં ધીરે-ધીરે સરકારો રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી રહી છે. પહેલા મધ્યપ્રદેશ પછી હરિયાણા અને હવે ગુજરાત સરકારે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મને પણ ટેક્સ ફ્રી કરી છે.ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આની જાહેરાત કરવામાં આવી છે.
આ ફિલ્મને પસંદ કરનારા લોકો ગુજરાત સરકારના આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે.તો સાથે જ વિવેક અગ્નિહોત્રીએ પણ આ પગલા માટે ગુજરાત સરકારનો આભાર માન્યો છે.આ પહેલા મધ્ય પ્રદેશમાં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ટેક્સ ફ્રી કરવામાં આવી હતી, ત્યારબાદ ઈન્દોરમાં બીજેપી પ્રવક્તા ઉમેશ શર્માએ આ ફિલ્મને લોકો સુધી લઈ જવા માટે આખું થિયેટર બુક કરાવ્યું હતું.આ ફિલ્મ જોતી વખતે લોકોની લાગણીઓ ખુલ્લેઆમ બહાર આવી અને તેમની આંખોમાંથી વહેવા લાગ્યા.
માનનીયા @CMOGuj @Bhupendrapbjp
તમારો ખુબ ખુબ આભાર. આનાથી ગુજરાતના સામાન્ય લોકોને સૌથી મોટી ટ્રેજેડી સ્વતંત્ર ભારત જોવામાં મદદ મળશે @kp_global https://t.co/MmFYfPxaG5— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 13, 2022
જ્યારે હરિયાણા સરકારે ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી, ત્યારે ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ટ્વિટમાં તેણે લખ્યું- ‘માનનીય @mlkhattar જીનો ખૂબ ખૂબ આભાર.તમારો આ નિર્ણય સામાન્ય પરિવારોને કોરોના કાળની આર્થિક સમસ્યાઓ પછી આ ફિલ્મ જોવા માટે ઘણી મદદ કરશે. તો,સિનેમા હોલના વ્યવસાયમાં પણ મજબૂતી આવશે.
કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને હિંદુઓના નરસંહારની વાર્તાને ખૂબ જ હૃદયસ્પર્શી રીતે દર્શાવવામાં આવી છે, એવું લાગે છે કે,જાણે ફિલ્મ નિર્માતાએ તેનું હૃદય ચીરી નાખ્યું હોય.ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે હિજરત સમયે કાશ્મીરી પંડિતો અને હિંદુઓની શું હાલત હતી.